________________
એ ભગવંતોએ આત્માની પૂર્વજન્મ વગેરે વાતોને શી રીતે કહી હશે? જરૂર તેઓ સર્વજ્ઞ જ હોવા જોઈએ. સિવાય તો આ ગૂઢાતિગૂઢ રહસ્યમયી વાતોને વાર્તાની જેમ સહજભાવે તેઓ કહી શકે જ નહિ. અસ્તુ.
જેમની જેમની ઉપર ઊંડા વશીકરણ કરવામાં આવ્યાં છે એવા અગણિત આત્માઓને આત્માની નિત્યતાની સત્યતા માટે જયારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે એમણે બધાએ બહુ સાફ શબ્દમાં એ વાત કહી છે કે, “અમે મરતા જ નથી, અમે તો શાશ્વતકાળ સુધી રહીએ છીએ. તમારી મોટી દુનિયાને શબ્દોથી એ ઘણી મહાન સાચી વાત અમે કહેવા માંગીએ છીએ કે આત્મા અમર છે."
તમે અમને પૂછશો છે કે આ અમરત્વ એ શું વસ્તુ છે ? તો અમે તમને કહીશું કે અમરત્વ એટલે મર્યાદાનું મૃત્યુ. તમે મૃત્યુ દ્વારા આત્માના જીવનની જે મર્યાદા આંકી છે એ મર્યાદાવિહીન અવસ્થા એ જ આત્માનું અમરત્વ છે. ટૂંકમાં અમારે એ જ કહેવું છે કે આત્માના મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી.*
વશીકૃત તથા અગણિત આત્માઓએ આત્માની અમરતાનાં આવાં ગાન ગાયાં છે. યાદ રાખજો કે આ છે આજના વૈજ્ઞાનિકોના સંશોધનોથી નિષ્પન્ન થયેલા વિધાનો. આજનું જગત એની સામે બળવો ઉઠાવી શકતું નથી. એથી જ શાસ્ત્રોક્ત એ વાતોને અહીં રજૂ કરવાને બદલે વશીકરણવિદ્યાની વાતો રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે.
આ ક્ષેત્રમાં આગળ વધેલા સમર્થ હીપ્રોટિસ્ટોનાં જે વિધાનો વાંચવા મળે છે એ જાણે કે હૂબહૂ શાસ્ત્રવચન હોય એવાં જ જણાતાં હોય છે. એથી જ એ વિધાનો નજરે ચડતાં અંતર ઝૂકી જાય છે એ વીતરાગ સર્વજ્ઞ . We do not die! We live on through the ages into eternity. The voice is the instrument where by we, The Greater Worlds, can make known unto you the great Truths of Eternity in language form. P. 174. * What is Eternity ? Immediately the answer comes : Ezternity means the cessation of limitation.
- The P.P. P.174
ભગવંતોને ! એમની અપ્રતિહત સર્વજ્ઞત્વની અખંડિત પ્રતિમાને !
જૈનદર્શન એમ માને છે પ્રાણીમાત્રને કોઈપણ અશુભ વિચાર ન કરવો જોઈએ અને સદા શુભ વિચારોમાં રમમાણ બનવું જોઈએ. એની પાછળનો હેતુ જણાવતાં તેઓ કહે છે કે, “કોઈપણ વિચાર અંતે તો આત્માનો સંસ્કાર બને છે. અને જો એ અશુભ સંસ્કાર છે તો તે પુનઃપુનઃ જાગૃત થતો રહીને આત્મામાં અઢળક વિકારો ઉત્પન્ન કરતો, પ્રકાશપુંજ આત્મામાં અનંત અંધકાર ફેલાવી મૂકે છે. આથી ઊલટું જ, શુભ વિચારના સુંદર સંસ્કારમાં બને છે, એટલે જ મનુષ્ય વિચાર કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. અશુભ વિચાર જો ભયંકર ગણાતો હોય તો તેનાથી નિષ્પન્ન થતી અશુભ સંસ્કારોની વિરાટ પરંપરાને કારણે જ (આ હકીકતને અનુલક્ષીને) વિચારથી થતાં કર્મોનાં બંધ કરતાં સંસ્કારોના અનુબંધનું મહત્ત્વ વધુ આંકવામાં આવ્યું છે અને તેથી જ માનવજીવનના પરમ કર્તવ્ય તરીકે જન્માંતરોમાં નિષ્પન્ન કરેલા અશુભ કર્મોનાં અનુબંધોને તોડી નાંખવાનું શ્રીઉપદેશપદમાં જણાવવામાં આવ્યું છે.
આ જ વાતને આધુનિક વિજ્ઞાનના પુસ્તકર્તાઓ હીમોટિઝમની વિદ્યા દ્વારા પુષ્ટિ આપે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે તો માણસનાં બે મન મહત્ત્વનાં છે : જાગ્રત (Conscious) મને અને આંતર (Sub-conscious)- મન. જાગ્રત મનમાં જે કોઈ વિચાર આવે છે તે થોડો સમય ત્યાં રહીને પછી આંતરમનમાં ચાલ્યો જાય છે. આ વિચાર ત્યાં જઈને સર્વવ્યાપી બની જાય છે. પછી જયારે જયારે તેને તક મળે છે ત્યારે ત્યારે તે વ્યાપી ગયેલો વિચાર જાગ્રત મનમાં આવી જાય છે અને પોતાનું કાર્ય કરતો રહે છે. આ વસ્તુસ્થિત છે માટે માનવે કોઈપણ અશુભ વિચાર ન થઈ જાય તેની ખૂબ કાળજી કરવી જોઈએ. હા, જાગ્રત મનનો ઉત્તેજિત વિચાર હજી ભયાનક નથી, પરંતુ પછી આંતરમનમાં એ સર્વ વ્યાપી જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે, અને તેથી ફરી ફરી તેના માઠાં ફળો જોવાનું દુર્ભાગ્ય અવસર સાંપડ્યા કરે છે એ બધું તો ખૂબજ દુ:ખદ છે. આ
વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મ
૫૩
૫૪
વિજ્ઞાન અને ધર્મ