Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 162
________________ જાણી શકે છે અને છતાં પણ જે તથ્યો સામે સ્પષ્ટ રહે છે એમને જૂઠાં પણ શી રીતે ઠરાવી શકાય ? ગુમ થઈ ગયેલા ડઝનો બાળકોનાં વાલીઓ લગભગ દરરોજ ક્રાઈસને પૂછવા આવે છે અને સાચી સ્થિતિની ખબર મેળવીને સંતુષ્ટ ચિત્તે પાછા ફરે છે અમેરિકાથી પાંચ હજાર માઈલ દૂરથી એક પ્રોફેસરે પોતાની ગુમ થયેલી છોકરીના સંબંધમાં પૂછ્યું. એના જવાબમાં ક્રાઈસેએ જણાવ્યું કે, ‘છોકરી સ્કૂલ જતી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની ગઈ. પોલીસે તેને બેભાન સ્થિતિમાં દવાખાને પહોંચાડી. આજે તેની હાલત સારી છે, ઘરનો પત્તો તે સારી રીતે જાણે છે. એટલે આજે જ તેને દવાખાનાવાળા ઘેર પહોંચાડી જશે.' તે જ દિવસે આ ઘટનાક્રમ કહ્યા પ્રમાણે બની ગઈ. છોકરી મલમ-પટા સાથે દવાખાનાની ગાડીમાં છ દિવસ પછી ઘેર પહોંચી ગઈ. એક મહિલાએ પૂછ્યું : ‘મારા જીવનની કોઈ જૂની ઘટના આપ જણાવી શકો છો ?’ ક્રાઈસેએ કહ્યું : “જ્યારે તું ૧૨ વર્ષની હતી ત્યારે એક સાહેલીએ તને ધક્કો માર્યો તેથી તું પડી ગઈ અને ત્યાં પડેલી એક ખીલી તારા પેઢામાં ઘૂસી ગઈ. હજી પણ એ જગાએ પેલા ઘાનું નિશાન મોજૂદ છે. ૨૭ વર્ષ જૂની આ ઘટના તે વખતે કોઈને પણ માલૂમ ન હતી. આ પ્રત્યક્ષ કથનથી એ મહિલા ચકિત થઈ ગઈ. એક માણસ પોતાના ખોવાઈ ગયેલા છોકરાં સંબંધી પૂછવા ગયો. ક્રાઈસેએ કહેવા માંડ્યું, ‘તે જંગલમાં સાયકલ પર ઝડપથી જઈ રહ્યો છે. એક બીજો સાઈકલ–સવાર તેનો પીછો કરી રહ્યો છે.’ એમ કહેતાં કહેતાં તે ચૂપ થઈ ગયા. આગળની વાત તેમણે ઘણીવાર સુધી જણાવી નહીં. પછી પોતાનું મૌન તોડતાં તે બોલ્યા, ‘હવે જણાવવાનું કશું બાકી રહેતું નથી. પીછો કરનારાઓએ છોકરાનું ખૂન કર્યું અને તેને ત્યાં જ દાટી દીધો.’ દાટવાની જગાની પૂરી માહિતી ક્રાઈસેએ આપી દીધી. એ માણસ પોલીસને લઈને એ જગ્યાએ પહોંચ્યો ત્યારે ખરેખર એ જ સ્થિતિમાં છોકરો મરાયેલો અને દટાયેલો મળી આવ્યો. પરામનોવિજ્ઞાની ‘ડગ તન હેફે’ ગેરાર્ડની અતીન્દ્રિય શક્તિની **多***** ભવિષ્યવાણી મામાની વ ૩૦૯ પરીક્ષા લેવાને માટે એક સંમેલનમાં પડેલી ખુરશી તરફ ઈશારો કરીને પૂછ્યું, ‘આવતી કાલે આ ખુરશી પર કોણે બેસશે ?' જવાબમાં ક્રાઈસેએ એક અજાણી મહિલાનું નામ જણાવ્યું. ખરેખર બીજે દિવસે એજ નામની કોઈ મહિલા એ ખુરશી પર બેઠી. આવી ઘટનાઓથી ગેરાર્ડ ક્રાઈસેએ આખા યુરોપમાં ખ્યાતી મેળવી. અતીન્દ્રિય ચેતના પર અવિશ્વાસ કરનારાઓનો પડકાર ઝીલીને તેમને તેમણે વિશ્વાસુ બનાવ્યા. આજ ગેરાર્ડ ક્રાઈસેએ વિશ્વના ભવિષ્ય પર પ્રકાશ પાડતાં હોલેન્ડનાં બુદ્ધિજીવી શિષ્ટમંડળની આગળ કહ્યું : “હું જોઈ રહ્યો છું પૂર્વના એક અતિપ્રાચીન દેશમાં એક મહાપુરુષનો જન્મ થયો છે. તે વિશ્વકલ્યાણની યોજનાઓ બનાવી રહ્યો છે. અસંખ્ય લોકો તેની પાછળ ચાલશે, એક એવા પ્રકાશનો ઉદય થશે કે જે વાતાવરણને પણ શુદ્ધ ક૨શે અને લોકોનાં અંતઃકરણોને પણ.” (૧૦) કેટલાંક પ્રમાણસિદ્ધ અને વિશ્વાસપાત્ર ભવિષ્યદર્શનો સંત સૂરદાસ મહાત્મા સૂરદાસે કલિયુગની વચ્ચે ૧૯મી સદી પૂરી થતાં અને વીસમી શરૂ થતાં એક હજાર વર્ષને માટે કલિયુગમાં સતયુગની અંતર્દશાનો પ્રારંભકાળ છે એમ કહ્યું તેમનું કથન છે – “અરે મન ધીરજ ક્યો ન ધરે ! એક સહસ્ર વર્ષ નૌ સૌ સે ઉપર ઐસા યોગ પરે ! સહસ્ર વર્ષ લો સતયુગ વરતે, ધર્મકી બેલ બઢે ! સ્વર્ણફૂલ પૃથ્વી પર ફલે, જગકી દિશા ફિરે : સૂરદાસ યહ હિર કી લીલા ટારે નહિ ટરે !” (૧૧) યોગી અરવિન્દ ઘોષ યોગી અરવિન્દ ઘોષે ભવિષ્યવાણી કરી હતી : “નવો । યુગ હવે બહુ દૂર નથી. હાલની મુશ્કેલીઓ, પ્રભાત થતા પહેલા રાત્રિનો અંધકાર વધારે ગાઢ થવાની માફક છે. નવો સંસાર hin કાકાઓ ૩૧૦ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182