Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 157
________________ પડવામા માત્ર ૨૦ દિવસનો તફાવત પડ્યો. એનું કારણ એ હતું કે એક ‘એપોલો' કેપ કેનેડીમાં જ બળી ગયું. એ જો ન બળ્યું હોત તો કદાચ આ ૨૦ દિવસનો તફાવત પણ ન પડત. આ ઉપરાંત તેમની ચીન અને પાકિસ્તાન વચ્ચેની મૈત્રીની, રસિયા અને ચીન વચ્ચેના સંઘર્ષની, ઈજિપ્ત અને ઈઝરાઈલ વચ્ચેના યુદ્ધની આગાહીઓ પણ સમયની કસોટી પર સાચી પુરવાર થઈ ચૂકી છે. ડો. કલાર્કે “ર૦૦૧ સ્પેસ ઓડેસી” નામની આંતરરાષ્ટ્રીય ખ્યાતિવાળી ફિલ્મ બનાવી, કે જેમાં ૨૦મી સદી પૂરી થતાં ૨૧મી સદીની શરૂઆતમાં દુનિયાનું બદલાયેલું ચિત્ર કેવું હશે એ બતાવવામાં આવ્યું છે. ડો. આર્થર ચાલર્સ ક્લાર્કનું નવયુગ અવતરણ સંબંધી કથન આ પ્રમાણે છે : એ સમય આવી ગયો છે કે જયારે સંસારમાંથી વર્ણભેદ, જાતિભેદ, લિંગભેદ તથા રાષ્ટ્રો વચ્ચેના ભેદભાવ નાબૂદ થઈ જશે. આખી દુનિયાના લોકો ભાઈભાઈની માફક રહેશે. કોઈ દેશમાં કોઈ એકાદ મુકદમો ઉપસ્થિત થશે તો લોકોને આશ્ચર્ય થયા કરશે, કે પૃથ્વીમાં એવો કોણ માણસ છે કે જેના મનમાં દ્વેષ, છળ અથવા વેરઝેર છે? આખી પૃથ્વી પર એકજ ધર્મ-માનવધર્મની સ્થાપના થશે. માનવતાના વર્તુળો અત્યારે જેવાં મર્યાદિત છે તેવા આગળ ઉપર નહીં રહે. એશિયાના કોઈ દેશ (ભારતવર્ષ તરફ સંકેત) માંથી થોડાજ દિવસોમાં એક પ્રચંડ વિચારક્રાંતિ ઊઠવાની છે. તે ૧૯૭૧ સુધી એ દેશમાં અને એનાં ૧૦ વર્ષ પછી આખા વિશ્વમાં એવી રીતે ગુંજી ઊઠશે કે માનવીનાં ઊંઘતા અંતઃકરણને જાગવાની ફરજ પડશે. આજે જે શક્તિઓ તરફ લોકોનું ધ્યાન પણ નથી જતું, તે શક્તિઓ ત્યારે જન-જનની શોધ અને અનુભવનો વિષય બની જશે. વિજ્ઞાન એક નવો વળાંક લેશે, કે જેમાં આધ્યાત્મિક તત્ત્વોની અધિકતા હશે. આખા વિશ્વને એક સૂત્રમાં બાંધવામાં આધાર આ આધ્યાત્મિક સિદ્ધિઓ અને સામર્યો જ હશે.” (૫) પ્રો. બેજી લેટિન સ્પેનના સમાચારપત્ર “સાયન્સ વેસ્ટ-મિનિસ્ટર’માં સન ભવિષ્યવાણી ૧૯૨૬માં એક દિવ્યદર્શી પ્રો. બેજી લેટિનની ભવિષ્યવાણીઓ છપાઈ હતી. એમાંથી ઘણી ખરી આ લાંબી અવધિમાં સાચી નીવડી છે. એટલે તેમની આગામી ભવિષ્યવાણીઓ સાચી પુરવાર થવાની વાત પર પણ સંસારભરમાં ભરોસો રાખવામાં આવે ચે. તેમણે લખ્યું છે. “મશીનોનો યુગ સંસારમાં વાયુની અશુદ્ધિને એટલી બધી વધારી દેશે કે સન ૧૯૮૧ સુધીમાં પ્રકૃતિનું સંતુલન બગડી જશે. એનાથી આખા સંસારમાં પ્રકૃતિના કોપથી લોકોને ભારે કષ્ટ ઉઠાવવાં પડશે. અને પ્રલય જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ જશે. ત્યાર પછી પૂર્વમાં નવી સભ્યતાનો ઉદય થશે. ભારતનો કિસાન આગળ વધીને વાયુમંડળને શુદ્ધ કરશે, અને સંસારમાં વ્યાપેલા કલહ અને અનાચારને શાંત કરવામાં પણ તેનો જ પ્રભાવ અસરકારક નીવડશે, સન ૧૯૩૦થી સન ૨૦OO સુધીનો સમય વિશ્વપરિવર્તનનો કાર્યકાળ છે. આ સમય દરમિયાન એક એવી શક્તિ પ્રગટ થશે કે જેના પ્રભાવથી ત્રણ ચતુર્થાશ નાસ્તિકો આસ્તિક બની જશે. નવા યુગમાં લોકો ભાઈ-ભાઈની માફક પ્રેમપૂર્વક રહેશે. દેશ, ધર્મ અને જાતિની સીમાઓ તૂટીને વિશ્વવ્યાપી ઉત્પન્ન થશે.” (૬) શ્રીમતી બોરિસ્કા - હંગેરીનાં દિવ્યદર્શી મહિલા બોરિસ્કાએ રાજનૈતિક ભવિષ્યવાણીઓ સંબંધી ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સંસારના મોટા રાજનીતિજ્ઞો પોતે ગૂંચવાયા હોય એવા પ્રસંગો પણ ઘણું કરીને તેમની સલાહ મેળવતા હતા કારણ કે તેમનાં કથનો સામાન્ય રીતે સાચા નીવડતા હતા. એક અંગ્રેજ રાજનેતાઓ બોરિકાને ભારત અને ઈંગ્લેન્ડના સંબંધો વિષે પૂછયું. સ્વતંત્રતા આપવાના સંબંધમાં તે દિવસોમાં ઈંગ્લેન્ડનો કોઈપણ રાજનૈતિક પક્ષ તૈયાર ન હતો. એ વાત પણ પેલા રાજનેતાએ કહી. બોરિસ્કાએ હસતાં હસતાં કહ્યું- “સને ૧૯૪૪ પછી ભારતની સ્વતંત્રતાને દુનિયાની કોઈ શક્તિ અટકાવી શકશે નહીં. એટલું જ નહીં, ભારત સંસારમાં શાંતિસ્થાપનાની નેતાગીરી પણ કરશે.” શ્રીમતી બોરિસ્કાએ ભારતની આઝાદી ૧૯૪૪ પછી થવાનું ભાખેલું. ભારતના ભાવિનું ચિત્ર તેમણે આ પ્રમાણે આપ્યું છે :જણાઈ વાણીના વાઈસાહથી શાળા 01 ts શાળા છે ડાઉના ગાતા ગાતાજા શાશથage થઈ ગાઈ શકવાના પાણી વિજ્ઞાન અને ધર્મ ૨૯૯ ૩૦૦

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182