________________
જૈન સમાજ યુરોપ
Jain Samaj Europe
પરમ કૃપાળુ શાસન દેવની અસીમ કૃપા છે કે દોઢ દાયકા પહેલા નાના બીજમાંથી પાંગરીને આ સંસ્થા વિશ્વભરમાં જાણીતી થઇ છે. વિના જૈન અને જૈનેતર ભાઇ-બહેનોએ પોતાનો ફાળો આપીને વિકસિત કરી છે. નજીવા મતભેદોને ભૂલીને જૈન એકતાનો સંદેશ ફેલાવવા, મહાવીરની વાણીના મર્મને સમજાવવા, તેમણે આપેલા સંદેશને જીવનમાં ઉતારવા, તેની પ્રભાવના કરવા અને આપણા બાળકોને આપણી જૈન સંસ્કૃતિનો સાચો વારસો આપવા જૈન સેન્ટરની સ્થાપના કરવામાં આવી.
લેસ્ટરમાં ભારત અને સવિશેષ પૂર્વ આફ્રિકાથી જૈન બંધુઓ અહીં આવીને વસ્યા. ૧૯૬૫ થી ૧૯૬૯ સમય દરમ્યાન જૈનોનું સંખ્યાબળ વધતા સર્વની ધર્મભાવના પ્રબળ બની અને ૧૯૬૯ માં એક ભાઈને ત્યાં થોડા ભાઇ બહેનોએ પર્યુષણ દરમ્યાન પ્રતિક્રમણ કરવાનું શરૂ કર્યું. જૈનધર્મની પ્રગતિનાં શ્રીગણેશ ત્યારથીજ લેટરમાં મંડાયા તેમ કહી શકાય. પૂર્વ આફ્રિકા અને ભારતથી શરૂઆતથી આવીને સ્થાયી થયેલ જૈન બંધુઓની ઉપલબ્ધ માહિતી પરિશિષ્ટ (એપેન્ડીક્ષ) માં છે.
૧૯૭૨ માં સનાતન મંદિરમાં પર્યુષણ પર્વની ઉજવણી શરૂ થઇ. ૧૯૭૩ માં પર્યુષણ પર્વ દરમ્યાન જૈનોના એક સંગઠનની આવસ્યકનો જણાઇ અને ચર્ચા વિચારણા કરતો નક્કી કરવામાં આવ્યું કે કોઇ પણ જૈન નાત-જાત કે સમ્પ્રદાયના ભેદભાવ વગર તેનો સભ્ય બની શકે છે. પરિણામે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, નવનાની, ઓસવાળ બધા જૈનોએ ભેગા મળી ‘જૈન સમાજ લેસ્ટર' ની સ્થાપના કરી, અને સુકાન શ્રી.મનહરલાલ લક્ષ્મીચંદ મહેનાના હાથમાં સુપ્રત કર્યું.
૧૯૭૩ થી ૧૯૭૭ સુધી શ્રી. મહેતાની સેવા પ્રાપ્ય બની. ૧૯૭૭ થી ડૉ. નટુભાઇ શાહ પોતાની સેવા જૈન સમાજને આપી રહયા છે. ૧૯૮૦ માં લેસ્ટર શહેરની સીમામાંથી બહાર નીકળી સંપૂર્ણ યૂરોપમાં જૈનધર્મ અને સંસ્કૃતિનો ફેલાવો કરવાના ઉદ્દેશથી “જૈન સમાજ યૂરોપ'' ના નામથી સંસ્થાનું પુનર્ગઠન કરવામાં આવ્યું. જેનું સુકાન ડૉ. નટુભાઇએ કુશળતાથી સંભાળ્યું, "ને સમાજ યુરોપ" ની સ્થાપનાનો નિર્ણય જૈન
Jain Education International_2010_03
THE
Jain__
સમાજ લેસ્ટરના વિશાળ દ્રષ્ટિકોણનું સૂચક છે. ૧૯૭૮ માં “જૈન સમાજ યૂરોપ”ને ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે યુનાઇટેડ કિંગ્ડમના ચેરીટી કમિશ્નરે માન્યતા આપી.
