Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 123
________________ ૨૪. અનાદિનું ગણિત અને વૈજ્ઞાનિકો અનન્ત-અસંખ્યનું ગણિત અને વૈજ્ઞાનિકો : જૈનદાર્શનિકો જણાવે છે કે બટાટામાં અનંત સંખ્યાના જીવો હોય છે, લીલ-ફૂગમાં અનંતજીવો હોય છે. ટાંચણીના અગ્રભાગ ઉપર અનંત જીવો સમાઈ શકે છે કોઈપણ દેખાતી જડ વસ્તુમાં અનંત પરમાણુ હોય છે, આજ સુધીમાં જીવાત્માએ અનંત જન્મ-મરણ કર્યાં. કાળ અનંત પસાર થઈ ગયો અને હજી અનંતકાળ પસાર થશે. આકાશ અનંત છે, એના પ્રદેશો અનંત છે. આત્મા અનંત છે. દરે ક આત્માના પ્રદેશ અસંખ્ય છે. ધર્માસ્તિકાયાદિના દરેકના પ્રદેશ અસંખ્ય છે. દેવોનું વધુમાં વધુ આયુષ્ય અસંખ્ય વર્ષોનું હોય છે. કોઈપણ એક પુગલસ્કંધ વધુમાં વધુ અસંખ્ય વર્ષ સુધી રહી શકે, દેવો કે નારકો અસંખ્યની સંખ્યામાં હોય છે. એક રાજલોકના અસંખ્ય પ્રદેશ થાય, પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. અનંત અને અસંખ્યના આ ગણિતને જ્યાં ને ત્યાં સાંભળીને કેટલાંક લોકો હેબતાઈ જાય છે. રે ! ઉપહાસ પણ કરે છે કે જયાં કાંઈ ન સૂઝે ત્યાં અનંત કે અસંખ્ય કહી દેતાં લાગે છે ! ભગવાન્ જિનની સર્વજ્ઞતા અને સત્યવાદિતા સામે આ વચન કુઠારાઘાતસમું છે. પણ હવે વૈજ્ઞાનિકો દોડી આવ્યા છે. એઓ પણ કલ્પનામાં ન આવી શકે, માણસના મગજમાં ન સમાઈ શકે એવા ગણિતની ભાષામાં વાતો કરવા લાગ્યા છે. આ રહ્યા તેમની તેવી વાતોના કેટલાંક નમૂના. (૧) વિજ્ઞાનનો પરમાણુ કેટલો સૂક્ષ્મ છે એ વાત બતાવતાં વૈજ્ઞાનિકો કહે છે કે પચાસ શંખ (અબજ-ખર્વ-નિખર્વ-મહાપર્વ-શંખ) પરમાણુનો જો ભાર કરવામાં આવે તો રા તોલા થાય. એનો વ્યાસ એક ઈંચના દસ કરોડમાં ભાગ જેટલો થાય ! કોણ માનશે આ વાતને ! છતાં જો યત્રસંહાયથી થયેલા ofit કઈ કઈ થાઈ છે થઈ છે અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિકો ૨૩૧ આ સંશોધનને પણ માન્ય કરવું હોય તો સર્વજ્ઞત્વના પ્રકાશથી જે વાતો કહેવામાં આવી છે તે કેમ માન્ય કરી શકાય નહિ ? (૨) સિગારેટ લપેટવાના એક પાતળા કાગળની અથવા પતંગના કાગળની ધાર ઉપર લાઈનબંધ જો વૈજ્ઞાનિકે પરમાણુ ગોઠવાય તો એક લાખ પરમાણુ ત્યાં રહી જાય. (૩) ધૂળના એક જ નાનકડા કણિયામાં દસ પદ્મથી પણ વધુ પરમાણુ હોય છે. (૪) સોડાવોટરને ગ્લાસમાં નાખતાં જ જે નાના નાના બુંદ ઉત્પન્ન થાય છે તેમાંના કોઈપણ એકબુંદમાં રહેલા પરમાણુને ગણવામાં આવે તો સંસારના ત્રણ અબજ માણસો દરે ક મિનિટે ૩૦૦-૩૦૦ ગણતા રહે તો ચાર મહિને તમામ પરમાણુ ગણાઈ જાય, (૫) આકાશીય પદાર્થમાં એવી સઘનતા હોય છે કે એના ફક્ત એક ક્યૂબિક ઈંચના ટુકડાનું ૨૭ મણ વજન થાય છે. (૬) હમણાં જ શોધાયેલા સૌથી નાના તારાના એક ક્યુબિક ઈંચ ટુકડાનું ૧૬,૭૪૦ મણ વજન થાય છે.• એક ઔસ પાણીના સ્કંધો (પરમાણુ નહિ) ખાલી કરવા હોય તો પ્રો. એન્ડેડના અનુમાન મુજબ ૩ અબજ માણસો રાત ને દિવસપ્રતિ મિનિટે ૩00 સ્કંધ કાઢતાં જ રહે તો ૪૦ લાખ વર્ષો બધા સ્કંધ ખાલી કરતાં લાગે.* (૮) પૂર્વે જ આપણે જોઈ ગયા કે એક ઈંચ લાંબી, પહોળી, ઊંચી • In some of these boelies (small stars) the matter has become so densely packed that a cubic inch weighs a ton, The smallest known star discovered recently is so dense that a cubic inch of its material weighs 620 tons, - Writer Ruby Fa Bois. F.R.A.-Arm chair Science - London, July, 1937. * If every man woman and child in the world were turned to counting them and counted fast, say five a second, day and night. It would take about 4 milion (4,000000) years to complete the Job, - The Mechanism of Nature by E.N. Dsc. Ancrade. D.Sc. Ph.D., P. 37. વિજ્ઞાન અને ધર્મ ૨૩૨

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182