Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 172
________________ - din કલ્યાણજીની પેઢીએ પાલિતાણાના ઠાકર સામે કેસ કર્યો હતો. પરંતુ પાલિતાણાના ઠાકોર સુરસિંહજી પર પોલિટિકલ એજન્ટના ચાર હાથ હતા. પોલિટિકલ એજન્ટે શુદ્ધ ન્યાય ન આપે. વીરચંદભાઈએ આ પ્રશ્ન હાથમાં લીધું. એ વખતે ૨જવાડા સામે માથું ઊંચકવું એ સામે ચાલીને મે તને બાથ ભીડવા જેવું હતું, પણ એમણે મહુવા અને પાલિતાણુ વચ્ચે અવારનવાર ઘોડા પર મજલ કાપીને સમાધાનનું વાતાવરણ ઊભું કર્યું. મુંબઈના ગવર્નર લેડે રે અને પિલિટિકલ એજન્ટ કર્નલ વરસનને મળી સમર્થ ૨જુઆત કરી મૂંડકાવેરે નાબૂદ કર્યો. અંગ્રેજ બેડમ સાહેબે સમેતશિખર પર ડુક્કરાની ચરબી કાઢવાનું કારખાનું નાનું હતું. તે દૂર કરવા માટે વીરચંદભાઈ કલકત્તા ગયા. દસ્તાવેજોની જાણકારી માટે કલકત્તામાં છ માસ રહી બંગાળી ભાષાનો અભ્યાસ કર્યો અને આખરે “સમેતશિખર જૈનોનું તીર્થસ્થાન છે, બીજા કોઈને ત્યાં દખલ કરવાને અધિકાર નથી' એ ચુકાદ મેળવીને તેમ જ કારખાનું દૂર કરીને જ જગ્યા. કાવીના દેરાસર અંગેના વિખવાદને સુંદર ઉકેલ લાવ્યા. આંતરરાષ્ટ્રીય વાણિજય પરિષદમાં સમગ્ર એશિયાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. ૧૮૫માં પૂનામાં ભરાયેલી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં મુંબઈના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. તેઓ રાષ્ટ્રીય મહાસભાના ચુસ્ત હિમાયતી હતા. તેમ જ મહાત્મા ગાંધી સાથે એમણે ખોરાકના અખતરા કર્યા હતા તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ સારી રીતે આવ્યા હોય તેમ લાગે છે, કારણ કે વીરચંદભાઈના પુત્ર ઉપર લખેલા એક પત્રમાં ગાંધીજી આશીર્વાદ સાથે પૂછે છે કે, “પિતાજીના આશેમાંથી કંઈ જાળવી રાખ્યા છે ખરા ?' આવા વીરચંદ રાઘવજી ગાંધીનું સાડત્રીસ વર્ષની વયે ઈ. સ. ૧૯૦૧માં મુંબઈમાં અવસાન થયું. માત્ર સાડત્રીસ વર્ષની આયુમાં કેવી અપૂર્વ સિદ્ધિ મેળવી છે વીરચંદભાઈ ગાંધીએ ! આ સિદ્ધિને અંજલિ આપવા મારી પાસે કોઈ શબ્દ નથી. માત્ર રાષ્ટ્રશાયર ઈકબાલને એક શેર છે હજારે સાલ નરગીસ અપની બેનરી રોતી , બડી મુહિકલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા. [ સુંદર આંખને માટે નરગીસના ફૂલની ઉપમા આપવામાં આવે છે. આ નરગીસનું ૫૫ હજાર વર્ષની પોતાની તિહીનતા-બેનરી માટે ૨ડતું રહે છે. ઘણાં વર્ષો પછી બાગમાં એને જોનારે (દીદાવર) પેદા થાય છે અને તે ખીલી ઊઠે છે. 1. વીરચંદ રાઘવજી ગાંધી એ આ ચમનમાં પેદા થયેલા આવા એક દીદાવર હતા! ભાવ વિનાની ક્રિયા ને ક્રિયા વિનાને ભાવ નિષ્ફળ બને છે. જે સાપેક્ષ હોય તો સફળ બને છે. સહવું” ને “ચાહવું” આ બે આત્મશાન્તિના ઉપાય છે. ઝેરના કટોરા હસતે મુખે પીવા અને પાનારને પ્રસન્નતાથી અમૃત પીરસવું – આવી વૃત્તિ દઢ થયા પછી જગતમાં તેને કેઈ ઉપસર્ગ કે પરિષહ સંતાપ પમાડી શકતું નથી. 13 Jain Education Interational 2010_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196