‘જૈન સમાજ યૂરોપે’ જો કે તેની રચના પહેલાં ૧૯૭૮ માંજ મકાન લેવાનું નક્કી કર્યું હતું અને તે માટે લેસ્ટરમાં વસતા દરેકે દરેક કામ કરતા ભાઇઓએ ઓછામાં ઓછા ૬૦ પાઉન્ડનો તેજ વર્ષે સમાજના મકાન ફંડમાં ફાળો આપવાની ઉદારતા બનાવીને મકાન લેવાના કાર્યમાં ઝડપી સહયોગ આપ્યો, નાની-મોટી રકમ નોંધાવીને લેસ્ટરમાંથી લગભગ બાર હજાર પાઉન્ડ ભેગા કર્યાં. તેજ સમયે એન્ટવર્પ યાત્રા દરમ્યાન ત્યાનાં ભાઇઓએ થોડા કલાકોમાં પંદર હજાર પાઉન્ડના ઉદાર ફાળો આપીને અમારી પ્રવૃત્તિઓને વિકસાવવા પ્રેરણા આપી. લંડન નથા અન્ય સ્થળોમાંથી નોંધપાત્ર ફાળો મળ્યો. પરિણામે ૧૯૩૯ ના સપ્ટેંબર માસમાં લેસ્ટર શહેરના હૃદયરામભાગ સીટી સેન્ટરમાં એક વિશાળ જુનું ચર્ચ ખરીદીને કબ્જો મેળવ્યો, જેનું આધુનિક ‘જૈન સેન્ટર” માં પરિવર્તન કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં દહેરાસર, ઉપાશ્રય, ગુરૂ થાનક,લાયબ્રેરી, ઓડીટોરિયમ, ભોજ નશાળા, ઓફીસ, કોન્ફરન્સ હૉલ તથા બીજી સગવડો રહેશે.
જૈન સેન્ટરના વિકાસ માટે ૧૯૮૦ માં ડૉ. નટુભાઇ શાહ મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગલોર જઇ અનેક જૈન અગ્રગણ્ય મહાનુભાવોને મળ્યા અને જૈન સેન્ટરની યોજના પ્રસ્તુત કરી. સેન્ટરની યોજના સને પસંદ પડી અને તે માટે આર્થિક તથા અન્ય મદદ કરવા માટે શેઠશ્રી શ્રેણિકભાઇના પ્રમુખપદે ઓવરસીજ જિનાલય ટ્રસ્ટ' ની રચના કરવામાં આવી.
જૈન સમાજ યૂરોપે પોતાનાં ઉદ્દેશો વિશાળ દૃષ્ટિકોણ રાખીને નિશ્ચિત કર્યા છે જેમાં જૈનધર્મ અને સિદ્ધાંતોનો વહોળો પ્રચાર પશ્ચિમી જગતમાં પ્રકાશનો, સભાઓ, શિક્ષણ અને ગ્રંથાલયો સ્થાપીને કરવા. જૈન, યુરોપિયન જૈનેતર, વિદ્વાનો, અને સામાન્ય રીતે જૈનધર્મ પ્રત્યે જિજ્ઞાસુને માટે સરળ ભાષામાં પ્રચિલન શબ્દાવલીમાં પ્રકાશનો ઉપલબ્ધ કરાવવા. જૈનધર્મ માટે શિક્ષણની વ્યવસ્થા કરવી. જૈનસંસ્થાઓ, જૈનધર્માનુયાયીઓ અને શોધકાર્ય કરતા જૈન વિદ્વાનોનો સમન્વય કર્યો. અહિંસાનો સિદ્ધાંત અને શાકાહારનો પ્રચાર કરી પ્રોત્સાહિત કરવા. ભારતનાં નીર્થસ્થળોનો નકશો પ્રકાશિત કરી પ્રમુખ જૈન સંસ્થાઓ વગેરેનો પરિચય ઉપલબ્ધ કરાવવો. ભારતનાં નીર્થદર્શન માટે યાત્રા સંઘની ગોઠવણ કરવી, અન્ય ધર્મોની સાથે સમજ કેળવવી અને સમાન વિચાર ધારાની સંસ્થાઓ સાથે સહયોગ કરવો.
આ એકમમાં સર્વ સમ્પ્રદાયોમાં એકતા સ્થાપી પોત પોતાની માન્યતા મુજબ આરાધના કરવાની સગવડ આપવી તે છે. પર્યુષણ પર્વ, મહાવીર જયંતિ અને અન્ય ધાર્મિક-સામાજીક પ્રસંગો ઉજવીને જૈન ધર્મનો પ્રચાર કરવાનો છે.
For Private & Personal Use Only
71
www.jainelibrary.org