Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 137
________________ પોતાનું નામ જોડવાની બ્રિટિશ ઈજનેરોની ઈચ્છા નથી. હવે આપણે જાણીએ છીએ કે, સુએઝ નહેર એક ખૂબ જ વ્યવહારુ યોજના સાબિત થઈ ચૂકી છે. પણ સુએઝ નહેરનું સર્જન પૃથ્વી સપાટ છે એ સિદ્ધાન્ત લક્ષમાં રાખીને થવા પામ્યું છે. સુએઝ નહેરની યોજના હાથ ધરતાં પહેલાં તેના સર્જક ફ્રેન્ચ ઈજનેર દ. લેસોસે પોતાના બે સાથી ઈજનેરો લીનીત બે અને સુગલ બે ને સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે, “સદ્ગૃહસ્થો પૃથ્વી સપાટ છે એમ માનીને આપણે આ નહેર તૈયાર કરવાની છે.” સને ૧૮૭૭માં બ્રિટનની પાર્લામેન્ટે અગાઉના એક કાયદામાં એક સુધારો પસાર કર્યો. આ સુધારામાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભવિષ્યમાં રેલવે અને નહેરોના બાંધકામ માટેનાં એવા ઈજનેરોના ટેન્ડરો વિચારવામાં આવશે કે, “જેઓ પૃથ્વીના કહેવાતા વળાંક માટે કોઈપણ પ્રકારનો વાંધો લેતા ન હોય.” આ કાયદો હજુ આજે પણ બ્રિટનની ધા૨પોથી પર છે. ભૂગોળ અંગેની માન્યતા અહીં રજૂ કરવામાં આવી છે એનું કારણ એટલું જ છે કે, આજે જે માણસો વિજ્ઞાનની વાતોની ઘેરી અસર નીચે આવી ગયા છે તેમને એટલું જ બતાવવું છે કે, વિજ્ઞાન પણ ઘણાં મતભેદોથી ભરપૂર છે. એ માત્ર સંશોધનવૃત્તિવાળું જ્ઞાન જ છે. એમાં ઘણું અધૂરું હોઈ શકે. એને પૂર્ણ માની લેવાની ભૂલ કરી લઈને ધર્મના તત્ત્વજ્ઞાનની વાતોને એકજ ધડાકે ફગાવી દેવાની ધૃષ્ટતા કરવી જોઈએ નહિ. એ કરતાં એને વિચારવાની તક આપવી જોઈએ. જૂનાને તિરસ્કારવાની આજે એક ફેશન પડી છે. એનું જ આ પરિણામ છે. માટે હજી પણ એક વાત કહેવાની જરૂરી લાગે છે કે પૃથ્વીના સ્થિરત્વની વાતને એકદમ અવગણી નાંખવી ન જોઈએ. ક્રેસ્ટાઈલ એલંકાજો નામના ગણિતશે પણ પૃથ્વીના ભ્રમણની વાતને માન્ય નથી રાખી. અલિગઢની ભૂજ્યોતિષચક્ર વિવેચનસભાએ પૃથ્વીને મા એક એકરનું એક કામ કર *********** પૃથ્વી અને તેનું પરિભ્રમણ ૨૫૯ ફરતી ન માનવાની તરફેણમાં ઘણું સાહિત્ય જગતને પીરસ્યું છે. ધી ફોર્ટિયન લો સોસાયટી નામની એક સંસ્થા ન્યૂયોર્કમાં છે, જેના અનેક સભ્યો પૃથ્વીને ફરતી માનતા જ નથી. ‘અર્થ ઈઝ નોટ એ ગ્લોબ' પુસ્તકના અમેરિકન લેખક પોતાના એ પુસ્તકમાં પૃથ્વીને સ્થિર માનવાની તરફેણમાં ઘણી દલીલો રજૂ કરે છે. ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા આ વિષયને આપણે તટસ્થદષ્ટિથી વિચારશું તો એમ ચોક્કસ લાગે છે કે, એક વખત તત્ત્વજ્ઞાનમાં વિજ્ઞાન જરૂર મળી જશે. ૨૬૦ હ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182