Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 154
________________ પ્રભુત્વ આખા એશિયા અને વિશ્વમાં છવાઈ જશે. તેના વિચારો એટલા બધા માનવતાવાદી અને દીર્ધદષ્ટિપૂર્ણ હશે કે સમસ્ત વિશ્વ તેનાં કથનો અને વિચારોને સાંભળવા લાચાર થશે. જ્યારે વિજ્ઞાન આખા વિશ્વમાંથી ધર્મ અને સંસ્કૃતિને નષ્ટ કરીને ખતમ કરી દેશે, ત્યારે તે ધાર્મિક ક્રાંતિની શરૂઆત કરશે અને ભારતવર્ષ એ બધાંનું આગેવાનું થશે. યુ.એન.ઓ. (સંયુક્ત રાષ્ટ્ર સંઘ) અમેરિકામાંથી તૂટીને ભારતવર્ષમાં જતી રહેશે. ત્યાં તેનું નવેસરથી સંગઠન થશે. ભારત વર્ષ લાંબા સમય સુધી તેનું આગેવાન અને અધ્યક્ષ રહ્યા કરશે. સાંપ્રદાયિક ખેંચતાણો બિલકુલ બંધ થઈ જશે. જો કે શાસનસૂત્રો કેટલીક બીજી વ્યક્તિઓનાં હાથમાં હશે પરંતુ એ બધા એક ધાર્મિક સંગઠનના આશ્રિતો હશે. ભારતવર્ષ કેટલાંક વિલક્ષણ શસ્ત્રોનું નિર્માણ કરશે. વિસાલયમાંથી કોઈ ગુપ્ત ખજાનો અને કીમતી સાંસ્કૃતિક જ્ઞાનનો ગુપ્ત ભંડાર મળશે. ઈઝરાયેલ અને ભારતવર્ષના મૈત્રીસંબંધો ઘણાં ગાઢ થશે. રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મની જેવા દેશો ભેગા મળીને પણ આજે જે વૈજ્ઞાનિક, ખગોળિય સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી, એ ભારતવર્ષ એકલું જ પ્રાપ્ત કરી લેશે. સન ૧૯૮૦ થી ૨૦૦૦ સુધીનો સમય ભારતવર્ષની ઝડપી પ્રગતિનો છે. આ અવધિમાં તેની ઉન્નતિને જોઈને લોકો દાંતો તળે આંગળીઓ દબાવશે, સૌથી વદારે આશ્ચર્યની વાત એ હશે કે, આ બધુ ધાર્મિક વિચારવાળા લોકો જ કરશે. આખી દુનિયાના લોકો ભારતીઓની માફક શાકાહારી થશે. દુનિયામાં એક એવી ભાષાનો વિસ્તાર થશે કે જે આજે સૌથી ઓછી બોલવામાં અને ભણવામાં આવે છે.” પ્રો. હરારે નવયુગના નિર્માતાના સંબંધમાં એક મહત્ત્વપૂર્ણ સ્વમ જોયું. એનાથી તે ઘણાં પ્રભાવિત થયા અને નિરંતર અનેક લોકોને સંભળાવતાં રહ્યા. એ સ્વપ્રનો સારાંશ આ પ્રમાણે છે : રાત્રિના પહેલા પહોરે જયારે હું ગાઢ નિદ્રામાં હોઉં છું ત્યારે સ્વપ્રમાં એક દિવસ પુરુષનાં હું દર્શન કરું છું, કોઈ જળાશયની નજીક બેઠેલા આ યોગીના મસ્તકમાં, જ્યાં બંને ભમરો મળે છે એ જગ્યાએ મને ચંદ્રનાં દર્શન થાય છે. તેના વાળ વિનાનાં જૂતા અથવા પાવડીઓ હોય છે. તેની આસપાસ ઘણાં સંત અને સજજન વ્યક્તિઓની ભીડ જણાય છે. તેમની વચ્ચે બળતી નાની-મોટી જવાળાઓને હું જોઉં છું. આ લોકો કશુંક બોલે છે અને અગ્નિમાં કંઈ નાંખે છે. એના ધુમાડાથી આકાશ છવાઈ રહ્યું છે. આખી દુનિયાના લોકો ત્યાં જ દોડતા આવી રહ્યા છે. તેઓમાંના કેટલાંક કષ્ટપીડિતો, અપંગ અને કંગળ હોય છે. તે દિવ્ય દેહધારી પુરુષ એ બધાને ઉપદેશ આપી રહ્યો છે. એનાથી બધાના મનમાં પ્રસન્નતા વ્યાપી રહી છે, અને લોકોનાં કષ્ટો દૂર થઈ રહ્યાં છે. લોકો એકબીજાના રાગદ્વેષ ભૂલીને પરસ્પર મળી રહ્યાં છે. સ્વર્ગીય વૃષ્ટિ થઈ રહી છે. ધીરે ધીરે આ પ્રકાશ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો છે અને કોઈ પર્વત પર દિવ્ય સૂર્યની માફક ચમકવા લાગે છે. ત્યાંથી પ્રકાશનાં કિરણો વરસાદના જળની માફક ફેલાય છે. અને આખા પૃથ્વીમંડળને આચ્છાદિત કરી લે છે. બસ આટલે આવીને સ્વપ્રનો અંત આવી જાય છે.” (૩) પ્રો. સીરો ઈંગ્લેન્ડના વતની પ્રો. સીરો, જેમને પશ્ચિમની દુનિયામાં જ્યોતિષના જાદુગર કહેવામાં આવતા હતા, તેમની ભવિષ્યવાણીઓએ લોકોને ઘણીવાર ચોંકાવ્યા રે ! વ્યક્તિઓ, સંપ્રદાયો તથા રાષ્ટ્રોના સંબંદમાં તેમણે એવી એવી વાતો જાહેર કરી હતી કે જે એકદમ અસંગત લગતી હતી, પરંતુ ભવિષ્યનાં ઘટનાચક્ર તેમણે સાચાં પુરવાર કરી દીધાં. તેમણે દક્ષિણ આફ્રિકાની લડાઈનાં. મહાન વિક્ટોરિયાના મૃત્યુનાં તથા એડવર્ડ સાતમાનાં મૃત્યુના બરાબર માસ અને દિવસે જાહેર કરીને લોકોને કુતૂહલના અંતિમ બિંદુ સુધી પહોંચાડી દીધા હતા. ઈટાલીના શાસક હર્બર્ટનું ખૂન, રશિયાના ઝારનું પતન અને તેના પરિવારના દરેક સભ્યની કતલ થવી, જર્મનીના પહેલા યુદ્ધનો બરાબર સમય વગેરે બાબતો તેમણે વર્ષો પહેલાં જણાવી દીધી હતી. તે સમયે ભલે લોકોને શંકાઓ થઈ પરંતુ જ્યારે એ ઘટનાઓ હકીકત બનીને સામે આવી, ત્યાં પ્રો. સીરોની અતીન્દ્રિય ક્ષમતાઓથી તેમને હાર માનવી પડી. લોર્ડ કિચનર અંગેની તેમની ભવિષ્યવાણીને પણ ઘણું મહત્ત્વ આપવામાં ભવિષ્યવાણી. ૨૯૩ ૨૯૪ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182