________________
તે દડાની માફક ઉઠાવી લેતા અને મદોન્મત્ત સાંઢોને પડકાર આપીને એમને મલ્લયુદ્ધમાં પછાડતાં ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જતા.
એમાં પણ મોટી વિશેષતા હતી તેમની અતીન્દ્રિય ચેતના, કે જેને આધારે તેમણે કેટલીય આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી અને એ બધી ૯૭ ટકા સાચી પુરવાર થતી રહી. આ જન્મજાત પ્રતિભાને તેમણે યોગાભ્યાસની સાધના અને સંયમ-નિયમનું પાલન કરીને વધારી.
એન્ડરસન જ્યારે આઠ વર્ષના હતા ત્યારે એક દિવસ પોતાની માને ખેંચતા ખેંચતા પોતાના મોટાભાઈ નેલ્સનના ઓરડામાં ટાંગેલી તસવીર નજીક લઈ ગયા અને બોલ્યા, ‘જોતી નથી, ભાઈના ચહેરા પર ગોળી વાગેલી છે અને તે જમીન પર પડીને મરી ગયા છે.”
માએ એન્ડરસનને ધમકાવ્યો અને કહ્યું, ‘મૂર્ખ, ફરીથી આવી ખરાબ વાત મોમાંથી કાઢીશ નહીં. બાળક ચૂપ ન રહ્યો અને કહેતો જ રહ્યો, ‘તું મારી વાત સાચી કેમ નથી માનતી ? જે હું જોઈ રહ્યો છું એ શું ખોટું છે ?” ત્રણ દિવસ પછી કેનેડાથી તાર આવ્યો એમાં નેલ્સનના ચહેરા પર ગોળી વાગવાના અને એનાથી તેનું મૃત્યુ થયાના સમાચાર હતા.
એન્ડરસને વખતોવખત અનેક ભવિષ્યવાણી કરી છે. એમાંની કેટલીક આંતરરાષ્ટ્રીય રીતે મહત્ત્વની પણ છે. જે દિવસોમાં રશિયા અને જર્મની વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી અને મિત્રરાષ્ટ્રો એ બંનેનાં શત્રુ હતાં, તે દિવસોમાં તેમણે અશક્ય કહી શકાય એવી ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે જર્મની અને રશિયા એકબીજાના શત્રુ બની જશે અને અમેરિકા તથા રસિયા ભેગા મળીને જર્મનીને હરાવશે. સમય આવ્યે એ જ પ્રમાણે ઊલટો ઘટનાક્રમ બન્યો. ભારત ૧૯૪૭માં સ્વતંત્ર થશે એવી આગાહી પણ તેમણે કેટલાંય વર્ષ પહેલાં કરી હતી.
વોકર કાઉન્ટીના “મેસેન્જર' અખબારના સંપાદકને તે મળ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ૮મી ઓગષ્ટને દિવસે અમેરિકા જાપાન પર અણુબોમ્બ ફેંકશે અને ૧૮મી ઓગષ્ટને દિવસે યુદ્ધવિરામની જાહેરાત થશે. તે દિવસોમાં ન તો એટમ બોમ્બની ક્યાંય કોઈ ચર્ચા કરતું હતું અને ન તો આ પ્રકારની યુદ્ધસંબંધી ખબરો છાપી શકાતી હતી. તો પણ સંપાદકોએ
સૂચના નોંધી લીધી. વાત અક્ષરશઃ સાચી પુરવાર થઈ.
એક પત્રકાર, ‘વોરન સ્મિથને એન્ડરસને લેખિત સમાચાર આપ્યા હતા કે નીગ્રો નેતા માર્ટિન લ્યુથર કિંગનું ખૂન થશે અને ત્યાર પછી બીજા મોટા નીગ્રો નેતાનું પણ ખૂન થશે. શ્રી કિંગ અને તેમના ભાઈને ખરેખર મારી નાંખવામાં આવ્યા.
અમેરિકામાં અંદર ને અંદર છૂપી રીતે ચાલી રહેલાં ચીની કાવતરાંની સૂચના એન્ડરસને જ અમેરિકાની સરકારને આપી હતી. આ જ સૂચનાને આધારે સરકારે નિર્દેશક હુવરના અધ્યક્ષપણા નીચે એક તપાસ કમિટિ નીમી. તેમના તપાસ-રિપોર્ટમાં એ બધી બાબતોનાં પ્રમાણ મળ્યાં કે જેમને દિવ્યદૃષ્ટિને આધારે જણાવવામાં આવી હતી.
ભારત સંબંધી તેમણે લખ્યું છે, “આ દરમિયાન ભારતવર્ષમાં એક નાના ગામમાં જન્મેલી એક વ્યક્તિનો ધાર્મિક પ્રભાવ એકલા ભારતવર્ષમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ વધવા લાગશે. એ વ્યક્તિ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ દેવદૂત બનશે. તેની પાસે પોતે એકલાએ જ સંપન્ન કરેલી બધી સંગઠનશક્તિ હશે કે જેથી વિશ્વના કોઈપણ રાષ્ટ્રની સરકાર પાસે પણ નહીં હોય, તે એક માનવીય બંધારણનું નિર્માણ કરશે કે જેમાં આખા સંસારની એક ભાષા, એકસંથી રાજય, એક સર્વોચ્ચ અદાલત અને એક ઝંડાની રૂપરેખા હશે. આ પ્રયત્નના પ્રભાવથી મનુષ્યમાં સંયમ, સદાચાર, ન્યાય, નીતિ, ત્યાગ અને ઉદારતાની સ્પર્ધા થશે. સન ૧૯૯૯ સુધીમાં આ આખા સંસારનું સ્વરૂપ બદલાઈ જશે અને પછી હજારો વર્ષો સુધી લોકો સુખ શાંતિનું જીવન વ્યતીત કરશે. આજે સંસાર ધર્મ અને સંસ્કૃતિના જે સ્વરૂપની કલ્પના પણ નથી કરતો એ ધર્મનો ઝડપથી વિસ્તાર થશે અને તે આખા સંસાર પર છવાઈ જશે.” (૯) ગેરાર્ડ ક્રાઈસે
હોલેન્ડના દિવ્યદર્શી ગેરાર્ડ ક્રાઈસેએ એકલા પોતાના દેશને જ નહીં પરંતુ આખા યુરોપને આશ્ચર્યચકિત કર્યું છે. વિજ્ઞાન પર વિશ્વાસ કરનારી આજની ભૌતિકવાદી દુનિયા હજી પણ એ સમજવા શક્તિમાન બની નથી કે મનુષ્ય અદીઠ અને અજામી ભૂત તથા ભવિષ્યની વાતોને કેવી રીતે થઇ શાહી જાણતા જાણકાર શી થits શiી છે શાdeo શાdrછ શા છતાછ શા થી ઉગી શાક શી શી શી ingrશ શીત શી: છાગોળવારકાશ શાહવાડા-શી
વિજ્ઞાન અને ધર્મ
પાણી #ઈચ infiniી શૌbiી વાદiઈ શાહie a fisણ ¢aઈ શી થઈ છે. હાઈigiઈr છ ગાdiઈની શing a થી શiagra on ઈ છે ભવિષ્યવાણી
૩૦૭
૩૦૮