Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ જ વાતને તેઓ એક ખુબ સુંદર દેષ્ટાંત આપીને સમજાવે છે. એક કાચનો ગ્લાસ લો. તેનો પોણો ભાગ પાણીથી ભરી દો. પછી તેમાં ખિસ્સાનો એક રૂમાલ એવી રીતે નાંખો કે અડધો રૂમાલ ગ્લાસના પાણીમાં પડીને ભીંજાઈ જાય, અને બાકીનો અડધો રૂમાલ પાણીની બહારના ગ્લાસની ધાર ઉપર રહેહવે એ પાણીની બહાર રહેલા સૂકા રૂમાલ ઉપર સાકરનો એ ક ગાંગડો મૂકો, શું આ સાકરનો કટકો ઓગળશે ખરો ? ના, નહિજ. સારું. હવે એ સૂકો રૂમાલ પેલા સાકરના કટકા સાથે જ ગ્લાસના પાણીમાં સરકાવી દો. થોડીવારમાં જ આપણને જોવા મળશે કે પેલો સાકરનો કટકો ઓગળી ગયો છે, અને એની મીઠાશ પાણીના પ્રત્યે ક ટીપાં સુધી અને રૂમાલના દરેક તંતુ સુધી વ્યાપી ગઈ છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં જે સૂકો રૂમાલ છે તે જાગ્રત મન છે, અને જે ભીનો થયેલો રૂમાલ છે તે અર્ધજાગ્રત મન છે, જે સાકરનો કટકો છે તે વિચાર છે. જયાં સુધી વિચાર જાગ્રતમનમાં છે ત્યાં સુધી તે પેલા સાકરના કટકા જેવો છે કે જે ઓગળીને ક્યાંય ફેલાતો નથી. પણ જયારે એ વિચારરૂપી સાકરનો કટકો આંતરમનમાં ચાલી ગયો ત્યારે ત્યાં એ સર્વત્ર વ્યાપી ગયો. એટલે વિચાર ક્યારેય મરી જતો નથી પણ ઊલટો એ તો આંતરમનમાં સર્વત્ર વ્યાપીને લાંબુ જીવન જીવતો હોય છે. જો આ જ વસ્તુસ્થિતિ છે તો કોઈપણ પ્રાણી ક્યારેય મરી શકતું નથી. ઊલટું, પેલા વ્યાપ્ત વિચાર (કે જેને જૈન-પરિભાષામાં સંસ્કાર કહેવામાં આવે છે) તેને પોતાની સાથે રાખીને એ ક્યાંક આગળ વધે છે, માટે અદ્યતન જગતના બુદ્ધિવાદી માનવીએ મૃત્યુ જેવી કોઈ વસ્તુ માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેવો જોઈએ કેમકે આત્મા અમર છે. અઢળક સંસ્કારોનો એ ખજાનો છે. * * ધ પાવર વિધીન’ નામના પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન, કે જેઓ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણાને અડી આવ્યા છે તેઓ આ પુસ્તક લખતાં કહે છે કે, “મારી બધી વાતોનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તો એટલો જ છે કે, આત્માનું મૃત્યુ હોઈ શકતું જ નથી.” અહો ! આ વાત જો જગત સમજી જાય તો સમગ્ર વિશ્વ ઉપર ચમત્કારિક પરિવર્તન આવી જાય. લેખક કહે છે કે, “પછી તો કોઈ કોઈનું ખૂન નહિ કરે, દુઃખનો માર્યો કોઈ જીવ આત્મહત્યા નહિ કરે” કેમકે આત્મહત્યા કરવા ઈચ્છતો માણસ પછી સમજી શકે કે, આત્મહત્યા કરી લેવાથી જેટલાં દુઃખોનો અંત આવશે તેનાથી ઘણાં વધુ દુ:ખોનાં ધાડાં ફરી તૂટી પડશે કેમકે હું અમર છું ! મારે અહીંથી પણ ક્યાંક જવાનું છે. લેખક કહે છે કે, “આજના ન્યાયાલયો શું ખરેખર ન્યાય કરે છે ? ના. એક ખૂનીના ખૂનના બદલામાં ન્યાયાધીશ વધુમાં વધુ તો ફાંસીની સજા ફટકારશે ને ? પણ તેથી શું થયું ? ખૂની માણસના ખૂનનો જે વિચાર ખૂન કરાવી ગયો તે વિચારને આત્મામાં સંસ્કાર રૂપે આપી જતો કોઈ રોકી શક્યું ? એ સંસ્કારને કોઈએ દૂર કરી દીધા ? જો એ સંસ્કાર દૂર ન થાય તો ખૂનીનો આત્મા તો મૃત્યુ પામતો જ નથી એટલે પુનઃ એ સંસ્કારો એની પાસે અનેક વ્યક્તિઓના ખૂન કરાવતા જ રહેશે ! તો પછી આ ન્યાયાધીશે તો ન્યાય કર્યો કે અન્યાય ? ફરી ફરીને ખુનો કરતા રહેવાની તકને જીવતી રાખીને ખૂનીને ફાંસીના માંચડે ચડાવી દેવો અને તેથી અનેક બીજા ખૂનો થવા દેવાં એ માનવજાત સામે ભયંકર અન્યાય નથી શું ? હવે તો એવાં ન્યાયાલયોની જરૂર છે કે જયાં ખૂનીને ફાંસીએ ચઢાવવાને બદલે એના આંતરમનમાં વ્યાપી ગયેલા સંસ્કારોને ફાંસી દેવામાં આવે. આ કામ તો ધર્મગુરુઓ-માનસશાસ્ત્રીઓ જ કરી શકશે.” * • There is no death! That is supreme message which this chapter has for you! What a profound change would come over the whole world if that lesson were well and truly Iearned ! Suicide and murder would cease. * What a leason the would-be suicide can learn from the fact that we do not, cannot die ! He would then know that જ શાહી લગાગાકાહાહાહાહાહાહાહાકાહારી પ૬ વિજ્ઞાન અને ધર્મ * You will never be able to say again that a man can die. Indeed, there is not, and cannot be, any room in the Universe for such an idea as death. - The P.P.176 વશીકરણવિધાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મ પ૫

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182