________________
(૮) પ્ર. છેલ્લા મૃત્યુ પછી તમે કયું પરિવર્તન અનુભવ્યું ? ઉં. સ્થૂલશરીરના સંબંધનો નાશ અને એના પરિણામે પાર્થિવ વસ્તુઓનો ઉપયોગ કરવાની કે ઉપભોગ કરવાની અશક્તિ.
(આ વાત પણ શ્રી જિનાગમમાં જણાવવામાં આવી છે, પણ માત્ર શબ્દાત્તરથી. આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે સાત પ્રકારના પરમાણુઓમાંથી પહેલા નંબરના ‘ઔદારિક’ નામના પરમાણુમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કે ઉપભોગ કરીએ છીએ. જ્યારે પ્રેતયોનિના કે નારકયોનિના જે આત્મો છે તેઓ તે સાત પ્રકારના પરમાણુમાંથી બીજા નંબરના ‘વૈક્રિય’ નામના પરમાણુમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ અને ઉપભોગ કરતાં હોય છે. આમ તેઓ આપણી ઔદારિક વસ્તુઓનો ઉપયોગ વગેરે કરતાં નથી એટલે આ પ્રેતાત્માએ તદ્દન સાચી વાત કહી છે.)
(૯) પ્ર. શું તમે એમ કહેવા માંગો કે મૃત્યુથી તમારી માનસિક શક્યતાઓ ઉપર વિપરીત અસર નથી થઈ ?
ઉ. ના, એટલું જ નહિ, પણ તેથી ઉલ્ટું, મૃત્યુ પછી મારી માનસિક શક્યતાઓમાં ચોક્કસ વધારો થયો છે.
(શ્રી જિનાગમોમાં પણ આ વાત જણાવવામાં આવી છે. માનવ કરતાં દેવની શક્તિ અવશ્ય વિશેષ હોવાનું અનેક સ્થાને જણાવ્યું છે. સજ્જનમાણસ પણ સત્કર્મ કરી દેવયોનિમાં જઈ શકે છે તેમ તિર્યંચયોનિના બળદ, કૂતરા વગેરે પણ ટાઢ-તડકા વગેરેનાં કષ્ટો વેઠીને દેવયોનિમાં જઈ શકે છે. ફેર માત્ર દેવયોનિની ઊંચી-નીચી કક્ષાનો જ હોય છે, બાકી શક્તિ વગેરે તો બંનેમાં પણ અહીંના માનવ કરતાં તો વિશેષ જ હોય તેમ જણાવ્યું છે.)
(૧૦) પ્ર. તમે બધાં ક્યાં રહો છો ?
ઉ. અમારા શરીર તમારા શરીર કરતા સૂક્ષ્મ (જાણે કે) હવામય હોય છે, તેથી અમારે કોઈ અમુક જગ્યાએ રહેવાની જરૂર હોતી નથી, પણ અમારા દરેકના પૂર્વ-વલણ પ્રમાણે અમે વૃક્ષો, મંદિરો, તળાવો, કબરો, સ્મશાનો, દેવળો, કિલ્લાઓ, ગુફાઓ, ટેકરીઓ, કોલસાની ખાણો વગેરેની આસપાસ ભમીએ છીએ. કેટલીકવાર અમે માનવીના કે
કામ કા. શા..
પ્રેતાત્મા સાથે વાતચીત
૧૧૯
પશુના શરીરમાં પણ પ્રવેશીને રહીએ છીએ. કેટલાંક ઊંચી કોટિના પ્રેતાત્માઓ સ્વર્ગના અને ઉચ્ચગ્રહોના પ્રદેશોમાં રહે છે, (આ હકીકતો પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં જિનાગમમાં જણાવવામાં આવી છે. દેવયોનિમાં પહેલા બીજા નંબરની જે યોનિઓ છે ત્યાં ઉત્પન્ન થયેલાં દેવોમાંના ઘણાં દેવો ઉપરોક્ત કબરો, તળાવો, દેવળો વગેરેમાં કોઈને કોઈ પૂર્વજન્મની મૂર્છા વગેરેને કારણે રહે છે અથવા તો એમનો આત્મા ત્યાં જ ભમતો રહે છે. આ આત્માઓ પૂર્વજન્મના સ્નેહવાળી કે દુશ્મનાવટવાળી વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરીને સુખ કે દુઃખ પણ આપતા હોય છે.)
પણ દેવયોનિમાં ત્રીજા અને ચોથા નંબરની જે દેવયોનિઓ છે તે ઊંચા પ્રકારની છે અને તે યોનિમાં જન્મ પામતા આત્માઓ આ રીતે કબરો વગેરેમાં રહેતા નથી કે ભમતા પણ નથી. એમાં પણ જે ત્રીજા નંબરની દેવયોનિ છે, જેને જ્યોતિષ્મ દૈવયોનિ કહેવાય છે. તેઓ આપણે જે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાને જોઈએ છીએ, તેમાં રહે છે. વસ્તુતઃ આપણને દેખાતા સૂર્યચન્દ્રાદિ એ તો તેમાં રહેતાં દેવોનાં વિમાનો છે, જે સતત આકાશમાં પરિભ્રમણ કરતાં રહે છે. જ્યારે ચોથાપ્રકારના દેવો જેમને વૈમાનિકદેવો કહેવાય છે તેઓ તો તે સૂર્યાદિના વિમાનથી પણ ઉપર આવેલા આકાશમાં આવેલા વિમાનોમાં રહે છે. એ વિમાનો આ પૃથ્વી ઉપરથી આપણને દેખાઈ શકે તેમ નથી.
જિનાગમની આ સઘળી હકીકતને પ્રેતાત્માએ કહેલી વાતો સાથે સંપૂર્ણ મેળ બેસી જાય છે. *
(૧૧) પ્ર. તમે માનવીના કે પશુના શરીરમાં કેમ અને ક્યારે • રથળા હિદ્ઘાર નોયાસહસ્ત્ર વિમુત્તું તે મવા I-‰.સંગ્ર.ગા. ૨૫ • रयणाए पढमजोयणसहस्से हिदुवरिं सयसयविहूणे ।
વંતરિયાળ રશ્મા શોમા નવરા અસંધિન્ના II — બુ.સંગ્ર.ગા. ૩૦
• समभूतलाओ अट्ठहिं दसूण जोयणसएहिं आरब्भ ।
રિ વસુત્તરનોયળસયંમિ ત્રિવ્રુતિ નોફસિયા ।। - બૃ.સંગ્ર.ગા. ૪૮
• चुलसीइलक्खसत्ताणवइसहस्सा विमाण तेवीसं ।
સમુદ્રુોળંમિ ન્દ્રિયા વિઠ્ઠી પથરેસુ ॥ – બૃ.સંગ્ર.ગા. ૮૯
10. A
李
૧૨૦
વિજ્ઞાન અને ધર્મ