Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 130
________________ તિરસ્કાર તો નથી જ જ્યારે તે “ઘોડો જ છે' એવું કહેનાર તેનાં બીજાં સ્વરૂપોને તિરસ્કારી દે છે માટે તેનું વાક્ય સાચું ન કહેવાય. વસ્તુના એક સ્વરૂપને મુખ્ય કરીને બીજાને ગૌણ રાખવાની વિચારપદ્ધતિને જૈનદાર્શનિકો નય કહે છે, જયારે બીજા સ્વરૂપોને તિરસ્કારતી વિચારપદ્ધતિને દુર્નય કહે છે. ટૂંકમાં, જૈનદર્શનની વિચારપદ્ધતિ સમન્વયને આવકારે છે. સામાન્ય રીતે એનામાં કોઈના પણ કોઈપણ સિદ્ધાંતને તિરસ્કારી નાખવાની પ્રક્રિયા જ હોતી નથી. એ તિરસ્કારે છે માત્ર કદાગ્રહને. બૌદ્ધદર્શન આત્માને ક્ષણિક માને છે અને વેદાન્તદર્શન આત્માને નિત્ય માને છે. જૈનદર્શન આ બેય સિદ્ધાંતને જુદી જુદી અપેક્ષાએ મંજૂર કરે છે. આત્માના ભાવો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે. પૂર્વ પૂર્વના ભાવવાળો આત્મા નાશ પામે છે, નવા નવા ભાવવાળો આત્મા જન્મ પામે છે. એટલે આ અપેક્ષાએ આત્મા બેશકે ક્ષણિક છે. પરંતુ આ બધા ભાવોના પલટાઓમાં આત્મા નામનું દ્રવ્ય તો કાયમ રહે જ છે માટે અપેક્ષાએ આત્મા નિત્ય પણ છે. બેશક ક્ષણિકતા અને નિત્યતા એ બે વિરોધી વસ્તુઓ છે, પરંતુ એકજ અપેક્ષાએ તે બેય સ્થાને ન રહી શકે. ભત્રીજાની અપેક્ષાએ જે માણસ કાકો છે એ માણસ એ ભત્રીજાની જ અપેક્ષાએ તો એ કાકો મામો પણ બની જ શકે છે. આજ રીતે બે વિરોધી પણ જુદી જુદી અપેક્ષાએ એક સ્થાને રહી જાય તેમાં જરાય વાંધો ન હોઈ શકે. બૌદ્ધદર્શન આત્માને અનિત્ય જ માને છે. એનામાં નિત્યતા માનવાની વાતને તિરસ્કારી નાખે છે, એજ રીતે વેદાંતદર્શન આત્મામાં માત્ર નિત્યતા માને છે, અનિત્યતા માનવાની વાતને એ ધિક્કારી નાખે છે. જયારે જૈનદર્શન આ બેયની વાતને ભિન્નભિન્ન અપેક્ષાથી મંજૂર કરતાં કહે છે કે આત્મા અપેક્ષાએ અનિત્ય પણ છે અને અપેક્ષાએ નિત્ય પણ છે. આ અપેક્ષાવાદ એ જ સ્યાદ્વાદ છે, એજ સમન્વય છે, એજ સર્વોદયવાદ છે. વસ્તુમાં અનંત ધર્મો છે, તો તે બધાયનો તે તે અપેક્ષાએ સ્વીકાર કરી જ લેવો રહ્યો. ત્યાં પછી એકજ ધર્મને પકડી રાખવો અને બીજા ધર્મોના અસ્તિત્ત્વની વાત કરનારને તિરસ્કારવો એ બિલકુલ યોગ્ય નથી. આ વાત સમજવા માટે જૈનદાર્શનિકો સાત આંધળા માણસો અને હાથીનું દૃષ્ટાંત આપે છે. સાત અંધોએ એક વિરાટકાય પ્રાણી જોયું. તેમણે હાથીની કલ્પના તો કરી પરંતુ તે હાથીનું સ્વરૂપદર્શન કરવામાં તેઓ બધા ભૂલા પડ્યા, કેમકે દરેક હાથીના જુદાં જુદાં અંગને સ્પર્શ કર્યો હતો. જેણે પગ પકડયો તેણે પગની આકૃતિ ઉપરથી જ કહ્યું કે હાથી થાંભલા જેવો છે, બીજાએ સૂઢ પકડીને જાહેર કર્યું કે હાથી જાડા દોરડા જેવો છે, ત્રીજાએ કાન પકડીને સુપડા જેવો કહ્યો. આમ દરેકે પોતાની વાત પકડી રાખી અને બીજાની વાત તિરસ્કારીને લડવા લાગ્યા. એટલામાં એક દેખતો ડાહ્યો માણસ આવ્યો. તેણે બધી વાત સાંભળીને બધાને શાંત પાડતાં કહ્યું કે તેમનામાંનો દરેક સાચો છે. પગની આકૃતિની અપેક્ષાએ હાથી બેશક થાંભલા જેવો છે પરંતુ સૂંઢની અપેક્ષાએ તે દોરડા જેવો પણ જરૂર છે. કાનની અપેક્ષાએ તે સૂપડા જેવો પણ જરૂર છે. એટલે બધાં તે તે અપેક્ષાએ સાચો છે માટે તેઓ પોતાની વાતને પકડી રાખે તે બરાબર છે પરંતુ બીજાની વાતને તિરસ્કારી તો ન જ શકે. આમ જુદાં જુદાં અનેક દૃષ્ટાંતોથી જૈનદાર્શનિકોએ સ્યાદ્વાદ સમજાવ્યો છે. આ તો આપણે સ્યાદ્વાદનું સૈદ્ધાંતિક સ્વરૂપ જોયું. પરંતુ તેનું વ્યાવહારિક સ્વરૂપ શું ? વ્યવહારમાં સ્યાદ્વાદની વિચારપદ્ધતિની ઉપયોગિતા શી ? એ પણ વિચારવું જોઈએ. ભોગી માણસોને એ વાત સારી રીતે સમજાઈ છે કે જીવનમાં ‘પ્રેમ'નું મૂલ્ય ઘણું છે. પ્રેમ વિના જીવી શકાતું નથી. પરંતુ એ વાત પણ સમજી લેવી જોઈએ કે પ્રેમના મૂલ્ય જેટલું જ મૂલ્ય સ્યાદ્વાદનું છે. આજ વાતને સરળ રીતે આમ રજૂ કરી શકાય કે “હું તમને ચાહું છું” એ વાક્યનું જેટલું મૂલ્ય ગણાતું હશે તેટલું મૂલ્ય, ‘તમે પણ સાચા હોઈ શકો છો’ એ વાક્યનું છે. સ્યાદ્વાદનું આજ વ્યાવહારિક સ્વરૂપ છે કે માનવમાત્રે દરેક વાતમાં હાથ i ઈ ગયા છે કે પીછital Sibabati gadi baba abi ગી શiઈ રી[iા શાળા શશ શi Desi giણી શી gિin થી થia ગાણા ગાઈing fine fથી વિજ્ઞાન અને ધર્મ (લાઈથી થઈ શી ઈશથી થaઈ ગઈ છigibi gangga iઈથી gaging finga fight agaઈ ગઈigibi ugaઈ થી થા ઉભી થઈiી સ્યાદ્વાદ ; સાપેક્ષવાદ ૨૪૫ ૨૪૬

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182