Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ જરૂર નથી. કેમકે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધતા વૈજ્ઞાનિકોની માન્યતાઓ પણ સતત પરિવર્તનશીલ જોવા મળી છે. આમ એક વિષયની માન્યતાઓ સતત પરિવર્તન પામી હોય ત્યારે પણ એ વિષય અંગે જિનેશ્વરદેવોએ જિનાગમમાં જે કહ્યું હોય તે વિજ્ઞાન સદૈવ ધ્રુવના તારાની જેમ સ્થિર-અપરિવર્તનશીલ જ રહે છે. અને અંતે એ વૈજ્ઞાનિકો પણ સત્યની ખોજ કરવાના(!) તેમના અભિપ્રાયને લીધે તેઓ જિનના વિધાનને લગભગ કે સંપૂર્ણ મળી જાય છે. આવું તો ઘણી ઘણી વાતોમાં બનતું રહ્યું છે. આ બધું જોતાં એમ લાગે છે કે જો વિજ્ઞાન સાચે જ સત્યની જ શોધમાં આગેકદમ માંડતું હોય તો એકવાર તમામ વિવાદાસ્પદ સંશોધનોનાં અંતે તો તેને શ્રીજિનાગમના તે વિષય અંગેના વિધાનને સંમત થવું જ પડશે. જો આમ થશે તો આત્મા, કર્મ વગેરે ઘણી ઘણી વાતો કે જેમાં જે વિજ્ઞાન, જિનાગમની ખૂબ જ નજદીક તો આવી ગયું છે તેની સાથે એકરસ થઈને એકજ બની જશે. અહીં એવી કેટલીક બાબતો જોઈએ કે જેના વિષયમાં જિનાગમનું વિધાન એક જ અફર રહ્યું હોય અને વિજ્ઞાનનું વિધાન ફરતું ફરતું અંતે જિનાગમના વિધાનની સાથે સાવ જ મળી ગયું હોય. વૈજ્ઞાનિકોનાં ફરતાં વિધાનો : (૧) ઉલ્કા : શ્રીજિનાગમોમાં ઉલ્કાને તેજસ્કાય કહેલ છે. એટલે કે ઉલ્કાને આકાશમાં પડતા અગ્નિના કણિયા કે પથ્થરસ્વરૂપ પદાર્થ કહ્યો છે. આ વાતને વૈજ્ઞાનિકોએ ઘણાં સમય સુધી માન્ય કરી ન હતી. ‘સૌર-પરિવાર’ પૃ. ૭૦૫ ઉપર ઉલ્કા-પ્રકરણ આપ્યું છે. ત્યાં ‘વૈજ્ઞાનિકોનો અર્ધવિશ્વાસ' એ શીર્ષક હેઠળ લખ્યું છે કે કેવળ લોકો જ અવિશ્વાસમાં રાચે છે તેવું નથી હોતું કેટલીકવાર વૈજ્ઞાનિકો પણ અવિશ્વાસુ બની જાય છે, અને લોકો યોગ્ય રસ્તે ચાલતા હોય છે. યુરોપમાં મધ્યકાલીન સમયમાં જેમ જેમ વિજ્ઞાનની ઉન્નતિ થતી ચાલી તેમ તેમ વૈજ્ઞાનિકોને આ વાત ઉપર વિશ્વાસ વધતો ચાલ્યો કે પથ્થર કોઈ દિવસ આકાશમાંથી પડી શકે જ નહિ. આથી તેમણે એમ માની લીધું કે પહેલાં પણ કોઈ દિવસ આકાશમાંથી પથ્થર પડ્યા જ નથી. લોકો જ્યારે વિજ્ઞાનનાં ફરતાં વિધાનો INT ૧૭ એમ કહેવા લાગ્યા કે, અમે જાતે આકાશમાંથી પથ્થરો પડતા જોયા છે.’ ત્યારે તે વખતનાં વૈજ્ઞાનિકોએ તેમની વાતોને અંધશ્રદ્ધાથી પ્રેરિત માની લીધી, એટલું જ નહિ પણ તેમની મશ્કરીઓ કરવા લાગ્યા, ‘વાહ રે મોટા સમજદાર માણસો, આકાશમાંથી પથ્થરો પડ્યાનું આંખેઆંખ જોયાનું કહેતા લાજતાં ય નથી !!!' આ વિષયમાં ‘આલીબિયર' નામના વૈજ્ઞાનિકે પોતાના ‘ઉલ્કાઓ, (Meteors) નામના પુસ્તકમાં લખ્યું છે કે, “હવે અમે અઢારમી સદીના છે કે બીજા ભાગમાં આવીએ છીએ. આની પહેલાંની શતાબ્દીઓમાં કેટલાય ય ઉલ્કા-પ્રસ્તર આકાશમાંથી પડયા હતા અને એને પડતા જોનારાઓએ એનું એક અસંદિગ્ધ વર્ણન કર્યું પણ હતું. ઉલ્કાને જોનારાઓએ બીજાં સ્પષ્ટ પ્રમાણો આપ્યાં તો પણ અમારી દુનિયાના એ વખતના વૈજ્ઞાનિકોએ એ માણસોને મૂર્ખ કહીને હસી નાંખ્યા હતા. આવું કહેનારા વૈજ્ઞાનિકોનું પણ એક બળવાન વર્તુળ હતું, જેમાં તેઓને ખૂબ જ બુદ્ધિમાન તરીકે નવાજવામાં આવ્યા હતા એટલું જ નહિ પણ એ વખતના ‘આધુનિક વૈજ્ઞાનિકો' તરીકે બિરદાવ્યા હતા.' આટલું કહ્યા પછી આલીબિયર કહે છે કે, “આ દૃષ્ટાંત ઉપરથી સર્વકાળના તે સર્વ વૈજ્ઞાનિકોએ પોતાનાં સંશોધનો અંગેની વાતમાં આ ચેતવણી સમજી લેવી જોઈએ કે વૈજ્ઞાનિકો પોતાના અનુભવમાં ન આવતી વાતોને પણ પોતે નિશ્ચિતરૂપે જાણતા હોવાનું દુ:સાહસ કરી દે છે.” ફ્રાંસના વૈજ્ઞાનિક ‘એકેડમી’એ ‘લૂસ’માં આ પથ્થરો પડવાની સત્યતા જાણવા માટે એક કમિશન મોકલ્યું હતું !!! આ કિંમશનના સભ્યોએ તે માણસોના નિવેદન લીધાં કે જેમણે પોતાની આંખોથી આકાશમાંથી પડતા પથ્થરો જોયા હતા. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે તો પણ એ કિંમશને એ બધી તપાસના અંતે નિર્ણય જાહેર કર્યો કે આકાશમાંથી પથ્થર પડ્યા જ નથી. એ તો જે પથ્થરો પૃથ્વીના જ હતા અને પૃથ્વી ઉપર જ પડ્યા હતા તેની ઉપર માત્ર વીજળી પડી હતી ! આ તો ઠીક, વૈજ્ઞાનિકોનું હજી વધુ ખરાબ ઉદાહરણ હવે સાંભળો. ઈ.સ. ૧૭૯૦ની ૨૪મી જુલાઈએ દક્ષિણ અને પશ્ચિમ ફ્રાંસમાં ફરી 中市市中心 ૧૮ ********* વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 182