Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 160
________________ થશે. મૂડીવાદ અને સમાજવાદ ટકરાશે અને સમાજવાદ જીતશે.’ સાચા અધ્યાત્મવાદીની શક્તિ સચ્ચાઈમાં જ અમર્યાદિત હોય છે. ઋદ્ધિ-સિદ્ધિઓનું જે વર્ણન ભૂતકાળમાં થતું આવ્યું છે એનાથી આત્મવિજ્ઞાનની ક્ષમતા ઓછી નહીં, પણ વધારે જ થાય છે એનાં પ્રત્યક્ષ પ્રમાણો કદી જોવા મળે છે. આધ્યાત્મિક સિદ્ધિઓમાં એક સિદ્ધિ પરોક્ષ જ્ઞાનની છે. જેનાથી ભૂત અને ભવિષ્યને પણ જાણી શકાય છે. વર્તમાન દેશ્ય હોય એ તો ઈન્દ્રિયોથી જોઈ-જાણી શકાય છે. પરંતુ જ્યાં સંચારના સાધનો નથી, એ અપ્રત્યક્ષ છે એવા વર્તમાન પણ ઈન્દ્રિયોથી જાણી શકાતા નથી, જો ઘટના હજી બની નથી, વર્તમાન સ્થિતિને આધારે જેની સંભવના પણ જણાતી નથી, વર્તમાન સ્થિતિને આધારે જેની સંભવના પણ જણાતી નથી, એના સંબંધી આત્મ-વિજ્ઞાનીઓ કેટલીવાર આગાહીઓ કરતા રહે છે, તે સમયે એ આગાહીઓને માત્ર કુતુહલ જ સમજવામાં આવે છે પરંતુ જયારે યોગ્ય સમયે એ સાચી પુરવાર થાય છે ત્યારે ભૌતિકવિજ્ઞાનની શક્તિઓ કરતાં પણ આત્મવિજ્ઞાનની ક્ષમતા વધારે છે એ જાણીને આશ્ચર્ય થાય છે. આમ તો જયોતિષને આધારે પણ ભવિષ્યકથન કરવાનો ધંધો કેટલાંક માણસો કરે છે, પરંતુ એ કથનોને તુક્કા જ કહેવા જોઈએ. સાચા ભવિષ્ય-કથનો કહેવાનું આત્મબળ સંપન્ન લોકોને માટે જ સંભવિત છે. સાધનાની અનેક સિદ્ધિઓમાં જ ભવિષ્ય-કથન પણ એક સિદ્ધિ જ છે. આ દિવ્યદર્શનની ક્ષમતા ધરાવતા આત્મબળ સંપન્ન લોકોને માટે જ સંભવિત છે. કોઈ આ આત્મબળને આ જન્મમાં એકત્રિત કરે છે, તો કોઈની પાસે એ પૂર્વજન્મોનું સંઘરેલું હોય છે. બીજી પ્રકારની સુખ-સગવડો સંસારને પહોંચાડવાની માફક આ લોકો કદી કદી લોકહિતની દૃષ્ટિએ એવી ભવિષ્યવાણીઓ પણ કરી દે છે કે જેમને આધારે ભાવી શક્યતાઓથી સાવચેત રહી શકાય છે. વધારે અને બિનજરૂરી નુકસાનથી બચી શકાય છે. શક્ય હોય તે તે રીતે એમાં ફેરફારને માટે પ્રયત્ન કરીને પોતાનો માર્ગ નક્કી કરવામાં આવે તો એમાં સફળતાનું વધારે શ્રેય પણ સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે. આ દૃષ્ટિએ કેટલીકવાર આ ભવિષ્યવાણીઓ અસંખ્ય વ્યક્તિઓને માટે ઘણી ઉપયોગી પણ પુરવાર થાય છે. યુગ-પરિવર્તન સંબંધી પાછલા દિવસોમાં કેટલીય ભવિષ્યવાણીઓ એવા લોકોએ કરી છે કે જે જયોતિષના ધંધાવાળા કરી શકે નહીં, એવા જ્યોતિષીઓ પાસે એવું સામર્થ્ય હોતું નથી. આ કથનો એવા લોકોનાં છે કે જેમની પાસે આત્મબળની મૂડી ખૂબ પ્રમાણમાં રહી છે. તેમણે પોતાના દિવ્યદૃષ્ટિથી જે કહ્યું તે અક્ષરશઃ સાચું પડ્યું છે. જેમનાં અનેક ભવિષ્યકથનો લગાતાર સાચાં પડતાં રહ્યાં છે. તેમની જ સૂચનાઓ પર દૃષ્ટિપાત કરવાથી ખબર પડે છે કે યુગ-પરિવર્તનનો સમય નજીક આવી પહોંચ્યો છે. એની પાછળ દિવ્યશક્તિની પ્રેરણા છે, શ્રેય ભલે મનુષ્યોને મળી જાય પરંતુ સાચી રીતે તો એને, પહેલાંથી નક્કી થયેલી એક દિવ્યપ્રક્રિયા જ કહેવી એ વધારે યોગ્ય ગણાશે. નીચે કેટલીક એવા જ દિવ્યદર્શીઓની ભવિષ્યવાણીઓ આપવામાં આવી છે, કે જેમની અત્યાર સુધીની બીજી આગાહીઓ સમય પ્રમાણે સાચી પુરવાર થતી રહી છે. તેમના કથનો પ્રમાણે નજીકના ભવિષ્યમાં નવયુગનું આગમન નિશ્ચિત છે. નિર્ધારિત નિયતિ પ્રમાણે આ પરિવર્તન આવશ્યક થવાનું છે, એ પ્રવાહમાં જે લોકો સાથ આપશે તેઓ શ્રેય અને સંતોષ પ્રાપ્ત કરશે, જે તરફ ઉપેક્ષા, ઉદાસીનતા રાખશે તેઓ પાછળથી એવો પશ્ચાત્તાપ કરતા રહેશે કે એક ઐતિહાસિક અવસર તેમના જીવનમાં એવો આવ્યો હતો કે જો એનો તેમણે ઉપયોગ કર્યો હોત તો અલ્પપરિશ્રમથી વધારે મહત્ત્વપૂર્ણ શ્રેય તેઓ પ્રાપ્ત કરી શક્યા હોત. આ પ્રકારની અનેક ભવિષ્યવાણીઓમાંની કેટલીક અહીં રજૂ કરવામાં આવી છે : (૮) એન્ડરસન આયોવા (અમેરિકા)માં જન્મેલા શ્રી એન્ડરસન પોતાના સમયના શારીરિક રીતે મહા-બળવાનોમાંના એક હતા. તેમણે બળવાનો અને પહેલવાનોમાં પોતાની ગણતરી તો નથી કરાવી પરંતુ તાકાતની દૃષ્ટિએ તે બીજા કોઈથી ઊતરતા ન હતા. જ્યારે લોકો તેમને એક લોખંડની લાઠી પર ૨૦ વ્યક્તિઓને લટકાવી તેમને ઉઠાવીને ફરતા જોતા. મોટરકારોને ભવિષ્યવાણી ૩૦૫ ૩૦૬ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182