________________
૨૮. વિર્ભાગજ્ઞાન અને પિટર હરકોસ
હમણાં જ જેની વાતો કરવી છે તે પિટર હરકોસ નામના માણસે સમગ્ર વિશ્વમાં હલબલ મચાવી દીધી છે. એક વખતનો રંગારો આજે અમેરિકન સરકારના અંગત નિધિ સમો બની ગયો છે.
કહેવાય છે કે એને વિશિષ્ટ કોટિનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. એના બળથી એ આંખને અપ્રત્યક્ષ એવી ઘણી માહિતીઓ આપે છે. આ વાતનો મેળ જૈનદર્શનના સિદ્ધાંતો સાથે મળી જાય છે.
જૈનદર્શનમાં જ્ઞાનના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમનાં નામો આ પ્રમાણે છે : મતિવિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન,
જગતનું સ્વરૂપ જેવું છે તેવું જ માનનારા, યથાશક્ય છોડવા જેવાને છોડનારા અને સ્વીકારવા જેવાને સ્વીકારનારા, વળી કદાચ છોડવા જેવું પણ ન છૂટી શકે, અને સ્વીકારવા જેવું ન સ્વીકારી શકે તેવા આત્માઓ પણ માન્યતામાં તો છોડવા જેવાને છોડવા જેવું જ સમજે અને સ્વીકારવા જેવાને સ્વીકારવા જેવું જ જાણે , તથા એવું કહેનાર વ્યક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે એવા સત્યના કટ્ટર પક્ષપાતી આત્માઓને આ પાંચ જ્ઞાનો પૈકી એક, બે યાવતુ ચાર જ્ઞાન પણ હોઈ શકે છે. જે વીતરાગ બને છે તેમને જ પાંચમું જ્ઞાન હોય છે.
પણ જગતમાં એવા પણ માનવો છે, જેઓ હિંસા, જૂઠ વગેરે છોડવા જેવાને પ્રેમથી ચાહે છે, સત્ય-દયા વગેરેને સ્વીકારવા જેવા છે, તેમને તિરસ્કારે છે. આવા માણસો સ્કૂલના શિક્ષક હોય, કોલેજના પ્રોફેસર હોય, રે ! સમર્થ ચિંતકો હોય તો પણ તેમને ઉપરના પાંચ પૈકી એકપણ જ્ઞાન સંભવતું નથી. ઊલટું, તેઓ પાસે જે જ્ઞાન છે તે તેમના રાગ-રોષને વધારનારું હોવાથી તેમને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે. જે ચિંતન-મનનથી રાગ વગેરે દોષો ટળે નહીં તે મનન (મતિ)
વસ્તુતઃ અજ્ઞાન છે, જે સાંભળેલું (શ્રુત) રાગાદિ દોષોની સામે લાલ આંખ કરવા ન દે તે શ્રુત પણ વસ્તુતઃ અજ્ઞાન છે.
એજ રીતે આવા આત્માઓને પણ વિશિષ્ટ મર્યાદાનું જે જ્ઞાન થઈ જાય છે તેને વિભંગશાન કહેવાય છે.
જગતનું સત્યદર્શન કરનારા આત્માના જે જ્ઞાનને અવધિજ્ઞાન કહેવાય છે, તે જ જ્ઞાન અપાત્રે જાય તો વિલંગજ્ઞાન કહેવાય છે. ફરક માત્ર એટલો કે વિર્ભાગજ્ઞાનવાળો આત્મા સત્યનો કટ્ટર પક્ષપાતી ન હોય, ટૂંકમાં, અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન આમ તો બેય એકજ છે પરંતુ તેના સ્વામીના ભેદથી તેનામાં કેટલોક ભેદ પડી જાય છે.
આ જ્ઞાનને અવધિજ્ઞાન કહેવામાં આવે છે તે તદન યથાર્થ છે. કેમકે અહીં જ્ઞાન હોય છે તે અવધિ (limited) વાળું હોય છે. જે આત્માને આ જ્ઞાન થાય છે તેને પાંચ માઈલ, પચ્ચીસ માઈલ કે હજારો-લાખો માઈલની અવધિ સુધીમાં જેટલા રૂપી પદાર્થો હોય તે બધાનું જ્ઞાન થાય છે. આપણે તો આંખેથી દેખાય તેટલું જ જાણી શકીએ, જ્યારે આ આત્માઓ પોતાના જ્ઞાનની અવધિમાં આવતાં તમામ રૂપી પદાર્થોને-આંખેથી દેખ્યા વિનાઆત્માથી જ જાણી લે છે.
આ અવધિ જ્ઞાનના છ પ્રકારો જણાવવામાં આવ્યા છે.
૧. અનુગામી, ૨. અનનુગામી, ૩. વર્ધમાન, ૪. હીયમાન, ૫. પ્રતિપાતિ, ૬. અપ્રતિપાતિ.
(૧) અનુગામી અવધિજ્ઞાન હાથમાં રાખેલી ટોર્ચલાઈટ જેવું છે. ટોર્ચલાઈટવાળો માણસ જ્યાં જાય ત્યાં તેની આસપાસની અમુક મર્યાદામાં બધે પ્રકાશ પડ્યા કરે અને તે પ્રકાશમાં દેખાતી તમામ વસ્તુને તે જોઈ શકે, પાછળ તો અંધારું થતું જાય એટલે હવે પાછળની વસ્તુને તે જાણી ન શકે.
જેને આ પ્રકારના અવધિજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય તેને આવું જ બને છે. એ જે પ્રદેશમાં ઊભો રહ્યો હોય તે પ્રદેશની ચોમેરથી ૫, ૨૫ કે હજારો માઈલની અવધિનું તેને જ્ઞાન થઈ જાય.
(૨) જયારે અનનુગામી અવધિજ્ઞાન તો થાંભલાને બાંધેલા reategoriestatement #tag #taetteeeeeee ૨૬૨
વિજ્ઞાન અને ધર્મ
વિર્ભાગજ્ઞાન અને પિટર હરકોસા
૨૬