Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 150
________________ અને એ અંગે ખૂનરેજી થવાની આગાહી પણ કરેલી. આ પછી એપ્રિલમાં જેનીની આગાહી મુજબ પ્રે, રૂઝવેલ્ટનું અવસાન થયું. આ પછી ૧૯૪૬ ના ઓક્ટોબરમાં વોશિગ્ટન ખાતેના ચાઈનીઝ એલચીખાતામાં ચીની એલચી વોશિંગ્ટન ક્રએ આપેલા ખાણાના મેળાવડામાં પણ ‘સામ્યવાદી ચીન' અંગે જેનીએ કેટલીક આગાહીઓ કરેલી. આ પ્રસંગે બધા સોવિયેટ રશિયાના ઊભા થયેલાં નવા ભય અંગે ચર્ચા કરી રહ્યા હતા, પણ જેનીએ વચ્ચે બોલતા કહ્યું, ‘મને તો એવું દેખાઈ રહ્યું છે કે અમેરિકા ભવિષ્યમાં લાલ રશિયા સામે નહિ પણ લાલ ચીન સામે લડશે.' આ પ્રસંગે અમેરિકાના એ મત્સદીની પત્નીએ આશ્ચર્ય પામી પ્રશ્ન પૂછયો, ‘આમ કેમ બને ? હજી તો ચીન તો સામ્યવાદી પણ નથી. અને ચીન જેવો પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ સામ્યવાદી જેવી એ ક પરદેશી વિચારણાને કેમ જ અપનાવે ?' પણ જેનીએ ભારપૂર્વક કહ્યું, ‘ચીન સામ્યવાદી બનશે જ.' ૧૯૪૯ના સપ્ટેમ્બરમાં સામ્યવાદી પેકિંગમાં ચીનને પ્રજાસત્તાક રાજય જાહેર કરવામાં આવ્યું. અને ડિસેમ્બરમાં ચાંગ-કાઈશે કે પોતાના લશ્કર સાથે ફોર્મોસામાં આશ્રય લીધો. હિંદ-પાકિસ્તાનના ભાગલા : - ૧૯૪પમાં જેનીએ એક વિચિત્ર આગાહી કરેલી. જેનીએ ઘણાં દેશના રાજદૂતો સાથે સંબંધ બાંધેલા અને એ ઘણાં ભોજન સમારંભમાં હાજરી પણ આપતી. એકવાર હિંદના એજન્ટ જનરલ સર ગિરજાશંકર બાજપાયીએ ભોજન સમારંભ યોજેલો. આ સમારંભમાં લશ્કરી એટેચી. કર્નલ નવાબજાદા શેરઅલીએ જેનીને પોતાનું ભવિષ્ય ભાખવા કહ્યું. એણે આ પ્રસંગે બે વર્ષમાં હિન્દના ભાગલા પડશે એમ જાહેર કર્યું. કર્નલે આઘાત અનુભવતાં કહ્યું, “ના, ના. હિંદના ભાગલા કદી ન પડે.’ આ પ્રસંગે જ ફરીથી એણે કહ્યું, ૧૯૪૭ના જૂનની બીજીએ આ અંગેની જાહેરાત થશે. તમે બીજા પક્ષમાં જોડાવા ભારત છોડશો અને એ શ્રી છીછરી ઉaging aઈ હવાઈ છે. ઉigibi gangage ના fiઈશaging bang iઈiણ ગાઈi ઈ digiugaઈ પી ઈન ઈથી થી જેની ડિસન ૨૮૫ પછી ઝડપથી તમારો ઉત્કર્ષ થશે. અને ખરેખર જેનીની આ આગાહી સાચી પડી, ભાગલા પણ પડ્યા અને કર્નલ પાકિસ્તાનનો સેનાપતિ બન્યો. અને પાછળથી યુગોસ્લાવિયા ખાતેનો પાકિસ્તાની એલચી પણ બન્યો. ગાંધીજીની હત્યા થશે! ૧૯૪૭ના ઉનાળાની સાંજે જેનીનો પતિ એક મિત્ર સાથે વાતચીત કરી રહ્યો હતો. એવામાં ચર્ચા દરમિયાન ન્યુ દિલ્હી એવો શબ્દ જેનીએ સાંભળ્યો અને એણે કહ્યું, ‘મહાત્મા ગાંધીજીનું ખૂન થશે.” બંને જણા એની સામે તાકીને જોઈ રહ્યા. જેનીએ ભારપૂર્વક કહ્યું, હા, હું સાચું કહું છું. તમે બંને વાત કરતા હતા એ દરમિયાન જ મને ગાંધીના દર્શન થયાં. મેં એમને બંને હાથ ઊંચા કરીને લોકોને સહિષ્ણુ બનાવવાનો ઉપદેશ આપતા જોયા. છ મહિનામાં એમનું ખૂન થશે. અને ખરેખર છ મહિનાની અંદર જ તા. ૩૦મી જાન્યુઆરી '૪૮ના રોજ મહાત્મા ગાંધીજીનું ખૂન થયું. પ્રે. ટુન ફરીથી પ્રેસિડેન્ટ પદે ચૂંટાશે એવી આગાહી જેનીએ ઘણાં મહિના પહેલાં કરેલી અને તે સાચી પડેલી. ત્રણ વર્ષ અગાઉથી જેનીએ વિન્સ્ટન ચર્ચિલને પણ ચૂંટણીમાં પરાજય પામી વડાપ્રધાનનો હોદ્દો છોડવો પડશે એવી આગાહી કરી હતી. ૧૯૪૯ની શરૂઆતમાં ચર્ચિલે વોશિંગ્ટનની મુલાકાત લીધેલી. ચર્ચિલના મનમાં લોર્ડ હેલિપેક્સે યોજેલા ભોજન સમારંભમાં જેનીને પણ આમંત્રણ અપાયેલું. જો કે જેની બ્રિટનની રાજકીય પરિસ્થિતિ સંબંધમાં કંઈ જાણતી ન હતી છતાં જયારે એણે ચર્ચિલને મોઢામોઢ જ કહ્યું કે, ‘મિ, પ્રાઈમ મિનિસ્ટર ! ચૂંટણી વહેલી ન કરશો, નહિતર તમે હારી જશો.” રાજકારણનો અઠંગ અભ્યાસી ચર્ચિલ આ યુવાન બાઈ સામે જોઈ રહ્યો અને એક પળ રહી ઘૂરક્યો, ઈંગ્લેડ મને કદી પરાજય આપે નહિ. જેનીએ વધુમાં કહ્યું, ‘ગમે તેમ, એક વખત તમે હારશો અને ફરી એકવાર સત્તા પર આવશો.' # tie link give a big digits begiાઈ થી થાઈ છે ગાઈiઈ ગઈiઈ ચીdiઈ થી શi Bશી શી ઈ હોઈrati થઈ ગાશid રોણાગી વાર પાણી વિજ્ઞાન અને ધર્મ ૨૮૬

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182