Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ છે એજ વખતે એ વાયુમંડલની અંદર રહેવાથી પૃથ્વીના જેવી જ બીજી એક ગતિ એ પદાર્થોમાં સહજ રીતે ઉત્પન્ન થતી રહે છે. આથી જ આકાશમાં ફેંકેલું તીર પાછું તે જ સ્થાને પૃથ્વી ઉપર રહે છે એ બધામાં પૃથ્વીની અંદર રહેલું ગુરુત્વાકર્ષણ કારણ છે. ટૂંકમાં ગુરુત્વાકર્ષણ આદિ કેટલાંક સિદ્ધાંતોએ પૃથ્વીને ફરતી માનવામાં નડતી સમસ્યાઓને ઉકેલી નાંખી અને તેથી પૃથ્વીને ચર માનવાની વાત વધુ સ્થિર બની. પરંતુ આ બધું હોવા છતાં ૧૯૪૮ની સાલમાં પ્રગટ થયેલા “ધ સન્ડે ન્યુઝ ઓફ ઈન્ડિયા’ નામના એક પત્રમાં શું જણાવવામાં આવ્યું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. તે પત્રમાં ‘હાઉ રાઉન્ડ ઈઝ ઓફ ધ અર્થ’ નામનો એક લેખ હેનરી ફોસ્ટર નામના એક વૈજ્ઞાનિકે લખ્યો છે, તેમાં તે જણાવે છે કે “પૃથ્વી ચપટી છે (સ્થિર છે.)” એ માન્યતાને પ્રમાણિત કરવા માટે ઘણાં ઘણાં માણસોએ ઘણાં વર્ષો કાઢ્યાં છે પરંતુ તેમાંના ઘણાં થોડા માણસોએ ‘વિલિયમ એડગલ’ જેવો ઉત્સાહ બતાવ્યો હશે. એડગલે પી. વર્ષ સુધી લગાતાર આ વિષયમાં સંશોધન કર્યું. તેઓ રાત્રિના સમયમાં આકાશમાં નિરીક્ષણ કર્યા કરતા. તેઓ ક્યારે પણ પથારીમાં સૂતા ન હતા. ખુરશી ઉપર બેસીને, આકાશ સામે નજર નાંખીને તેઓ આખી રાત વિતાવતા. તેમણે પોતાના બગીચામાં લોઢાની એક નળી રાખી હતી, જે ધ્રુવના તારાની સન્મુખ રહેતી હતી. તેમણે પોતાના ઉત્સાહપૂર્ણ નિરીક્ષણ પછી એ નિર્ણય જાહેર કર્યો કે પૃથ્વી થાળી જેવી ચપટી છે. (અર્થાત સ્થિર છે.) એની ચારે બાજુ સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ ઘૂમી રહ્યો છે. ઇત્યાદિ.* એસ્ટ્રોલોજિકલ મેગેઝીનના ૧૯૪૬ના જુલાઈ અને ઑગસ્ટના અંકમાં મેકડોનાલ્યું જે “શું પૃથ્વી ચપટી છે?' એ શીર્ષક હેઠળ લેખ પ્રગટ કર્યો હતો એ બે હપ્ત પૂર્ણ થયો હતો. ‘પૃથ્વી દડા જેવી ગોળ છે.' એ સિદ્ધાંતનું એણે ખૂબ સારી રીતે પ્રમાણ આપીને ખંડન કરી નાખ્યું હતું, આજના વિશ્વની સૃષ્ટિના બધા નિયમોને તેણે પૃથ્વીને થાળી જેવી ગોળ કહીને સંગત કર્યા હતા. તેણે તે લેખમાં સૂર્યને જ પરિભ્રમણ કરતો કહ્યો છે. તે કહે છે કે, “સૂર્યની ગોળાકર અને નિરંતર ગતિ બધી જાતના પ્રયોગો દ્વારા બતાવી શકાય તેમ છે. સૂર્ય ગતિ કરે છે છતાં એવો સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર કલાકના એક હજાર માઈલની ગતિથી ફરી રહી છે. એ કેટલી હાસ્યાસ્પદ બાબત છે !!!” વળી ‘પી. એલ જયોગ્રાફી' આદિ ગ્રન્થો કે જે ભારતીય વૈજ્ઞાનિકોએ લખ્યા છે તેમાં પણ તેમણે પૃથ્વીને પરિભ્રમણ અંગેની માન્યતા ઉપર ખૂબજ તાર્કિક વિશ્લેષણ કર્યું છે અને પૃથ્વીને સ્થિર માનવા તરફ પોતાનો આદર બતાડ્યો છે. અંતમાં આધુનિક વૈજ્ઞાનિકોમાં શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન ગણાતા આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ જણાવ્યો અને પૂર્વે જો ઈ ગયા તેમ એ સાપેક્ષવાદના સિદ્ધાન્ત ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને છિન્ન-ભિન્ન કરી નાંખ્યો. આથી પૃથ્વીને ચર માનવામાં જે સમસ્યાઓ ઊભી કરવામાં આવી હતી તે બધી સમસ્યાઓનું સમાધાન ગુરુત્વાકર્ષણના સિદ્ધાન્તના આધારે થયું હતું અને હવે તે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાન્ત પોતેજ છિન્ન-ભિન્ન થાય છે ત્યારે તે સમસ્યાઓ ફરી ઊભી જ રહે છે એટલે આડકતરી રીતે તે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ પૃથ્વીને સ્થિર માનવા તરફ ઝૂકે છે એમ જ કહી શકાય. સાપેક્ષ રીતે તો આઈન્સ્ટાઈન પોતે સ્પષ્ટ શબ્દોમાં પૃથ્વીને • The Concentric and progressive motion of the sun over the earth is in every sense Practically demonstrable. The earth like all other plganets floats in space. The sun moves and is the centre of our (Known) universe. The idea that the earth moves on its axis at the rate of 1000 miles an hour is ridiculous. - Estrological Magazine, 1946. * Many people have spent years trying to proev that the earth is flat, but Few have revealed Sueh zeal as the late William Edgell of Mideomer. Norton Somerserset Edgell strove for over 50 years in order to study the night skies. He never went to bed but slept in a chair. Also he created still table in his garden Pointing towards. The pole star which was Visible through it. This eccentric man eventually evolved the theory of a flat, basin shaped earth with the sun moving north and south across it. - The sunday news of India-May 2nd, 1948. શાળા હાથ ધરાશાયી થયા હતાશા થાકી થઈ શntribute વાળા હાથitવાdave also sharestina-iાણ વિજ્ઞાનનાં ફરતાં વિધાનો ૨૬ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182