Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 169
________________ કરતા ખ્રિસ્તી મિશનરી ઓની નિભીકતાથી ટીકા પણ કરી. India's Message to America' અને 'Impressions of America' જેવા લેખમાં એમણે અમેરિકાના કે પ્રત્યે પિતાને હુફાળે પ્રતિભાવ આપે છે, પણ બીજી બાજ “Have Christian Missions to India been successful' જેવા લેખમાં પાદરીઓની વટાળ પ્રવૃત્તિની કડક આલોચના કરી છે. એમણે કહ્યું કે તમે તમારા મિશનરીઓ પાસેથી સાંભળ્યું હશે કે ભારતના કે કેટલાં ગંદા, ચારિત્ર્યહીન અને લુચ્ચા છે. પણ તમે કયારેય એ મિશનરીઓ પાસેથી–જેઓ માનવજાતને પ્રજાનો સંદેશો આપનારા કહેવાય છે એમની પાસેથી, ભારતમાં હિંદુઓ પર થતા જુલમની વાત સાંભળી છે? ભારતમાં સારું બજાર મળી રહે તે માટે લિવર પુલ અને માંચેસ્ટરના માલ પર સરકારે કોઈ જકાત નાંખી નથી, જ્યારે બીજી બાજુ ખર્ચાળ સરકાર ચલાવવા માટે મીઠા પર બસ ટકા વેરો નાખ્યો છે તે વાત તમારા મિશનરીઓએ તમને કહી છે ખરી? એ પછી શ્રી વીરચંદ ગાંધી આકરા પ્રહાર કરતાં messenger cloak of hope to their 'If they have not, whose messengers you will call these people who always side with tyranny, who throw their cloak of hypocritical religion over murders and all sorts of criminals who bappen to belong to their religion or to their couutry ?' શિકાગોની આ વિશ્વધર્મ પરિષદમાં વીરચંદભાઈ એ જૈન ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ રજુઆત કરી. એમણે જૈન ધર્મને બે ભાગમાં સમજાવ્યું. એક જૈન તત્વજ્ઞાન અને બીજો ભાગ તે જૈન નીતિ, નવતત્વ, છ પ્રકારના છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયસંબધી જૈનદર્શનની સૂફમ વિચારસરણી, સ્વાદુવાદ વગેરે તત્વજ્ઞાનની બાબતે રજ કરીને સહુ મુગ્ધ કર્યા. જેનાચારની વિશેષતા સમજાવી જેન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધર્મ અને અન્ય ધર્મો સાથે તુલનાત્મક ગષણા કરી. જૈન ધર્મ બૌદ્ધ ધર્મથી પ્રાચીન છે એ તથ્યનું પ્રતિપાદન કર્યું આ બધાને પરિણામે જૈન ધર્મ એ એક પ્રમાણયુક્ત અને બુદ્ધિવ દી ધર્મપ્રણાલી છે એવું સત્ય સહુને લાગ્યું. આ નવીન સમાજ અંગેના આનંદ પ્રગટ કરતાં એક અમેરિકને વીરચંદભાઈ વિશે એ અભિયાય આપે કે ધર્માની લેકસમામાં અનેક તત્ત્વચિંતકો, ધર્મોપદેશકે અને વિદ્વાને હિંદુસ્તાનથી આવીને બોલી ગયા અને તે દરેકે કાંઈ ને કાંઈ નવી દષ્ટિ રજુ કરી; ધર્મોના આ મિલનમાં નવું તત્વ ઉમેરતા ગયા, જેથી તે દરેકને ધર્મ જગતના મોટા ધમેની હરોળમાંનો એક છે એવું લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત એમના વાકછટા અને ભક્તિભાવ પણ વિશિષ્ટ પ્રકારનાં માલમ પડવ્યાં. એમાંથી ભારોભાર પાંડિત્ય અને ચિંતનમનન સાંપડયાં, તેમ છતાં એ બધામાંથી તરી આવતા જૈન ધર્મના એક યુવાન ગૃહસ્થને સાંભળવાથી નીતિ અને ફિલસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ તે તેઓ માત્ર ગૃહસ્થ કુટુંબના સાજન છે, કેઈ સાધુ-મુનિ કે ધર્માચાર્ય નથી. છતાં આટલું સરસ પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના ગુરુઓ કેવા હશે? એમની સારી પણ સચોટ જીવનધર્મ ફિલસૂફી જરૂર સમજવાજાણવા જેવી છે.” શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનાં જનધર્મવિષયક પ્રવચનની એક બીજી વિશેષતા 136 Jain Education Intemational 2010_03 Jain Education Intermational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196