Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 166
________________ પરિશિષ્ટ (૨) અવકાશખોજથી આત્મખોજ સુધી અમેરિકામાં પ્રગટ થતાં “સેટરડે રિવ્યુ' નામના પાક્ષિકે તેના ફેબ્રુઆરી ૧૯૭૫ના અંકમાં “મન અને દિવ્યમન' વિષે ભારે રસપ્રદ ચર્ચા કરી છે. શ્રી જ્યોર્જ લિઓનાર્ડ નામના કેળવણીશાસ્ત્રીએ તેમના લેખમાં વિજ્ઞાન અને કોયૂટર યંત્રની મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો છે. - થોડાજ વર્ષ પહેલાં વિજ્ઞાનથી અંજાઈ ગયેલા ભવિષ્યવેત્તાઓએ ભવિષ્યવાણી ભાખી હતી કે ૧૯૮૦નો દાયકો કોયૂટરોનો સુવર્ણયુગનો દરવાજો બતાવશે. હડસન ઈન્સ્ટિટ્યૂટના ડો. હરમને કાહને ત્યારે કહ્યું હતું કે, થોડા જ વરસમાં ગૃહિણીના કામનો બોજો કોયૂટરો ઉકેલી પશે. ૬૦ લાખ ડોલરને ખર્ચે તૈયાર થઈ રહેલા અમેરિકન યંત્રમાનવ, માનવને છક્ક કરી દે તેવાં કામ કરશે. શ્રી જયોર્જ લિઓનાર્ડ તેમના લેખમાં કહ્યું છે કે, શરૂમાં આવી આંજી દેનારી ભવિષ્યવાણીઓ પછી આપણે જોયું કે અત્યારે ૪ વર્ષનું બાળક જે પ્રકારે ગણિત સમજે છે તે કોમ્યુટર સમજતું નથી. અમેરિકાનું અવકાશ સંશોધન કેન્દ્ર જે ‘નાસા'ના ટૂંકા નામે ઓળખાય છે. તેણે એક યંત્ર-માનવ દ્વારા સાઈકલ ચલાવવાનો પ્રયોગ કર્યો. શ્રી જયોર્જ લિયોનાર્ડ કહે છે, બાર વર્ષનો બાળક જે સાઈકલ ચલાવી શકે તે રીતે ૬૦ લાખ ડોલરનો ‘નાસા'નો યંત્ર-માનવ સાયકલ ચલાવી શક્યો નહિ અને ભોંય ભેગો થયો ! વિજ્ઞાન અને કોમ્યુટરની નિષ્ફળતાના આ દાખલા આપીને શ્રી જયોર્જ લિયોનાર્ડ કહે છે કે, “We find it easy to imagine superhe man robots, but now science is showing us that our own abilities are even more remarkable' આમ, માણસ યંત્રોને ભવ્યતા બક્ષવા મથે છે તે ભવ્યતા તેના પોતાનામાં જ છે, તેમ શ્રી લિયોનાર્ડ કહેવા માગે છે. દા.ત. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ડો. બાર્બરા સાકીટે કરેલા પ્રયોગ ઉપરથી માલૂમ પડ્યું કે માનવની આંખ કોઈપણ વિજ્ઞાનનાં સાધનોનો ઉપયોગ કર્યા વગર પ્રકાશના ભિન્ન પાડેલા એક એકમને (કણને) જોઈ શકે છે. માનવીમાં અદ્દભુત શક્તિઓ રહેલી છે તેમ કહેવાની સાથે શ્રી લિયોનાર્ડ કહે છે કે, આ તમામ દિવ્ય શક્તિઓ આપણે સર્જન અને ક્રાંતિ માટે વાપરી શકતા નથી. આપણા શરીરની અંદરની અને મગજની ઘણી સૂતેલી શક્તિઓ નકામી પણ જતી હોય છે. કેટલીક શક્તિ વપરાયા પછીની જે સૂક્ષ્મ શક્તિ બાકી રહે છે તે વાપરવી કે ન વાપરવી તે આપણા હાથની વાત રહે છે. ‘સેટરડે રિવ્યુ” ના અંકમાં ૧૯૭૧ની સાલમાં એપોલો ૧૪ નામના ચંદ્રયાનમાં ચંદ્ર ઉપર પગ મૂકી આવેલા અવકાશયાત્રી શ્રી એડગર ડી. માયકલ પણ એક સ્વાનુભવનો લેખ લખ્યો છે. “આઉટર સ્પેસ ટુ ઈન્ટર સ્પેસ' નામના લેખમાં તેમણે એક વિપ્લવકારી જાહેરાત કરી છે. તેમણે જે કહ્યું છે તેનો સાર આમ છે : “મારી અવકાશયાત્રા દરમિયાન મેં પુથ્વી ઉપરના મારા ચાર સાથીદાર વિજ્ઞાનીઓને ટેલિપથી (માનસિક સંદેશા) દ્વારા મારા માનવમનની શક્તિ કેટલી છે તેનો ખ્યાલ મને આ અખતરા દ્વારા થયો હતો. એ પ્રકારે મનોવિજ્ઞાનના સંશોધનમાં અવકાશયાત્રીએ શું કામ રસ લેવો જોઈએ તેમ મને પૂછવામાં આવે છે. મને અવકાશયાત્રામાં તો રસ હતો જ પણ હવે મને મારા અંતરમનની અંદરના અવકાશની શોધ કરવામાં વધુ રસ છે. બાહ્ય અવકાશને તો ઢંઢોળી આવ્યા, જો કે મને જયારે ચંદ્ર ઉપર મોકલ્યો ત્યારે હું એક વ્યવહારુ વિજ્ઞાની ઈજનેર તરીકે ગયો હતો. વિશ્વના રહસ્યો શોધવામાં જે વિજ્ઞાનના હેતુઓ હતા, તેને અનુલક્ષીને મેં ૨૫ વર્ષ અવકાશ વિજ્ઞાનને લગતો અભ્યાસ કર્યો ખરો, પણ એપોલો૧૪ના અનુભવ વખતે મને થયું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીની કેટલીક મર્યાદાઓ છે. વિજ્ઞાનની આ મર્યાદાનો ભાસ તો યાત્રાના પ્રારંભમાં જ થયો. પૃથ્વી જેવા ગ્રહને વિશાળ અવકાશમાં મેં તરતો જોયો વાદળી અને શ્વેત રંગનો આ પાસાદાર હીરા જેવો સુંદર ઘાટ જોયો ત્યારે હું કુદરત ઉપર અવકાશજથી આત્મખોજ સુધી ૩૧૭ ૩૧૮ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182