________________
સત્ય પામતાં જ તે માર્ગેથી પીછેહઠ કરી દેવાની, અસત્યને અસત્ય તરીકે જણાવી દેવાની મોટા મોટા વૈજ્ઞાનિકોની પણ હિંમત સાચે જ પ્રશંસા માંગી લે તેવી છે.
અરે...જીવનાં જીવનોનો પ્રયોગોની પાછળ ભોગ આપી દેનારા જે છેવટે શોધે તેને યોગસાધનાથી ભગવાન જિન સહજમાં કહી દે એ વાત પણ વીસરી શકાય તેમ નથી, અસત્યવિજ્ઞાન સત્યાન્વેષી હોઈને પણ જો પ્રસંસાપાત્ર બનતું હોય તો સત્યમય ભગવાન જિન કેટલી આદરણાને પાત્ર બને એની ત્રિરાશી માંડવી જ રહી.
ધર્મદ્રવ્ય અને ઈથર એ બેયનો છેવટે પણ કેટલો સુંદર મેળ બેસી ગયો ! જૈન સર્વજ્ઞોએ અગણિત વર્ષો પહેલાં જે વાત કહી હતી તે જ વાત ભગવાન મહાવીરસ્વામીએ ૨૫૦૦ વર્ષ પૂર્વે કહી હતી અને તે જ વાતને સર્વજ્ઞભાષિત સત્ય તરીકે આજ સુધી એજ વિધાન સાથે અબાધિત રીતે સ્વીકારવામાં આવી. જયારે બીજી બાજુ એ વાતને કોઈપણ વૈજ્ઞાનિક કલ્પી પણ ન હતી, ત્યારપછી ૧૯મી સદીમાં કલ્પના કરી અને તે કલ્પનાનું સ્વરૂપ સતત બદલાતું રહ્યું, અને અંતે બદલાતું બદલાતું એ સ્વરૂપ ધર્મદ્રવ્યના સ્વરૂપમાં વિલીન થઈ ગયું !
એક બાજુ પૂર્ણ તત્ત્વજ્ઞાન છે, બીજી બાજુ અપૂર્ણ વિજ્ઞાન છે. તત્ત્વજ્ઞાન કદી પણ પરિવર્તન પામતું નથી. વિજ્ઞાન સતત પરિવર્તનશીલ બનતું અંતે તત્ત્વજ્ઞાનમાં મળી જાય છે.
આજ સુધી એક વિચારધારા ચાલતી આવી છે કે વિજ્ઞાન જ સંપૂર્ણ છે, સર્વ કાંઈ છે. જયારે તત્ત્વજ્ઞાન અંધશ્રદ્ધાળુઓનું અવલંબનમાત્ર છે. એમાં બધું જ ગમ્યું હોય છે. એમાં પણ વિજ્ઞાનના મંતવ્યથી વિરુદ્ધ જતું તત્ત્વજ્ઞાનનું મન્તવ્ય તો અવશ્ય તિરસ્કાર્ય છે.
આવું વિધાન કરતાં વિજ્ઞાનપ્રેમીઓને આ વાત વિચારવી છે. ખરી ? જે હજારો વર્ષ પૂર્વે વિજ્ઞાનનો કોઈ અંકુરો પણ ફૂટ્યો ન હતો તે વખતે જૈનતત્ત્વજ્ઞાન એની પૂરબહારમાં હતું. એ વખતે એ ધર્મદ્રવ્યનાં વિધાન જેવાં અનેક વિધાનો થઈ ચૂક્યાં હતાં, વિજ્ઞાન તો ફરતું ફરતું આજે એ વિધાનને પોતાનું શિર ઝુકાવે છે.
આ વસ્તુસ્થિતિ હોવા છતાં અપૂર્ણવિજ્ઞાનને પૂર્ણ સમજી લેનારો કોઈ અપૂર્ણમાનવ, પૂર્ણને અપૂર્ણ કહે તો તેને હજી વધુ સમજાવવા કોણ કોશિશ કરે ?
બેશક, વિજ્ઞાનની એક વિશિષ્ટતાને જરૂર સન્માનિત કરી શકાય છે અને તે છે તેની સત્યાન્વેષિતા. (પૂર્વે હતી, વર્તમાનમાં તો હવે એમાં ય સંદેહ પડે છે.)
અસત્યના રાહે કદમ માંડી દીધા પછી પણ અસત્ય સમજાતાં, અને
કાકા - કાકી ના હeaહ
કહા હા હા હાથ પણ થઈ ધમાસ્તિકાયા
૧૮૩
૧૮૪
કાકા કકક કકકકકક કકકકક કકકર
વિજ્ઞાન અને ધર્મ