Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 146
________________ આવ્યાં છે, તે ‘સ્કોન'નો પ્રસિદ્ધ પથ્થર (સ્ટોન ઓફ સ્કોન) ૧૯૫૧માં ચોરાયો હતો. દુનિયાભરમાં પ્રસિદ્ધ પામેલ બ્રિટનના જાસૂસીખાતાસ્કોટલેંડ યાર્ડે આ પથ્થર શોધી કાઢવા માટે આકાશ-પાતાળ એક કરેલાં, તે છતાં એને પોતાના પ્રયાસમાં સફળતા નહોતી મળી. અનેક પ્રયત્નો કરવા છતાં ન મળ્યો પથ્થર કે હાથ ન લાગ્યો ચોર ! છેવટે સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓને હરકોસનું શરણું શોધવું પડ્યું. ખાસ વિમાન મોકલી હરકોસને લંડન તેડાવ્યો અને વિમાનમાંથી ઉતારીને સીધો જ તેને વેસ્ટમિનસ્ટર એબી ખાતે લઈ જવામાં આવ્યો. વેસ્ટમિનસ્ટર એબીમાંની રાજ્યાભિષેકની ખુરશી આગળ જઈ હરકોસ ઘૂંટણીયાભેર બેઠો પછી એ સ્થળનો સ્પર્શ કર્યો. અને ત્યાર બાદ તરત જ બોલવા લાગ્યો : ‘ચોરીમાં પાંચ માણસોનો હાથ છે. કેટલાંક અંદર દાખલ થયેલા, કેટલાંક બહાર રહેલા. મોટર લઈને આવેલા આ લોકો છે. એની મોટરનો નંબર...' આમ કહી નંબર દર્શાવ્યો. પછી આગળ ચલાવ્યું : ‘લોઅર થેમ્સ સ્ટ્રીટમાં ચોરનું રહેઠાણ છે, ને એનો નકશો આમ છે...’ આમ કહી નકશો દોરી બતાવ્યો. આ પહેલાં કદી તે ઈંગ્લેંડ આવ્યો ન હતો. પરંતુ તેણે પોતાની અદ્ભુત માનસિક શક્તિને આધારે ખરેખર નકશો દોરીને અફસરોના હાથમાં મૂક્યો ! ચોરોએ જે ચાવી વડે એબીનો દરવાજો ખોલેલો એ ચાવી પોલીસે હરકોસના હાથમાં મૂકી. ચાવીનો સ્પર્શ કર્યા બાદ તરત તે પોલીસ અફસર સાથે મોટરમાં બેસીને ઊપડ્યો અને બ્રીક લેઈનમાંના જે લુહારની દુકાને ચોરોએ જરૂરી હથિયાર, ઓજારો ખરીદેલાં તે દુકાનની સામે જ મોટર ખડી રખાવી ! મોટરમાં બેઠાં બેઠાં જ તેણે અમલદારને જણાવ્યું, ‘આ છે, તે દુકાન. અહીંથી સ્ટોન ઓફ સ્કોન ચોરવાનાં સાધનો ખરીદ્યાં હતાં. સાધનો ખરીદવા બે જણ આવેલ હતા.’ પછી પેલા ચોરોનાં રૂપરંગનું, તેના પોશાકનું વર્ણન કર્યું તથા એને લગતી કેટલીક સાચી અને રહસ્યભરી હકીકતો રજૂ કરી. છેવટે, એ પણ _001& 118111 11 વિભંગજ્ઞાન અને પિટર હરકોસ anese ૨૭૭ દર્શાવ્યું કે, ‘પથ્થર લંડનમાં સંતાડવામાં આવેલો પરંતુ હાલ લંડનમાં નથી. ગ્લાસગોમાં છે.' આમ તેણે ચોરીનું કોકડું ઉકેલી નાંખ્યું. પછી તો પૂછવું જ શું ? સ્કોટલેન્ડ યાર્ડનું જાસૂસીખાતું દુનિયાભરમાં નામચીન હતું. પળના પણ વિલંબ વગર પોલીસ કામે લાગી ગઈ અને જોતજોતામાં જ ચાર ચોરને પકડી પાડયા. આ ચાર ચોર સ્કોટલેંડના જ હતા. હરકોસે પાંચમો માણસ બતાવેલો તેને પણ પકડ્યો પરંતુ એ બાપડો તો એક નિર્દોષ રાહદારી હતો. વળી પરદેશી હતો. એબી આગળથી પસાર થતો હતો ત્યારે એના દરવાજા પાસે ઊભેલા ચોર સાથે એણે ફક્ત અજાણતાં થોડી વાતચીત કરેલી એટલું જ. અને તે વાતચીતને પણ આ ચોરી સાથે કશું લાગતું વળગતું ન હતું, આથી છેવટે એને છોડી મૂકવામાં આવ્યો અને તે પણ હરકોસની આગ્રહભરી સૂચનાથી જ. *李李 ૨૭૮ *****章劇 વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182