Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 136
________________ માનીને તેની ચારે બાજુ સૂર્ય-ચન્દ્રને ફરતા માનવામાં આવે તો ગણિત કરવાની ખૂબ જ કઠિનાઈ પડી જાય છે માટે જ ગણિતની અનુકૂળતાની દષ્ટિએ કોપરનિક્સનો પૃથ્વીને ફરતી માનવાનો મત વધુ અનૂકુળ પડે છે."* આ વિધાનનું તો એ જ તાત્પર્ય દેખાય છે કે વસ્તુતઃ તો પૃથ્વી સ્થિર જ છે પરંતુ ગ્રહો વગેરેના ભ્રમણના ગણિતની વધુ અનુકૂળતા પૃથ્વીને ફરતી માનવામાં રહે છે માટે જ પૃથ્વીને ચર માનવી એ ઉચિત છે. ટૂંકમાં, કોપરનિક્સનો મત, પૃથ્વી ફરે છે અને સૂર્ય સ્થિર છે-એ ગણિત કરવાની દૃષ્ટિએ વધુ અનુકૂળ છે. જયારે વસ્તુતઃ પૃથ્વી ફરતી નથી, કેમકે ગતિમાત્ર એકબીજાને સાપેક્ષ છે.• ગમે તેમ હોય, આપણે તો અહીં એટલું જ જણાવવું છે કે પૃથ્વીના ચરત્વની માન્યતા વૈજ્ઞાનિક જગતમાં પણ એકમતી ધરાવતી નથી. એ સતત બદલાતી રહી છે માટે જૈનાગમોની પૃથ્વીના સ્થિરત્વની માન્યતાને ભ્રમપૂર્ણ કહીને ફગાવી દેવાનો બાલિશ પ્રયત્ન કરવા કરતાં એ માન્યતાને પૂર્વગ્રહથી મુક્ત બની ખુલ્લા દિલે વિચારવી જોઈએ. હજી એક વિચાર કરીએ. આ એક વાત નથી પણ એક કિસ્સો છે. * The relative motion of the members of the solar system may be explained as the older geocentric mode and on the other introduced by Copernicus Both are legitimate and give correct description of the motion but the Copernicus is far the simpler Around a fixed earth the sun and moon describe valmost circular paths but paths of Sun's planets and of their Satelites are complexed curly lines difficult for the mind to grasp and onward to deal with in calculation while around a fixe sun the more important paths are almost circular. - Relativity and Commonsense be Denton. • Nevertheless, many complications are avoided by imaging that the sun and not the earth is at rest Neither the sun nor the earth is at rest in any absolute sense, and yet it is, in a sense nearer to the truth to say that the earth moves round a fixed sun than to say that the sun moves round a fixed earth. પૃથ્વી અને તેનું પરિભ્રમણ ૨૫૭ બ્રિટનની પાર્લામેન્ટમાં ઉપસ્થિત થયેલો એક પ્રશ્ન છે. એમાં શું સત્ય છે, શું અસત્ય છે એની ચર્ચા કરવા કરતાં ‘ગુજરાત સમાચાર' નામના દૈનિક પત્રમાં આવેલો આ આખો બનાવ અહીં અક્ષરશઃ રજૂ કરીશ. ખોટી વાત, પૃથ્વી ગોળ નથી. સપાટ છે : સંસાર-સબરસ વિભાગમાં સંપાદક : જયંત પાઠક ૯-૧૧-૧૯૪૯. તાજેતરમાં લંડનના એક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રગટ થઈ હતી કે “પૃથ્વી સપાટ છે એમ જેઓ માનતા હોય તેઓ અમુક ઠેકાણે લખે.” તમને જાણીને આશ્ચર્ય થશે કે, હજુ એવા હજારો બુદ્ધિશાળી માણસો છે કે, જેઓ પૃથ્વીને ગોળ નહિ પરંતુ સપાટ છે એમ મક્કમપણે માન છે. પેરેગ્રાફ (૫) : પરંતુ સને ૧૮૫૫માં એક દિવસ બ્રિટનના વડાપ્રધાન લોર્ડ પામસ્ટર્ને સિવિલ એન્જિનિયરોની સંસ્થાના પ્રમુખને ઉદ્દેશીને, નીચે મુજબના કડક શબ્દો ઉચ્ચારેલા, “મિ. પ્રેસિડેન્ટ ફર્નિનાન્ડ દ, લેસેપ્સ નામના એક ફ્રેન્ચ એન્જિનિયર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર વચ્ચે ફક્ત ૧૦૦ માઈલનો દરિયાઈ માર્ગ તૈયાર કરવા માટે શા માટે જહેમત ઉઠાવી રહ્યા છે? એ મને સમજાવશો ?” સુએઝથી ઉત્તર બાજુએ નહેર બાંધવાની આ વાત છે. તમે આ યોજના સંબંધમાં સાંભળ્યું હશે !” જરૂર સાહેબ, મેં, અને મારા સાથીદારોએ સાંભળ્યું છે.” “તો પછી બ્રિટિશ ઈજનેરોએ શા માટે આ કાર્ય ઉપાડી નથી લીધું ! ટૂંકમાં, મારે તમને એટલું જ કહેવાનું છે કે, આ તો બ્રિટનની આબરૂને ઝાંખપ લાગી રહી છે.” તમે માનો કે ન માનો પણ બ્રિટનના ઈજનેરોની સંસ્થાના પ્રમુખે વડાપ્રધાન સમક્ષ એવો ખુલાસો કર્યો કે, “હું અને મારા સાથીદારો એવો અભિપ્રાય ધરાવીએ છીએ કે ફ્રાન્સના એ ઈજનેરોની યોજના જરૂર નિષ્ફળ જવાની છે. ૧૦૦ માઈલ જેવા અંતરમાં પૃથ્વીના વાંકથી નહેરના કાંઠાઓ તરડાઈ જવાના. આવા પ્રકારની અવ્યવહારુ યોજના સાથે ૫૮ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182