Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 98
________________ શરીરમાં સૂચના પહોંચાડવામાં સહાયક ઈથર જુદું. આમ સેંકડો ઈથરોની કલ્પના કરવામાં આવી. ગમે તેમ હોય પણ ઈથર એ ૧૯મી સદીના વૈજ્ઞાનિકોની જગતને મોટામાં મોટી ભેટ હતી. આવી કલ્પનાઓવાળા ઈથર સાથે જિનાગમમાં કહેલા ધર્મ-દ્રવ્યને જો કોઈ સામ્ય હતું તો તે માત્ર ગતિસહાયકતા દૃષ્ટિએ જ સામ્ય હતું. તે સિવાય ધર્મદ્રવ્ય એક અને અભૌતિક કલ્પવામાં આવ્યું હતું. જ્યારે ઈથર અનેક અને ભૌતિક કલ્પવામાં આવ્યું હતું. જે અભૌતિક હોય તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઘનતા વગેરે ન હોય તેવું બધું ભૌતિકમાં જ હોય એટલે આમ એ બે વચ્ચે વૈષમ્ય પણ ઘણું હતું. પરંતુ વીસમી સદીમાં “ઈથર’ વિષે જે વૈજ્ઞાનિક અન્વેષણો થયાં એણે ઈથરનું આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. આઈન્સ્ટાઈને અપેક્ષાવાદની દષ્ટિથી ઈથરની અન્તિમ વ્યાખ્યા કરી છે. એના અનુસાર ઈથર અભૌતિક, લોકવ્યાપ્ત, ન દેખી શકાય તેવું અને એક અખંડ દ્રવ્ય છે. ઈથર અંગેની વૈજ્ઞાનિક માન્યતાઓ અંગે “ધ શોર્ટ હીસ્ટરી ઓફ સાયન્સ'માં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. એ બધી માન્યતાઓવાળું ઈથર અને જિનાગમોમાં કહેલું ધર્મદ્રવ્ય એ બે તદ્દન જુદાં પડી જતાં હતાં. ઈથર-તત્ત્વને સમજવા માટે વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગ કર્યા છે. જેમાં માઈકલસન મોર્લેનો પ્રયોગ સુપ્રસિદ્ધ છે. આ પ્રયોગ તેણે એક સદી પૂર્વે ઓડીઓ (Ohio) યુનિ.માં કર્યો હતો. ત્યારપછી તો અનેકાનેક પ્રયોગો થયા પરંતુ એમાં તો વૈજ્ઞાનિકોની ગતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ. ન તો તેઓ તેને અભૌતિક સ્વરૂપમાં માની શકતા હતા. ન તો તેના અસ્તિત્ત્વની કલ્પના છોડી શકતા હતા. ગમે તેમ હોય પણ વૈજ્ઞાનિકોનું ઈથર ધીમે ધીમે જિનાગમોક્ત ધર્મદ્રવ્યની વધુ ને વધુ નજદીક આવતું હતું. ભૌતિક વિજ્ઞાનના પ્રમાણભૂત પુસ્તક “ભૌતિક જગતની પ્રકૃતિ'માં એ. એસ. એડિંગ્ટન કહે છે કે, “આનું તાત્પર્ય એ ન સમજવું કે ઈથર જેવું કોઈ તત્ત્વ જ નથી. અમારે ઈથરની તો જરૂર છે જ. છેલ્લી શતાબ્દીમાં એ વ્યાપકરૂપમાં માનવામાં આવતું હતું કે ઈથર એક દ્રવ્ય છે જે પિડરૂપ, અને સાધારણદ્રવ્યની જેમ ગતિમાન છે. એ કહેવું મુશ્કેલ થશે કે આ વિચારધારા ક્યારની બંધ પડી ગઈ ? આજકાલ તો હવે એમ મનાય છે કે ઈથર ભૌતિકદ્રવ્ય નથી. અભૌતિક હોવાથી એની પ્રવૃત્તિ તદ્દન જુદી જાતની છે. પિણ્ડત્વ અને ઘનત્વના જે ગુણો ભૌતિક દ્રવ્યમાં મળે છે તેમનો સ્વાભાવિક રીતે જ ઈથરમાં અભાવ મળશે પરંતુ તેને પોતાના આગવા નિશ્ચયાત્મક નવા જ ગુણો હશે...ઈથરનો અભૌતિક સમુદ્ર !' - ધર્મદ્રવ્ય અને ઈથર અંગે તુલનાત્મક વિવેચન કરતાં પ્રો.જી. આર. જૈન (એમ.એસ.સી.) નૂતન અને પ્રાચીન સૃષ્ટિવિજ્ઞાન નામના પુસ્તકના ૩૧માં પૃષ્ઠ ઉપર કહે છે કે, “એ વાત હવે પ્રમાણિત થઈ ગઈ છે, જૈનદર્શનકાર અને આધુનિક વિજ્ઞાનવાદી ત્યાંસુધી તો એ વાતમાં એકમત છે કે ધર્મદ્રવ્ય અથવા તો ઈથર અભૌતિક, અપારમાવિક, અવિભાજય, અખંડ આકાશ જેવું, વ્યાપ્ત, સરૂપ અને ગતિનું અનિવાર્ય માધ્યમ તથા પોતાનામાં સ્થિર છે.” * • This does not mean that the ether is abolished. We need an ether in the last century, it was widely believed that ether was a kind of matter having properties, such as mass, rigidity. motion like ordinary matter. It would be difficult to say, when this view died out. Nowadays it is agreed that ether is not a kind of matter, being non-material, its properties are vigaries (quite unique) charactors such as mass and rigidity which we meet with in matter will naturally be absent in ether, but the ether will eye new and definite character of its own...non-material ocean of ether. - The Nature of the physical World. P. 31 * Thus it is proved that science and Jain physies agree absolutly so far as they call Dharma (ether) non-material, not-atomic, non-discrete, continuous, co-extensive with space indivisible and as a necessary medium for motion and which does hot itself move. tags કારણે ગાઈ ગાઈ શારદા મા થઈiાઈ જાણaછ શાdiaછirછ ગાdaઈ શati staઈ હaminati Sagittie ગાથne ગી ધમાંસ્તિકાય ૧૮૧ ૧૮૨ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182