Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 145
________________ અમારા કપ્તાન સાથે એ વિષે વાત કરશો ?” હું કપ્તાનને મળ્યો. કપ્તાને કહ્યું, ‘આ જહાજ પર એક વિચિત્ર ઘટના બની રહી છે. કાં તો બહુ ચાલાક ચોર જહાજ ઉપર છે, અથવા પછી કંઈ ન સમજાવી શકાય તેવું કાંઈક છે. જહાજમાં ખાવા-પીવા માટે ચાંદીના વાસણ છે, એમાંથી લગભગ સોળહજાર ડોલરનાં વાસણો અત્યાર સુધીમાં ગુમ થયા છે.” વાત સાંભળીને મને આશ્ચર્ય થયું અને રસ પણ પડ્યો, પણ આ વાતનું રહસ્ય શોધવા માટે તો મારે જહાજ પરના એકેએક માણસને જોવો જોઈએ. જહાજ ઉપર લગભગ પાંચસો ઉતારુ હતા. એ બધાને મળવું તો અઘરું હતું. પછી મને વિચાર આવ્યો કે પહેલાં હું મારું પ્રદર્શન યોજું. સંભવ છે કે પ્રદર્શન જોવા લગભગ બધા લોકો હાજર રહે ને એમાંથી વાસણ ચોરનારનો પત્તો મળે. પ્રેક્ષકોમાં એ નહિ હોય તો પછી જોવા નહિ આવેલા લોકોમાં એ જરૂર હોવો જ જોઈએ. એવા લોકોને પછી હું જોઈ લઈશ. ‘પણ મેં પ્રેક્ષકોમાંથી જ ચોરને પકડી પાડ્યો.' -નવનીત-ગુજરાતી ડાયજેસ્ટ આ ઘટના મુંબઈ સમાચાર દૈનિકમાં આ પ્રમાણે આવેલી છે : ઈ.સ. ૧૯૪૩માં હોલેન્ડમાં એક સત્ય ઘટના બની. એક ધુમ્મસભર્યા પ્રભાતમાં પિટર હરકોસ નામનો એક રંગારો ૪૦ ફૂટ ઊંચી નિસરણી પર ચઢીને રંગકામ કરી રહ્યો હતો. કામ કરતાં કરતાં એકાએક તેનો પગ લપસ્યો અને એક તીણી ચીસ સાથે લાગલો જ એ જમીન પર પટકાયો ! માથામાં ઊંડો જખમ પડી જવાથી એ તદન બેભાન બની ગયો હતો. છેક જ બેભાન બનેલા રંગારાને તરત જ હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો. લોકોએ તો માન્યું કે હવે એ ફરી આંખો ખોલવાનો કે બોલવાનો નહિ. આમ લોકોએ તો એના જીવનની આશા છોડી દીધેલી. પરંતુ એના બેભાન બનેલા દેહમાંથી પ્રાણ સદંતર ઊડી નહોતા ગયા. હા, એ જીવતો હતો ખરો પણ મૂએલા જેવો જ ! આમ કેટલાંય થઇ હાથ ધરવામાહાનાનાનાના-નાનthe initiative વિભૃગજ્ઞાન અને પિટર હરકોસા ૨૭૫ અઠવાડિયાં સુધી એ જીવન-મરણ વચ્ચે ઝૂલતો રહ્યો પણ એક દહાડો એની મરણમૂર્છા તૂટી ત્યારે – ભાગ્યનો ઉદય તેણે પોતાને એક અદ્ભુત અને અજ્ઞાત માનસિક શક્તિ ધરાવતો હોવાનું અનુભવ્યું. અર્થાત્ એને ચોક્કસ પ્રતીતિ થઈ કે પોતે એક અદ્ભુત, અસામાન્ય ને અજ્ઞાત માનસિક શક્તિ ધરાવે છે. જીવનની આ અભુત, અસામાન્ય ક્ષણ એના જીવનમાં જાણે નવા ભાગ્યોદયનો સંદેશ લઈને આવી હતી. પોતાનું આ પ્રકારે થયેલું વિલક્ષણ પરિવર્તન નિહાળી એ પળે જ દંગ થઈ ગયો ! આવી અસામાન્ય અદ્ભુત માનસિક શક્તિ પોતાને કઈ રીતે પ્રાપ્ત થઈ એ તો એ ખુદ પણ નહોતો સમજી શકતો ! હા, એટલું તો એ અચૂકપણે અનુભવી રહ્યો હતો કે પ્રત્યક્ષ દેખાતી તેમજ સંભળાતી વસ્તુઓથી પણ પર એવી દૂર સુદૂરની, ઉપરની, ઊંડાણની-હરકોઈ વસ્તુ પોતે નિહાળી શકે છે, તેમજ સાંભળી શકે છે. પોતાનું મગજ ‘એક્સ-રે’ યંત્રની માફક જ કાર્ય કરી રહ્યું છે. તેમજ પોતાની કાયાના તમામ અવયવો ‘રડાર' બની ગયા છે ! હવે તો એના દ્વારા કરવામાં આવેલાં રોગનાં નિદાનો નિહાળી ભલભલા ડોક્ટરો પણ મોંમાં આંગળા ઘાલે છે. તદુપરાંત, એની મારફત ઉકેલાતા વિવિધ અપરાધોના કોયડાઓ યુરોપભરની પોલીસ માટે અતિ કીમતી સાબિત થઈ રહ્યા છે. વળી યંત્રોનું તો એને નામનું ય જ્ઞાન ન હોવા છતાં જટિલમાં જટિલ યંત્રોવાળા કારખાનામાં જઈ યંત્ર તેમજ યંત્રનિષ્ણાતોના દોષ એવા તો જાણી તથા દર્શાવી શકે છે કે જાણે એ કામનો તે સર્વોપરિ નિષ્ણાત કેમ ન હોય ? એની આ દક્ષતાના ગુણગ્રાહકોમાંના એક છે, દુનિયાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મિ. ફિલિપ્સ, કે જેઓ રેડિયો, ટેલિવિઝન, ઈલેક્ટ્રોનિક્સ તેમજ વીજળીવિષયક વસ્તુઓના ભારે મોટા ઉત્પાદક છે. પોતાની ધંધાદારી અને યાંત્રિક આંટીઓ અને મુશ્કેલીઓના ઉકેલ માટે તેઓ હરકોસને દર વરસે મોટી ફી આપે છે ! હરકોસની અદ્ભુત શક્તિની એક રોચક ઘટના આ રહી :બ્રિટનના રાજા-રાણીઓ સદીઓથી જેના પર બેસીને તાજ ધારણ કરતાં કિરીટ પછી મારા હાથમાહાહાહાહાહાહાહાહાહાકારીના ૨૭૬ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182