Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 135
________________ શ્રીમન્ડલ પ્રકરણમાં સૂર્યના પરિભ્રમણથી થતાં તે તે દેશના તે તે પ્રહરાદિકાળને વધુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ છે. વેદ : અથર્વવેદમાં કહ્યું છે કે સૂર્ય આકાશ અને પૃથ્વીની ચારેય બાજુ ઘૂમે છે, 1 અન્યત્ર પણ સૂર્યને જ રાત્રિ-દિવસનો વિભાજક કહ્યો છે, ત્યાં પૃથ્વી ધ્રુવ છે, આકાશ અને પૃથ્વી સ્થિર છે,' એમ પણ કહ્યું છે, ઋ વેદમાં પૃથ્વીને સ્થિરકહીને સૂર્યને ગમન કરતો પણ કહ્યો છે.' યજુર્વેદમાં પણ તેમજ કહ્યું છે. વેદોના આધારે જ રચાયેલ પાતંજલ મહાભાષ્ય, શતપથબ્રાહ્મણ, યોગદર્શન આદિ ગ્રંથોમાં પણ એજ વાત કહી છે. બાઈબલ, કુરાન આદિમાં પણ પૃથ્વીને સ્થિર કહી છે. સબવારિ બંન્ને - સૂર્ય પ્રજ્ઞપ્તિ, પ્રથમ પ્રાભૃત સૂ. ૧૦ जह जह समए पुरओ संचरइ भक्खरओ गगणे । तह तह इयोवि नियमा जायइ रयणीइ भावत्थो ॥१॥ एवं य सइ नराणं उदयत्थमाणाई होति नियमाई । सई देशकालभेए कस्सई किंचिवि हीस्सए नियमा ॥२॥ – ભગવતી વૃત્તિ, શ.૫.૩.૧ १. यत्र मे द्यावापृथ्वी सद्यः पर्येति सूर्यः – અથર્વવેદ, २. दिवं च सूर्यः पृथ्वी च देवीमहोरात्रे विभजमानो यदेषि । – અથર્વ ૧૩-૨-૫ રૂ. પૃથ્વી ઘૂવા ! – અથર્વ ૬-૮૯-૯ ४. स्कम्भेनेमे विष्टम्भिते द्योश्च भूमिश्च तिष्ठतः – અથર્વ ૧૦-૮-૨ છે. પૃથ્વી વિતળે આ – ઋગ્વદ ૧-૭૨-૯ ६. ताभिर्याति स्वयुक्तिमिः – ઋગ્વદ ૧-૫-૯ ૭. (૧) ધ્રુવ સ્થિર ત્રિી - યજુર્વેદ ૧૪-૨૨ ૮. ૨-૨૩ ૬. ૬,૬,૨-૪ ૨૦, ૩-૧૬ મૂત્ર. ભારતના પ્રાચીન જયોતિષાચાર્યો તથા ગણિતાચાર્યોએ પૃથ્વીના સ્થિરત્વ અંગેનો વિચાર કરેલો. તેમાં વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, શ્રીધર, લ, ભાસ્કરાચાર્ય વગેરે પ્રસિદ્ધ ગણિતજ્ઞોએ પૃથ્વીને સ્થિર કહી હતી. એમની વચમાં આર્યભટ્ટ (વિ. સં.૧૩૩) વગેરે થયા તેમણે પૃથ્વીને ચર કહી. અને બેય પક્ષે પોતપોતાના મતોનું નિરૂપણ કરીને પ્રતિમતની કડક ટીકા પણ કરી. તત્ત્વાર્થશ્લોકવાર્તિક ચોથા અધ્યાયમાં પૃથ્વીના પરિભ્રમણ મતની કડક ટીકા કરવામાં આવી છે. હવે પાશ્ચાત્ય જગતનાં મંતવ્યો જોઈએ. પૂર્વે કહ્યા મુજબ બાઈબલ પૃથ્વીને સ્થિર માને છે. ઈ.સ. પૂર્વે ૨૦૦ વર્ષે થયેલો હીપારકસ પૃથ્વીને સ્થિર કહેતો, ‘અરડૂ’ અને ‘ટાલમી’ જેવા પ્રસિદ્ધ ગણિતજ્ઞોનું પણ તેજ મન્તવ્ય હતું, ૧૬મી સદીમાં સર્વ પ્રથમ કોપરનિક્સ (Copernicus) પૃથ્વીને ચર કહી અને સૂર્યને સ્થિર કહ્યો. ગેલિલિઓએ પણ પૃથ્વીને ચર કહી, જેના કારણે તેને ઘણી યાતનાઓ ભોગવવી પડી હતી. પૂર્વે જણાવ્યું હતું તેમ પૃથ્વીને ચર માનવામાં જેટલી સમસ્યા ઊભી થઈ એ બધી ન્યૂટને શોધેલા ગુરુત્વાકર્ષણના સિદ્ધાન્ત દૂર કરી. પરંતુ હવે જયારે આઈન્સ્ટાઈને એ સિદ્ધાન્તને જ ઠુકરાવી દીધો છે ત્યારે ફરી તે સમસ્યાઓ જેમની તેમ ઊભી રહીને પૃથ્વીને ચર માનવામાં પક્ષને નબળો બનાવી દે છે. | વૈજ્ઞાનિકોનાં વિરોધી મન્તવ્યો’ વિચારતાં જ આપણે ત્યાં જોયું હતું કે ૫૦ વર્ષ સુધી લગાતાર પ્રયોગો કરીને એડગલે પૃથ્વી, ને સ્થિર જાહેર કરી હતી. એસ્ટ્રોલોજિકલ મેગેઝિનના જુલાઈ ઓગસ્ટના અંકમાં આવેલા, ‘શુ પૃથ્વી ચપટી છે ?’ લેખમાં પણ પૃથ્વીના સ્થિરત્વની માન્યતાનું જોરદાર નિરૂપણ પણ આપણે જોયું હતું. પરંતુ પૃથ્વીના સ્થિરત્વની માન્યતામાં હવે તો અર્વાચીન વિજ્ઞાનના પિતા ગણતા આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ સાથ પુરાવે છે. તેમનું કહેવું એ છે કે પૃથ્વીની ગતિ માત્ર સાપેક્ષ છે એટલે કોપરનિકસે પૃથ્વીને ચર કહી અને સૂર્યને ચર માનનારો પક્ષ પણ બરોબર છે. છતાં પૃથ્વીને સ્થિર 多 名中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中中 ૨૫૬ વિજ્ઞાન અને ધર્મ પૃથ્વી અને તેનું પરિભ્રમણ ૨૫૫

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182