Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ સ્થિર માનવાનું વિધાન કરે છે. આમ ઈ.સ. પૂર્વે ૨૦૦ વર્ષથી માંડીને આજ સુધીમાં પૃથ્વીના સ્થિરત્વચરત્વની માન્યતામાં પણ વૈજ્ઞાનિકો એકમત થઈ શક્યા નથી એ વાત ઉપરોક્ત વિધાનોથી સાબિત થાય છે. આમ વૈજ્ઞાનિકોની વાતો અનેક વિરોધોથી ભરપૂર છે, સદા પરિવર્તનશીલ છે એ વાત બહુ સારી રીતે સમજી શકાય છે. આજે પણ કેટલાંક કહે છે કે ચંદ્ર ઉપર જે ડાઘા દેખાય છે તે સમુદ્રો છે, બીજા કેટલાંક તેને ઊંચા પર્વતો કહે છે, કોઈ વળી જવાળામુખી કહે છે તો કોઈ વળી પાણીની ગરમી કહે છે. અમેરિકાના શોધકો કહે છે કે ઍટલાંટિક મહાસાગર આ પૃથ્વીનો એક દેશ હતો, પણ ધૂમકેતુ સાથે અથડાવાથી નાશ પામ્યો છે. જયારે ડો. કાઉલ્ટર્સનો ભૂતપ્રમાણથી એવો મત છે કે ઍટલાંટિક એક સ્વતંત્ર ગ્રહ હતો અને પૃથ્વી સાથે અથડાવાથી નાશ પામ્યો છે. વળી તે ગ્રહના માનવો મંગળના ગ્રહમાં જઈ વસ્યા છે. ન્યૂટન અને લીવનીઝની વચ્ચે ચલન-કલનની માન્યતામાં વિવાદ હતો. ન્યૂટન કહે છે કે સૂર્યમંડળમાં બુધ સિવાય બીજો ગ્રહ જ નથી. જયારે અન્ય વિદ્વાનો કહે છે કે સૂર્ય અને બુધની વચમાં વલ્કન નામનો ગ્રહ છે. બીજા કેટલાંક વળી કહે છે કે અહીં વલ્કન દેખાતો જ નથી. સાપેક્ષવાદની ઉત્પત્તિ પછી ગેલેલિયો, ન્યૂટન અને ઉકલેદસ વગેરે વૈજ્ઞાનિકોનાં સિદ્ધાંતો અસત્યમૂલક તથા ભ્રમાત્મક સિદ્ધ થયા છે. આ બધી વાતો ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે બધી બાબતમાં વિજ્ઞાનનું સંશોધન એ અંતિમ સત્ય નથી. એનું વિધાન સતત પરિવર્તનશીલ રહે છે. આ વાત વર્તમાન જગતના દરેક વિજ્ઞાનપ્રેમીએ સમજી લેવી પડશે. જ્યારે ને ત્યારે વિજ્ઞાનના સંશોધનને અણીશુદ્ધ સત્ય તરીકે જ મૂલવવાની એક પ્રકારની ઘેલછા સત્યની નજદીક લઈ જવાને બદલે સત્યથી હંમેશ દૂર રાખનારી બની રહે છે. જ્યારે વૈજ્ઞાનિકો પોતે જ પોતાના મંતવ્યોને અંતિમ સત્ય તરીકે જૂક હાશાહી શા મારા નાથ રાહanage=ા ડાઈલો છatiાdate=&igratiseasoinedicinesen@isio.diaહશે વિજ્ઞાનનાં ફરતાં વિધાનો. કલ્પી ન લેવા માટે જોરશોરથી સ્પષ્ટ શબ્દોમાં વિજ્ઞાનપ્રેમીઓને જણાવે છે તે વખતે પણ તેનાં વિધાનોને પરમ સત્ય તરીકે સ્વીકારી લેવા અને સર્વજ્ઞભાષિત સત્યોની અવગણના કરી નાંખવી એ તો ખૂબ જ નાદાનિયતભરી ચેષ્ટા કહેવાય. અહીં વૈજ્ઞાનિકોનાં પોતાનાં જ મન્તવ્યો રજૂ કરવામાં આવે છે એ ઉપરથી બહુ સ્પષ્ટ રીતે સમજાશે કે વિજ્ઞાનમાં દરેક વિધાનને આંખ મીંચીને અપનાવી લેવું, સત્ય કહી દેવું એ નર્યું દુઃસાહસ છે. વૈજ્ઞાનિક અભિપ્રાયો : (૧) એક પુસ્તકમાં વૈજ્ઞાનિકો કહે છે કે, “હવે અમે ખૂબ સારી રીતે અને મક્કમતાપૂર્વક એ વાત સમજવા લાગ્યા છીએ કે અમારા અજ્ઞાનનો પ્રદેશ કેટલો બધો વિરાટ છે !” મેં (૨) “ધ મિસ્ટિરીયસ યુનિવર્સ' નામના પુસ્તકમાં સર જેમ્સ જીન્સ કહે છે, “હવે તો એ જ સારું લાગે છે કે વિજ્ઞાન નિત્ય નવી ઘોષણાઓ કરવાનું બંધ કરી દે. કેમકે જ્ઞાનની નદી ઘણીવાર પોતાના મૂળ ઉદ્ગમસ્થાને પાછી ફરી છે.” વ (૩) બીજી એક જગ્યાએ તેઓ લખે છે કે “૨૦મી સદીનો મહાનમાં મહાન આવિષ્કાર ‘સાપેક્ષવાદ’ કે ‘કવોન્ટમનો સિદ્ધાંત નથી. અને પરમાણુનું વિભાજન થયું તે પણ નથી. આ સદીનો મહાન આવિષ્કાર તો એ ચિંતન છે કે વસ્તુ તેવી નથી, જેવી તે દેખાય છે. આની સાથે સાથે સર્વસામાન્ય વાત તો એ છે કે અમે આજ સુધી હજી પરમ વાસ્તવિકતાની પાસે પહોચ્યા જ નથી.” & 37. We are begining to appreciate better and more thoroughly how great is the range of our igncrance. - Ibid P. 60 a. Science should leave off meking Pronouncement, the river of knowledge has too often turned back on itself. - The mysterious Universe. P. 138 ch. The cutstanding achievement of twenteth century physics, is not the theorgy of relativity with its welding together of space and time, or the theory of quantum with its present ૨૮ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182