________________
વિસ્મૃતિના ધુમ્મસમાં વીસરાઈ ગયેલી તેજસ્વી વિભૂતિ
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
ડૉ. કુમારપાળ દેસાઈ
કાળનું સતત ફરતું ચક્ર પણ કેટલીક ઘટના અને વિભૂતિઓને લોપી શકતું નથી. કેટલાય વંટોળ પસાર થઈ જાય તેમ છતાં સમયની રતી પર પડેલાં એ પગલાં ભૂંસાઈ શકતાં નથી.
આજથી બાણું વર્ષ પહેલાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિ. પદમાં, પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને, ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિને દઢ અને તેજસ્વી કાર અને રણુકાર સંભળાયે. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓએ સ્વદેશના આધ્યાત્મિક વારસા પ્રત્યે જગતને જાગતું કર્યું. આમાં એક હતા સ્વામી વિવેકાનંદ, કે જેમની શિકાગો વિશ્વધર્મ પરિષદની કામયાબી આજેય સહુના હોઠે રમે છે. પરંતુ એથીય અધિક સિદ્ધિ મેળવનાર જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદભાઈનાં રાઘવજી ગાંધી હતા, પરંતુ ઘરદીવડાઓને ભૂલી જનારે આપણે સમાજ વીરચંદભાઈનાં સિદ્ધિ અને સામર્થ્યને વીસરી ગયેલ છે. જે પ્રજા પોતાના ચેતનગ્રંથ જેવા સત્વશીલ પુરૂષોને વીસરી જાય છે એ પ્રજાની ચેતના કુઠિત બની જતી હોય છે.
પણ ખેર ! આજથી બાણું વર્ષ પહેલાંની એ ઘટના પર પલે કાળને પડદે હટાવીને નજર કરીએ. અમેરિકાના શિકાગો શહેરમાં મળેલી એ ધર્મ–પરિષદમાં જદા જુદા દેશના અને જુદા જુદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. એમાં એક હજારથી વધુ નિબંધનું વાચન થયું. દસેક હજાર શ્રોતાજનોએ ભાગ લીધે. ઈ. સ. ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે એનું ઉદ્ઘાટન થયું. વીરચંદ ગાંધી, સ્વામી વિવેકાનંદ, પી. સી. મજમુદાર જેવા વિદ્વાને ભારતમાંથી ભાગ લેવા માટે આવ્યા હતા. આ ઐતિહાસિક ધર્મ–પરિષદને હેતુ હતો જગતને જુદા જુદા ધર્મોનું જ્ઞાન આપવાને, સર્વધર્મના અનુયાયીઓ વચ્ચે ભ્રાતૃભાવ પ્રગટાવવાને અને એ રીતે એની એમ હતી વિશ્વશાંતિ સ્થાપવાની.
134
Education International 2010_03
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org