Book Title: Vigyana ane Dharma
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ પથ્થરો પડ્યા. એ વખતે ખૂબ પથ્થરો પડ્યા, જેમાંના કેટલાંક તો પૃથ્વીમાં તિરાડ પાડીને ઘૂસી ગયા. આ પથ્થરો જ્યારે આકાશમાંથી નીચે પડી રહ્યા તે વખતે તેમની ચોમેર જે પ્રકાશ આકાશમાં ફેલાયો હતો તે ઘણાં લોકોએ જોયો હતો. અહં પણ વૈજ્ઞાનિકોનું એક કમિશન આ અંગે તપાસ કરવા આવ્યું. ૩૦૦ માણસોએ લેખિત લખાણ આપ્યું કે તેમણે પ્રકાશ સાથે પથ્થરો પડતા જોયા. કેટલાય લોકોએ સોગંદપૂર્વક આ જ વાત કરી, વૈજ્ઞાનિકોના કમિશનને પડેલા પથ્થરના કટકાઓ પણ આપવામાં આવ્યા, ખેર, એ બધુંય પત્રિકાઓમાં છાપ્યું તો ખરું જ, પણ એવી ભાષામાં છાપ્યું કે જેથી આવી બધી વાતોને માનનારાઓની લોકોમાં હાંસી-મશ્કરી જ થાય. અધૂરામાં પૂરું, કમિશનના આ રિપોર્ટની નીચે ‘બર્થલન' નામનો વૈજ્ઞાનિક નોંધ કરે છે કે, “આ રિપોર્ટ અંગે અમારે શું ટીકાટિપ્પણ કરવું ? જે વાત પ્રત્યક્ષથી જ તદ્દન જૂઠી છે : આકાશમાંથી. પથ્થરો પડવાનો જ જયાં સંપૂર્ણ અસંભવ છે ત્યાં અમારે શું લખવું ? ડાહ્યા લોકો ઉપર જ આવી ઘેલી વાતોનો નિર્ણય કરવાનું અમે છોડી દઈએ છીએ.” પરંતુ વૈજ્ઞાનિકોના આ નિર્ણયને કુદરતે જાણે સાંભળ્યો જ ન હોય તેમ ફરી જ્યાં ને ત્યાં એકદમ પથ્થરો પડવા લાગ્યા. એમાં પણ છેવટે ૧૮૦૩ની સાલમાં ફ્રાન્સમાં એક ગામ ઉપર તો પુષ્કળ ઉલ્કાઓ પડી. અહીં હવે ‘એકેડેમી'ની પૂર્વની શ્રદ્ધા હાલી ગઈ. તેણે બાયો (Biot) નામના વૈજ્ઞાનિકને તપાસ કરવા ફ્રાંસ મોકલ્યો. તેણે પૂરી તપાસના અંતે જાહેર કર્યું કે, “પથ્થરો પડે છે અને તે પણ આકાશમાંથી જ.' આમ અંતે વિજ્ઞાને ‘ઉલ્કા' જેવી આકાશમાંથી પડતી વસ્તુ માની. વૈજ્ઞાનિકોમાં જેમ સત્યાન્વેષિતા એક સારી વસ્તુ છે તેમ સંશોધન કરતાં એમને જે કાંઈ દેખાયું એ સાચું જ છે તેમ એકદમ જાહેર કરી દેવાની અંહકાર-વૃત્તિનું એક અશુભ તત્ત્વ પણ એમનામાં ખીચોખીચ ભરેલું જોવા મળે છે. આથી જ વૈજ્ઞાનિકોનાં સંશોધનો હંમેશાં સંદિગ્ધ રહેવાની શક્યતા ઘણી રહે છે. વળી જે વસ્તુ એમની અનુભૂતિમાં કદી આવી હોતી નથી એની બાબતોમાં પણ એને અસત્ય કહી દેવાના સાહસથી તેઓ મુક્ત રહી શકતા નથી, ખેર અહીં તો એટલું જ જણાવવું છે કે, ઉલ્કાને જૈનકુળમાં જન્મ પામેલું નાનું બાળક પણ ‘જીવવિચાર’ નામનું પ્રકરણ ભણીને બેધડક કહી શકતું કે, “ઉલ્કા એ આકાશમાંથી પડતા અગ્નિ-કણો છે,” તેને દસકાઓના દસકા સુધી એક જમાનાના ધુરંધર વૈજ્ઞાનિકો ન માની શક્યા અને છેવટે એમને એ વાત મંજૂર કરવી પડી. એ તો સુંદર વાત છે કે ઉલ્કાની વાત અંતે તેમણે મંજૂર કરી પરંતુ જો ત્યારે જૈનધર્મના જ્ઞાનને પામેલો એક ધાર્મિક માણસ ઉલ્કાને આકાશમાંથી પડતા અગ્નિકણ કહી દેત તો બીજા બધાની જેમ તે અને તેનો ધર્મ હાંસીપાત્ર જ બનત ને? જગતમાં પણ એની ક્રુર મશ્કરી જ થાત ને? કેમકે દુનિયા તો વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની પાછળ જ ઘેલી બની છે ! આજે પણ આવું બીજી ઘણી બાબતમાં બની જ રહ્યું છે, પણ જેવું ઉલ્કાની બાબતમાં થયું એવું બીજી બધી બાબતોમાં થશે જ. કેમકે જિનાગમ એ સત્યવાદી સર્વજ્ઞભાષિત આગમ છે.* અસ્તુ. વિજ્ઞાનનાં મન્તવ્યો કેવા કેવાં ફરતાં રહે છે તેનો બીજો એક દાખલો લઈએ. (૨) ગુરુત્વાકર્ષણઃ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો એક સિદ્ધાંત શોધ્યો હતો. આ સિદ્ધાંત ઉપર તો વૈજ્ઞાનિક જગતે ખૂબ જ નિષ્ઠા મુકી દીધી હતી, પૃથ્વીના પરિભ્રમણની માન્યતામાં એવા કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, જે બધાનો ઉકેલ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સ્વીકારીને વૈજ્ઞાનિકો લાવ્યા હતા, પરંતુ આજે એ બદ્ધભૂલ થઈ ગયેલા સિદ્ધાંતને આઈન્સ્ટાઈને મૂળમાંથી હલાવી નાંખ્યો છે. અદ્યતન વિશ્વમાં ન્યૂટનના એ સિદ્ધાંતનું કોઈ મૂલ્ય એણે રહેવા દીધું નથી. જ્યારથી આઈન્સ્ટાઈને સાપેક્ષવાદના સિદ્ધાંતની શોધ કરી ત્યારથી ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત (Law of gravitation)નું કોઈ મૂલ્ય જ રહેવા પામ્યું નથી.* આકાશમાંથી પથ્થર પડે છે, વૃક્ષ ઉપરથી પાંદડું કે ફળ પડે છે તેમાં इंगाल जाल मुम्मुर, उक्कासणि वणग विज्जुमाइआ । अगणि जिआणं भेया नायव्वा निउणबुद्धिए । (જીવવિચાર પ્રકરણ ગાથા છઠ્ઠી) * Cosmology, Old & New, P. 197 વિજ્ઞાનનાં ફરતાં વિધાનો. ૧૯ ૨૦ વિજ્ઞાન અને ધર્મ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 182