Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 155
________________ આવ્યું. સન. ૧૮૮૭માં જ્યારે કિચનર લશ્કરમાં એક સાધારણ કર્નલ હતા ત્યારે પ્રો. સીરોએ તેમને જણાવ્યું હતું : “આપ પર સન ૧૯૪૧માં એક મહાયુદ્ધની જવાબદારી આવી પડશે. એ દરમ્યાન આપનું મૃત્યું ૬૬ વર્ષની ઉમરે યુદ્ધના મેદાનમાં નહી પરંતુ સમુદ્રની કોઈ દુર્ઘટનામાં થશે.” આ ભવિષ્યવાણી સોએ સો ટકા સાચી નીકળી. લોર્ડ કિચનર જ્યારે યુગ મંત્રણા માટે અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે જર્મનની એક સબમરીને તેમને સમુદ્રમાં ડુબાડી દીધા. સીરોએ ઈઝરાયલ, આરબ રાષ્ટ્રો તથા ભારતના સંબંધમાં પણ મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ કરી હતી. પ્રોફેસર સીરોએ આગાહી કરી હતી, “..યુરોપની ખ્રિસ્તી જાતિઓ ફરીથી એકવાર યહૂદીઓને પેલેસ્ટાઈનમાં વસાવશે. જેને કારણે આરબ રાષ્ટ્રો તથા તેમના ઈસ્લામી મિત્રો ભડકી ઊઠશે. તેઓ વારંવાર ઈંગ્લેન્ડ તથા અમેરિકા વિરુદ્ધ ઉશ્કેરણીજનક નારા જગાવશે. યહૂદીઓની શક્તિ વધશે. ઓછી સંખ્યામાં હોવા છતાં પણ ઈશ્વરીય ચમત્કારની મદદથી યહૂદીઓ આરબોને પીટશે અને તેમનો ઘણો પ્રદેશ પોતાના કબજામાં કરી લેશે. ૧૯૭૦ પછી કોઈ સમયે એક વાર ફરીથી ઘણી જ ભયાનક લડાઈ થશે. જેમાં આરબ રાષ્ટ્રો બૂરી રીતે ખેદાન મેદાન થશે. આ વિનાશ પૂરો થયા પછી એક નવી સનાતન સભ્યતાનો ઉદય આખા વિશ્વમાં થશે. આ બધું સન ૨૦૦૦ પહેલાં થશે.” “ઈંગ્લેન્ડ ભારતને સ્વતંત્ર કરી દેશે, પરંતુ ધાર્મિક ટંટાથી ભારત બરબાદ થઈ જશે. એટલે સુધી કે દેશ હિન્દુ, બૌદ્ધ અને મુસલમાનોમાં વિભક્ત થઈ જશે.” જે દિવસોમાં આ આગાહી છપાઈ હતી એ દિવસો બ્રિટનના દમનચક્રના દિવસો હતા. કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું કે ભારત સ્વતંત્ર થશે. પરંતુ પ્રો. સીરોનું કથન હતું -“ભારતવર્ષનો સૂર્ય બળવાન છે અને કુંભ રાશિ પર છે, તેની ઉન્નતિને સંસારની કોઈ તાકાત અટકાવી શકશે નહીં.” એ પ્રમાણે સાચું થઈને રહ્યું પરંતુ બીજી આગાહી કે જેમાં દેશના ભાગલાની વાત હતી એને તો કોઈ બિલકુલ માનતું જ ન હતું પરંતુ આખી દુનિયાએ જોયું કે ભારતમાંથી લંકા, બ્રહ્મદેશ, તિબેટ વગેરે બૌદ્ધ રાજ્યો અલગ થઈ ગયાં અને મુસલમાનોનું પાકિસ્તાન બન્યું. 心 ભવિષ્યવાણી ***** ૨૯૫ પરંતુ ભારતના અતિ ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી. સીરો ઘણાં જ આશાવાન હતા. તેમનું કથન છે- “એક શુદ્ધ, ધાર્મિક સશક્ત વ્યક્તિ ભારતવર્ષમાં જન્મ લેશે એવો યોગ છે. એ વ્યક્તિ આખા દેશને જગાદી દેશે. તેની આધ્યાત્મિક શક્તિ દુનિયાભરની તમાસ ભૌતિક શક્તિઓ કરતાં વધારે સમર્થ હશે. બૃહસ્પતિનો યોગ હોવાને કારણે જ્ઞાન-ક્રાંતિની સંભાવના છે, તેની અસર આખી દુનિયામાં પડ્યા વિના નહીં રહે.” ફ્રાન્સના સુવિખ્યાત આત્મવેત્તા નોસ્ટ્રાડમે ૧૫મી સદીથી ૨૦મી સદી સુધીની લગભગ ૧૦૦૦ આગાહીઓ કરી છે તેમની આગાહીઓ પાછલાં ૫૦૦ વર્ષોથી આખા સંસારને પ્રભાવિત કરતી રહી છે. નોસ્ટ્રાડમનો જન્મ ફ્રાન્સના સેંટ રેમી નામના સ્થાનમાં ૧૩ ડિસેમ્બર, ૧૫૦૩માં થયો હતો. તે એ યુગના શ્રેષ્ઠ જ્યોતિષી અને અતીન્દ્રિય દ્રષ્ટા મનાવા લાગ્યા. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે ૨૦મી સદીમાં જર્મનીમાં એક એવો સરમુખત્યાર અસ્તિત્ત્વમાં આવશે, કે જે આખા યુરોપમાં પ્રલયકારી તાંડવ-દશ્ય ઉપસ્થિત કરી દેશે. તેનું નામ “હિટલર”. હશે. અને ખરેખર ફક્ત એક અક્ષરના તફાવતથી “હિટલર” આજ રૂપે જર્મનમાં અસ્તિત્ત્વમાં આવ્યો. એજ પ્રકારની તેમની બીજી આગાહી કોર્સીકા (ફ્રાન્સ)માં જન્મ લેનાર એક વીર સિપાહીની હતી કે જેના સંબંધમાં તેમણે કહ્યું હતું-‘આ વ્યક્તિ એક અજોડ ઐતિહાસિક પુરુષ થશે. તેની વીરતા આગળ અંગ્રેજો કંપી જશે. પરંતુ એક દિવસ તે ગિરફતાર થઈ જશે અને તેની પડતી થઈ જશે.’’ તેનું નામ શ્રી. નોસ્ટ્રાડમે “નેપોલિયન” જ જણાવ્યું હતું અને ખરેખર નેપોલિયન બોનાપાર્ટ નોસ્ટ્રાડમે આગાહી કરી હતી એવો જ થયો. તેમની ભવિષ્યવાણીઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ “માઈકેલ કી. નોસ્ટ્રાડમની સદીઓ અને સાચી ભવિષ્યવાણીઓ’ (સેન્ચુરીઝ એન્ડ ટુ પ્રોફેસીજ ઓફ ધી માઈકેલ ડી નોસ્ટ્રાડમ) પુસ્તકમાં મળે છે. “ધી ન્યુસ રિવ્યુ” નામનું માસિક વખતોવખત આ ભવિષ્યવાણીઓને છાપે છે અને એમની સત્યતાનું પ્રતિપાદન કરતું રહે છે. ૨૦મી સદીનો સૌથી વધારે ઉલ્લેખ કરનાર આ મહાન **市中心 ૨૯૬ hareshdangeredithe વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182