Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 153
________________ ક્લાર્ક કરતાં ઓછું મહત્ત્વ આપવામાં નથી આવતું. તેમના કેટલાંક પૂર્વાભાસો એટલા સાચા નીવડ્યા કે જાણે કે એ ઘટનાઓ તેમણે જ રચી ન હોય ! જાપાન, મંચુરિયા અને ઈટાલી આલ્બેનિયા અને ઈથિયોપિયા ૫૨ કબજો જમાવશે એવી તેમની આગાહીને કોઈએ માની ન હતી. પરંતુ સન ૧૯૩૯ થી ૧૯૪૨ સુધીમાં આ બધી ઘટનાઓ સાચી નીવડી ચૂકી. હિટલરની સેનાઓ ડેનમાર્ક, બેલ્જિયમ, લક્ઝેમ્બર્ગ જીતી ચૂકી હતી ત્યારે કોઈએ તેમને પૂછ્યું “શું હિટલરની વિરુદ્ધ ફ્રાંસનો પણ પરાજય થશે ?’ ત્યારે શ્રી. વર્ગે જણાવ્યું કે સન ૧૯૪૦ના જૂનની ૨૦મી તારીખે ફ્રાંસ હાર કબૂલ કરી લેશે. ૨૦મીએ તો નહીં પરંતુ તારીખ ૨૨ મીએ ફ્રેન્ચોએ આત્મસમર્પણ કરી દીધું હતું. ચીન અણુબોમ્બ બનાવી લેશે, મધ્યપૂર્વમાં આગ ભભૂકશે અને આરબોનો ઘણો પ્રદેશ ઈઝરાયલ પાસે જતો રહેશે એ કથનો પણ અક્ષરશઃ સત્ય નીવડતાં લોકોએ જોયાં. ભવિષ્યવાણીઓના પ્રભાવને લીધે જ એક સમયે ફ્રાંસ અને યુરોપના મોટા ભાગના નેતાઓ ગ્રહ-નક્ષત્રોનું પૂરું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ કોઈ જોખમવાળું કામ કરતા હતા. ભારતના વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન સુદ્ધાંએ માન્યું હતું કે “કોઈ અદશ્ય સત્તા સંસારમાં વિચારપૂર્વક કામ કરી રહી છે. તેની યોજનાઓને મનુષ્યો સમજી શકતા નથી પરંતુ જેમની પાસે સૂક્ષ્મ બુદ્ધિ છે એ લોકો તેનાં ભાવિ વિધાનો પણ જાણી લે છે. આ પ્રસંગો મનુષ્યના અહંકારને ઓછો કરે છે અને જીવનનાં સત્યો પ્રત્યે આગ્રહશીલ થવાની પ્રેરણા પણ આપે છે.” નવ યુગના અવતરણના સંદર્ભમાં જુલેવર્ન કહે છે – “મને આભાસ થાય છે કે આ અધ્યાત્મિક ક્રાંતિ ભારતવર્ષમાંથી ઊઠશે. એના સંચાલનના સંબંધમાં મારા વિચારો જેની ડિક્સનથી એ રીતે ભિન્ન છે કે, એ વ્યક્તિ (સંચાલક) જન્મ લઈ ચૂકી છે. આ સમયે તે ભારતવર્ષમાં કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં પરોવાયેલી હોવી જોઈએ. આ વ્યક્તિએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધેલો હોવો જોઈએ અને તેના અનુયાયીઓની મોટી સંખ્યા પણ છે. તેના અનુયાયીઓ એક સમર્થ સંસ્થા રૂપે પ્રગટ થશે અને જોતજોતામાં આખા વિશ્વમાં પોતાનો ***诊 ભવિષ્યવાણી 本******** ૨૧ પ્રભાવ જમાવી લેશે તથા અસંભવિત જણાતાં પરિવર્તનોને આત્મશક્તિના માધ્યમથી સરળતા અને સફળતાપૂર્વક સંપન્ન કરશે.” (૨) પ્રો. હરાર ઈઝરાયલના એક ધર્મનિષ્ઠ યહૂદી કુટુંબમાં જન્મેલા પ્રો. હારાર મધ્યપૂર્વ, આફ્રિકા તથા યુરોપના બહુ મોટા ક્ષેત્રમાં એક વિખ્યાત દિવ્યદર્શી રૂપે પ્રખ્યાત છે, નાના માણસોથી માંડીને રાજકર્તાઓ સુદ્ધાંએ તેમને સાચા પુરવાર થતા જોયા છે અને તેમની પ્રશંસા કરી છે. અરબસ્તાનના શાહ મુહમ્મદ કોઈ મુસાફરીએ જવાના હતા. તૈયારી થઈ રહી હતી. હરારે કહ્યું કે આ દોડધામ નકામી છે. કારણ કે શાહ જઈ શકશે નહિ. આશ્ચર્યની બાબત એ બની કે મુસાફરીના એક દિવસ પહેલાં શાહ ઘોડા પરથી પડી ગયા અને જવાનું અટકી ગયું. થોડા સમય પછી ફરીથી મુસાફરીનો કાર્યક્રમ બન્યો. હરારે ફરીથી કહ્યું હજી તેમની મુસાફરીએ જવાની કોઈ આશા નથી. તૈયારીઓ ચાલતી રહી પરંતુ ચોક્કસ કરેલી તિથિથી થોડા જ સમય પહેલા એક ભારે ધરતીકંપ થયો. એ નુકસાનને પહોંચી વળવાના અતિશય કામને લીધે ફરીથી તેમને રોકાઈ જવું પડ્યું. એક વર્ષ પછી ફરીથી મુસાફરીનો સરંજામ તૈયાર કરવામાં આવ્યો. ફરીથી પણ હરારે કહ્યું કે આ વખતે પણ શાહ જઈ શકશે નહીં. મુસાફરી શરૂ થઈને થોડા જ માઈલ પહોંચી હતી એટલામાં જ કોઈ પડોશી દેશના આક્રમણની સૂચના ગુપ્તચરોએ આપી અને તેમને તરત પાછા ફરવું પડ્યું. શાહ પ્રો. હરારની અદ્ભુત શક્તિથી ઘણાં પ્રભાવિત થયા. અને તેમને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા. ઈજિપ્ત-ઈઝરાયેલ યુદ્ધથી માંડીને તેમણે અનેક ભવિષ્યવાણીઓ કરી એ બધી સાચી નીવડી. આગામી દિવસો માટે પણ તેમણે ઘણી મહત્ત્વપૂર્ણ આગાહીઓ કરી છે. યુગપરિવર્તનના સંબંધમાં તેમના વિચારો આ પ્રમાણે છે : “એવા કોઈ દિવ્ય પુરુષનો જન્મ ભારતવર્ષમા થયો છે કે જે સન ૧૯૭૦ સુધી આધ્યાત્મિક ક્રાંતિનાં મૂળ કોઈપણ જાતની લોકકીર્તિની આશા વિના, અંદર ને અંદર જમાવતો રહેશે પરંતુ ત્યાર બાદ તેનું ૨૯૨ 5**66*6*6 વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182