Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ છેલ્લા ગણાતા છઠ્ઠા નંબરના સૌથી ઊંડા વશીકરણથી (deepest hypnotism) એ આત્માઓ પાસે તેમના પોતાના પૂર્વજન્મોની સ્મૃતિ કરાવી છે. એમનું નામ છે એલેકઝાન્ડર કેનન, એમણે ‘ધ પાવર વિધીન’ નામનું અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના સોળમાં પ્રકરણમાં પુનર્જન્મની વશીકરણવિદ્યાથી સિદ્ધિ કરતી માહિતીઓ આપી છે. તેમણે ત્યાં બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે, “એક સમય એવો હતો, જ્યારે ઘણાં વર્ષો સુધી પુનર્જન્મનો સિદ્ધાંત મારા માટે એક ભયંકર સ્વપ્ર સમો હતો. તે વખતે હું આ સિદ્ધાંતને તોડી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેતો. હું તો વશીકરણવિદ્યાનો નિષ્ણાત (hypnotist) હતો એટલે અવારનવાર અનેક વ્યક્તિઓ ઉપર વશીકરણવિદ્યાના પ્રયોગો કરતો અને તેઓને ઘણી ઘણી વાતો પૂછતો. જયારે જયારે પણ તેમાંનું કોઈપણ મને પુનર્જન્મના અસ્તિત્ત્વની વાત કરતું ત્યારે હું સખત રીતે તેમની વાતોને વખોડી નાંખતો, પણ અફસોસ ! જયારે ઘણાં બધાએ એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું ત્યારે તો મારે પણ માનવું જ પડ્યું કે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ જરૂર અસ્તિત્ત્વ ધરાવે છે.* વશીકરણનો પ્રયોગ કરવા દ્વારા એક આત્મા પોતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને અને જાણે કે એ જ જન્મની અવસ્થાઓને વર્તમાનકાળમાં અનુભવતો હોય એ રીતે જ એનું વર્ણન કરવા લાગે એ બધું આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું જરૂર છે, પરંતુ આ તો વૈજ્ઞાનિકોની દુનિયાની વાત છે. આજનું બાળક, આધુનિક જગતનો એક યુવાન કોલેજિયન કે કોઈ પ્રૌઢ માનવ આ વાતની સામે બંડ પુકારવા સદા લાચાર હોય છે. કેમકે એને આજના વૈજ્ઞાનિકના જાતપ્રયોગો ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય છે. આ વસ્તુસ્થિતિ છે માટે જ અહીં આત્માના પૂર્વજન્મની વાતોને વશીકરણવિદ્યાના પ્રયોગથી જે રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે તેજ હકીકત આપણે વિચારીશું. જેમણે આ પ્રયોગો કર્યા છે તેઓ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે વર્તમાનકાળમાં જીવન જીવતો કોઈપણ માનવ પોતાના આ જીવનમાં જે કાંઈ સુખ કે દુ:ખનો અનુભવ કરે છે તેનાં કારણો હકીકતમાં તો તેના પૂર્વજન્મોમાં જ પડેલાં હોય છે. વશીકરણ-વિદ્યાસાધકો કહે છે કે, પૂર્વના દેશોના ચિંતકો ‘કર્મ' જેવી વસ્તુને માનીને જન્માંતરના કારણો અને વર્તમાને જન્મનાં સુખદુ:ખાદિ કાર્યો વચ્ચેની ખૂટતી કડી જોડી આપે છે, ઘણાં માણસો પોતાના જીવનમાં ઉપરાઉપરી ત્રાટકતી આપત્તિઓનાં કારણ પિછાણી શકતા નથી, પરંતુ પૂર્વજન્મનો સિદ્ધાંત એ કારણો શોધી આપે છે. શું સુખ કે શું દુ:ખ –બે ય કાર્યોના કારણો અવશ્ય છે. આ જન્મમાં નહિ તો જન્માંતરમાં.• વશીકરણવિદ્યાથી તો સામાન્યતઃ વર્તમાનજીવનના જ ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરવાનો પ્રયત્ન આજ સુધી કરવામાં આવતો હતો, પરંતુ હવે તો ગર્ભાવસ્થાના અનુભવો અને એની પૂર્વના જન્મોના અનુભવોનું પણ સ્મરણ કરાવવામાં આવે છે. વર્તમાનજીવનના જન્મના જેટલાં વર્ષ પૂર્વની વાત પૂછવામાં આવે, બરોબર તેટલાં વર્ષ પૂર્વની અનુભૂતિને તે વ્યક્તિ બહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરે છે. આમ સો બસો કે ત્રણસો વર્ષ પૂર્વની વાત કે હજારો વર્ષ પૂર્વની વાત પણ પૂછવામાં આવે તો તે પણ બહુ સ્પષ્ટ ભાષામાં જાણે કે તે વખતે • This study explains the scales of justice in a very broad way showing how a person appears to suffer in this life as a result of something he has done in a past life, through this law of action and reaction known in the East as Karma.' Many a person cannot see why he suffers one disaster after another in this life, yet reincarnation may reveal atrocities committed by him in lives gone by others, no matter what they seem to do. "Fall on their feet' as it were, and May it not be the reward for services rendered in lives gone by? - The power within, P. 170 ૫૦ વિજ્ઞાન અને ધર્મ * For years the theory of reincarnation was a nightmare to me and I did my best to disprove it and even argued with my trance subjects to the effect that they were talking nonsence, and yet as the years went by, one subject after another told me the same story in spite of different and varied conscious beliefs, in effect untill now well over a thousand cases have been so investigated and I have to admit that there is such a thing as reincarnation. - The power within p. 170. વશીકરણવિધાર્થી આત્મસિદ્ધિ : પુનર્જન્મ ૪૯

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182