Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 126
________________ સિવાયના તમામ પર્વતોનો નાશ થશે. ગંગા અને સિધુ બે જ નદી રહેશે. એ વખતે ભરતક્ષેત્રની ભૂમિ અગ્નિ વગેરે જેવી થશે. પૃથ્વી ઉપર રહેનારા લોકોને ખૂબ કષ્ટ પડશે. એઓ શરીરથી તદન કુરૂપ હશે, વાણીથી અસભ્ય બનશે, માંસાહારી હશે. એમનાં શરીરની વધુમાં વધુ ઊંચાઈ ફક્ત એક હાથની હશે. આયુષ્ય વધુમાં વધુ વીસ વર્ષનું હશે. એ મનુષ્યો સૂર્યના ભયંકર તાપને નહીં સહી શકવાને કારણે ગંગા, સિધુ નદીનાં કોતરોમાં જ ઘર કરીને રહેશે. સૂર્યોદયથી એક મુહૂર્ત પૂર્વે અને સૂર્યાસ્ત થયા બાદ એક મુહૂર્ત પછી જ તેઓ બિલોમાંથી બહાર નીકળશે અને માછલાં વગેરેને ગરમ રેતીમાં પકવીને ખાશે. આવી સ્થિતિ અવસર્પિણી તથા ઉત્સર્પિણી બંન્નેયના છઠ્ઠા આરાનો કુલકાળ મળીને ૪૨ હજાર વર્ષ સુધી રહેશે. ત્યાર પછી ફરી વાતાવરણ ઉત્તરોત્તર સુધરતું જશે. હવે આપણે આ વિષયમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુનો વિચાર કરીએ. બેશક, જિનાગમોના સમયના ગણિત જેટલું ચોક્કસ ગણિત વૈજ્ઞાનિકોનાં સંશોધનમાંથી ન જ મળે, કેમકે એ ભગવાન જિનના બનાવેલા આગમ છે, જ્યારે વૈજ્ઞાનિકો તો હજી ઘણાં અપૂર્ણ છે, છતાં એમના વિધાનો બીજા કોઈપણ વિધાનો કરતાં જિનાગમનાં વિધાનોની ખૂબ જ નજદીકમાં ક્યારેક આવી રહે છે એ હકીકત છે. હમણાં જ આપણે કાળનાં જુદાં જુદાં થતાં પરિવર્તનોની જે વિચારણા કરી અને તેની સાથે ભવિષ્યમાં ૧૮ હજાર વર્ષ પછી આવનારા દુ:ખદ કાળની પણ જે વિચારણા કરી તેને આજનું વૈજ્ઞાનિક સંશોધન ખૂબ જ મળતું આવે છે. ‘ટાઈમ’ નામના અમેરિકન સાપ્તાહિક (૧૯૬૩)માં “ભૂસ્તર ભૌતિક પદાર્થશાસ્ત્ર’ (Geophysics)ના મથાળા નીચે એક લેખ આવ્યો છે. તેનું અવાંતર બીજું મથાળું છે, ‘પૃથ્વીના પેટાળમાં ચુંબકીય ક્ષેત્રની હિલચાલ’ (Flipping the Magnetic Field) છે. એ લેખમાં જે કાંઈ જણાવ્યું છે તેનો જરૂરી સાર ભાગ આપણે અહિં જોઈશું. ભગવતીસૂત્ર શતક ૭, ઉદ્દેશ-૬ દરેક પાંચ લાખ વર્ષે અથવા લગભગ તેટલા કાળમાં અજ્ઞાત કારણોથી ચુંબકીય ક્ષેત્રમાં આકસ્મિક હિલચાલ થાય છે. દસ હજાર વર્ષના કાળમાં (જે પૃથ્વી સંબંધી વિજ્ઞાનના કાળના માપમાં કેવળ એક સામાન્ય કાળ મનાય છે.) ઉત્તરના અને દક્ષિણના ચુંબકીય ધ્રુવ પોતાનું સ્થાન પરસ્પર બદલે છે. વૈજ્ઞાનિકોને ઘણાં કાળ પહેલાથી આ સંદેહ હતો કે આ રહસ્યપૂર્ણ અલટપલટ પૃથ્વી ઉપરના બાહ્ય દેશ્યમાન રૂપમાં ઘણું મોટું પરિવર્તન કરી શકે છે. હવે એવું જણાયું છે કે આ અલટપલટનો હવે તો વધુ ગહન પ્રભાવ થઈ શકે છે. કોલમ્બિયા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોના એક પક્ષે આ વિષયમાં પ્રમાણો એકત્ર કર્યા છે અને એવી સલાહ આપી છે કે આ ક્રિયાશીલ ક્ષેત્ર પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓના વિકાસમાં ઘણો મોટો હિસ્સો આપી શકે છે. મોસ્કો વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક હેઝને સમુદ્રવિજ્ઞાન સંબંધિત એક સભામાં એવું પ્રગટ કર્યું કે આ ભૂગર્ભના અવશેષોના વિશ્લેષણથી એ સ્પષ્ટ થયું છે કે ચુંબકીય ક્ષેત્રમાં હાલની હિલચાલ ૭ લાખ વર્ષ પૂર્વે થઈ હતી. એ અંગેના મળી આવેલા જીવોના અવશેષોએ એમ પણ પ્રગટ કર્યું કે પાણીમાં ઉત્પન્ન થનારા છોડવા કે પાણીની કેટલીક જાત ૨૪ લાખ વર્ષ પહેલા અકસ્માત ઉત્પન્ન (!) થઈ અને ૭ લાખ વર્ષ સુધી કોઈ વિશેષ પરિવર્તન વિના અસ્તિત્ત્વમાં રહી, પછી થોડા જ સમયમાં તેમાંથી કેટલીક જાત પૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ. બીજામાં વિશેષ પરિવર્તન થયું અને એક નવા પ્રકારની પ્રાણીની જાત થઈ. હેઝનને વિશ્વાસ છે કે આ પ્રત્યેક અલટપલટના ચક્રની મધ્યમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું થોડા સમય માટે અદેશ્ય થવા છતાં પણ આ પ્રગતિશીલ પરિવર્તન થઈ શકે છે. આ ચુંબકીય ક્ષેત્રના અભાવમાં બ્રહ્માંડ-કિરણોવાળાં તત્ત્વો બાહ્ય અંતરિક્ષનાં કેટલાંક ઉચ્ચ શક્તિવાળાં તત્ત્વોનો નાશ કરી શકે છે, તે વિનાવિન્ને પૃથ્વી ઉપર વરસ્યાં હતાં. તેમાંથી ઘણાં બ્રહ્માંડ-કિરણયુક્ત તત્ત્વોએ જીવંત પ્રાણીઓનાં પ્રાણતત્ત્વમાં પરિવર્તન અને હાનિ કરવા માટે વાયુમંડળમાં પ્રવેશ કર્યો, જેથી કેટલાંક પ્રાણીઓની જાતિ નાશ પામી ગઈ. બીજી કેટલીક જાતોમાં પરિવર્તન 够多多參象率修象多麼拿參參參率部參參參參參參參參參車座際會學學會參象多图麼多事本集部 વિજ્ઞાન અને ધર્મ (૧) પાણીનું મૂળ કારણ વાયુ (૨) છન્ને આરો. ૨૩૭ ૨૩૮

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182