Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 156
________________ ૨૦મી સદીના સંબંધમાં તેમનું કથન હતું, “પ્રકૃતિને એટલી કોપાયમાન પહેલાં કદી જોવામાં નહીં આવી હોય કે જેટલી તેને ૨૦મી સદીના અંતમાં જોવામાં આવશે. ઠેર ઠેર સૈનિક-ક્રાંતિઓ થશે.” ત્યારે સંસારને બદલનારી એક અદ્ભુત શક્તિ સક્રિય થશે, તે ન તો કોઈ દેશની રાજસત્તા હશે અથવા ન તો કોઈ વાદ કે પંથ હશે, પરંતુ એક એવી વ્યક્તિ હશે કે જે પોતાના સૌજન્ય દ્વારા સમસ્ત સંસારને એકતાના સૂત્રમાં બાંધી દેશે. ત્યાર પછી દુનિયામાં એ પ્રકારના સુખશાંતિ સ્થપાશે કે જેવાં આજ સુધી સંસારમાં કદી પણ આવ્યા નહીં હોય.” સન ૧૯૫૬ના જુલાઈ માસમાં સૌથી વધારે ભવિષ્યવાણીઓ કરનાર જાણીતા ભવિષ્યદ્રષ્ટા એક દિવસ સાંજના પોતાના ઓરડામાં બેઠા બેઠા કંઈક વિચારી રહ્યા હતા. એકાએક કંઈક વિચારીને તેમણે ઘરના બધાં માણસોને બોલાવ્યા, અને કહ્યું, ‘જુઓ ! આજની રાત મારા જીવનની છેલ્લી રાત છે. હું સવારમાં હોઈશ નહીં પરંતુ તમે મારા મૃત્યુથી દુ:ખી થશો નહીં. હું ભગવાનના કામમાં મદદ કરવા જઈ રહ્યો ભવિષ્યદ્રષ્ટાએ લખ્યું છે- “૨૦મી સદીના ઉત્તરાર્ધમાં વિજ્ઞાનનો વિકાસ એટલો બધો થશે કે દુનિયા નાસ્તિક થઈ જશે. સામાજીક આચાર-વિચારો ભૂંસાઈ જશે. ચારિત્ર્ય નામની કોઈ વસ્તુ રહેશે નહીં. ફેશનની ધૂમ મચશે. આ પરિસ્થિતિઓમાં પોતાની રીતે અનોખી “એક” વિશ્વવિખ્યાત વ્યક્તિ કોઈ મહાન ધર્મનિષ્ઠ પૂર્વના દેશોમાં જન્મ લેશે, આ વ્યક્તિ એકલી જ પોતાના નાના સહયોગીઓ દ્વારા આખા સંસારમાં ખળભળાટ મચાવી દેશે. આ ક્રાંતિકારીઓનો સમય ૨૦મી સદીના અંત અને ૨૧મી સદીની શરૂઆતનો છે. ત્યાર બાદ સંસારમાં સર્વત્ર માનવતાનું આધિપત્ય સ્થપાશે. લોકો આસુરી વૃત્તિઓનો ત્યાગ કરી દેશે અને સંસાર સ્વર્ગતુલ્ય સુખમય બની જશે. નોસ્ટ્રાડેમની આ ભવિષ્યવાણી પણ સાચી નીવડશે. એનાં પ્રમાણો (૧) એકવાર તેમણે આગાહી કરી- “ત્રણ મહિના પછી ફ્રાંસમાં ભયંકર પ્લેગ ફેલાશે, જેમાં લાખો લોકો મૃત્યુ પામશે,” ત્રણ મહિના સુધી એકપણ એવો બનાવ બન્યો નહીં. એકાણુમે દિવસે પહેલીવાર પેરિસમાં પ્લેગ હોવાની નાનીશી સૂચના મળી ત્યાર પછી જ પ્લેગે એટલું બધું જોર પકડ્યું કે, આખા ફ્રાંસમાં ખળભળાટ મચી ગયો અને આ ખળભળાટની સાથે નોસ્ટ્રાડમની ખ્યાતિ પણ આખા યુરોપમાં ફેલાઈ ગઈ. (૨) પ્લેગ પુરી થઈ ગયો ત્યારે કોઈએ તેમને પૂછયું, “આગળ બીજી મોટી ઘટના શું બનશે ?" તેમણે કહ્યું, સમ્રાટનું મૃત્યુ.” લઈને સિંહાસન પર આરૂઢ થયે ભાગ્યે ૩ અથવા ૪ વર્ષ થયાં હશે. તેમનું શારીરિક આરોગ્ય પણ સારું હતું. એક માસની અંદર જ સાધારણ મધુમેહ'ની બીમારીને કારણે તેમનું ઓચિંતુ મૃત્યું થઈ ગયું. આ વાતની લોકોને બિલકુલ સંભાવના જણાતી ન હતી. (૩) આના પછી તેમણે ફ્રાંસની ‘મેગીનોટ લાઈન’ નષ્ટ થવાની આગાહી કરી હતી કે જે સાચી પડી. (૪) જર્મનીના ભાગલા થવાની તેમની ભવિષ્યવાણી સાચી નીવડી. અમેરિકાના એક પછી એક કેટલાય રાષ્ટ્રપતિઓને મારી નાંખવામાં આવ્યા. એની ચેતવણી નોસ્ટ્રાડમે બહું આગળથી આપી હતી. - નહીં ખાંસી કે નહીં તાવ. નોસ્ટ્રાડેમના આ કથને બધાને વિસ્મિત તો કરી દીધા પરંતુ કોઈએ વાત માની નહીં. નોસ્ટ્રાડમ દરરોજની માફક જ ઊંઘી ગયા. જે જીવનભર બીજાઓની આગાહીઓ કરતા રહ્યા તેમની પોતાની માટેની ભવિષ્યવાણી ખોટી કેવી રીતે હોય ? તે રાત્રે ઊંઘી ગયા પછી ખરેખર તેમની નિંદ્રા તૂટી જ નહીં. (૪) આર્થર ચાર્લ્સ ક્લાર્ક વિજ્ઞાની અને ભવિષ્યવક્તા એ બંનેની ભૂમિકા નિભાવનાર આર્થર ચાર્લ્સ, આંતરરાષ્ટ્રીય કલિંગ ઈનામના વિજેતા તરીકે વિશ્વવિખ્યાત છે. તેમની દિવ્યદર્શનની શક્તિથી આખું વિજ્ઞાનજગત આશ્ચર્યચકિત થયેલું છે. સન ૧૯૫૯ના એક ભોજન સમારંભમાં તેમણે જાહેર કર્યું હતું કે, ‘૩૦મી જૂન, ૧૯૬૯નો દિવસ પૃથ્વીના ઈતિહાસનો સૌથી વધારે રોમાંચકારી દિવસ હશે. હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે, “પૃથ્વીનો કોઈ રહેવાસી તે દિવસે ચંદ્રમાં પર ઊતરશે.” આ ભવિષ્યવાણી સાચી ભવિષ્યવાણી ૨૯૭ ૨૯૮ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182