Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 162
________________ અપરાન્હ (સવાર, બપોર, સાંજ) ગણવામાં આવે છે. તેનો વધુમાંવધુ સમય ગમેતેટલો હોઇ શકે પણ જઘન્ય (ઓછામાં ઓછો) ૪૮ મિનિટ તો હોવોજ જોઇએ. તેને માટે જરૂરી છે સર્વ પ્રથમ શરીર શુદ્ધિ. એટલે સ્નાન કરી, શુધ્ધ વસ્ત્ર ધારણ કરી સામાયિકના સ્થળે ઉત્તમ્ભ કે પૂર્વમુખ થઇ જિનવાણી, જિનધર્મ, જિનબિંબ ની ત્રિકાળ વંદના કરવામાં આવે, અને સતત સંસારથી મુકત થઇ મોક્ષની કામના કરવામાં આવે. આરાધ્ય નું સતત સ્મરણ કરી ગુણોનું ધ્યાન થાય છે. આવો સાધક ગૃહસ્થ જીવનમાં પણ સદાચારી, વિવેકી, કરૂણામય બને છે. આ રીતે આ સામાયિક કે આત્મયોગ મનને શાંતિ, સત્ય ની સમજ અને પ્રણી પ્રત્યે ઉદારના જન્માવે છે જે આજે વિશ્વ શાંનિ માટે પણ ખૂબજ જરૂરી છે. સ્વાધ્યાય; જે રીતે યોગ-ધ્યાન પરસ્પર સંકલિત છે તેમ યોગ-ધ્યાન માટે સામાયિક અને સ્વાધ્યાય પરસ્પર પૂરક છે. સ્વાધ્યાય એટલે સ્વ + અધ્યાય અર્થાત પોતાને ઓળખવાની દ્રષ્ટિ. આત્મસ્વરૂપને જાણવાની કળા. આત્મદર્શનનો બોધ, ‘સ્વ’ શબ્દ આત્મવાચક છે. જયારે સાધનામાં સ્થિર સાધક આત્મા વિષે જાણે, સમજે, મનન-ચિંતન કરે ત્યારેજ તે સ્વાધ્યાયી ગણાય. હકીકને આપણે સંપૂર્ણ વિશ્વ વિષે જાણીએ છીએ પણ પોતાની જાનનેજ જાણતા નથી. આ પોતાની જાતને જાણવાની, પીંછાનવાની દ્રષ્ટિ તેજ સ્વાધ્યાયનો મર્મ અને મહિમાં છે. જયાં સુધી બીજાને જાણશું ત્યાં સુધી રાગ-દ્વેષ, સંસાર, મોહ-માયા, સંઘર્ષ અને એષણા જ જન્મશે. પણ, જયારે આત્માને સ્વને ઓળખવા લાગશું ત્યારે આ બધાથી મુકત થઇ એક માત્ર અનંત ગુણાત્મક આત્માને જાણી શકીશું. સ્વાધ્યાયી સતત વિચારે છે ક હું કોણ છું? કાંથી આવ્યો છું? કર્યા વાનો છું?' આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોનું વાંચન જરૂરી છે. અને લૌક્કિ સ્વાધ્યાયમાં પણ માત્ર પુસ્તક વાંચી જવાનું નથી પણ તેમાં વાંચન, પૃચ્છના, અનુપ્રક્ષા, ધર્મકથા વાચન શ્રવણ વગેરેની મહત્તા છે. અને વાંચ્યા પછી વનમાં ઉતારવું એટલે ચરિત્રપાન તે તેની પ્રાયોગાત્મક ઉપલબ્ધિ છે. વાંચન પણ ‘સત’ શાસ્ત્રોનું જ્ઞાનવર્ધક હોવું જોઈએ જે આત્મ પરિચય અને વિકાસમાં સાધન બને. જે પંચપરમેષ્ઠીના ગુણમાં લીન બનાવે. ‘ભગવતી આરાધના’ માં કહયું છે - “સર્વજ્ઞ દેવના ઉપદેશેલા તપના બાર પ્રકારોમાં સ્વાધ્યાય ઉત્તમ તપ છે. અને જ્ઞાની સાધક અંતર્મુહુર્તમાં કર્મોનો ક્ષય કરી શકે છે. અનેક પ્રકારના જ્ઞાન-રહિત તપ-ઉપવાસ કરનાર કરતા સ્વાધ્યાયમાં તત્પર સમ્યગ્દષ્ટિ પરિણામોને વધુ સારી રીતે વિશુધ્ધ બનાવી શકે છે.’' ધવલામાં કહયું છે - “જેઓએ સિદ્ધાંતોનો ઉત્તમ પ્રકારે અભ્યાસ કર્યો છે એવા પુરુષોનું જ્ઞાન સૂર્યના કિરણોની જેમ નિર્મળ હોય છે. સ્વાધ્યાય કરનારને નિષંચગતિ મળતી નથી." સ્વાધ્યાય કરનારમાં જિજ્ઞાસાવૃનિ Jain Education International2010_03 જરૂરી છે. જેમ જેમ તેની જિજ્ઞાસાનો ઉકેલ મળતો જાય છે તેમ-તેમ તેને અલૈાક્કિ આનંદ મળે છે. તેની મૂઢતા દૂર થાય છે. આત્માનુશાસનમાં સુંદર રૂપકથી સમજાવે છે કે - “શ્રુત-સ્કંધરૂપી વૃક્ષ, વિવિધ ધર્માત્મક પદાર્થરૂપ ફૂલો અને ફળોના ભારથી નમેલુ છે, વચનરૂપી પાંદડાથી આચ્છાદિત છે. વિસ્તૃત વિવિધ નયરૂપી ડાળીઓથી ભરપૂર અને ઉન્ન છે તથા સમીચા અને વિસ્તૃત મતિજ્ઞાન રૂપ જળથી સ્થિર છે એવા વૃક્ષ ઉપર બુધ્ધિમાન સાધુએ પોતાના મનરૂપી વાંદરાને સ્થિર કર્યો હોઇએ.' સ્વાધ્યાપી ‘સ્વ’ ને કારણે સ્વાધીન બને છે એટલે સંયમી બને છે. સંયમની લગામને કારણે તે ઇન્દ્રિયોને નાથી શકે છે. આ સંયમ માટે ખાન-પાન, આહાર-વ્યવહાર ની પરિશુધ્ધતા પણ જરૂરી છે, THE Jain_ તપ: શરીરની સ્થિરતા, મનની દ્રઢતા પર ખાન-પાન, વગેરેનો ખુબજ પ્રભાવ પડે છે. જેવું અને ખાઇએ તેવું મન બને. ઇચ્છાઓને રોકવા ભોજન-સંયમ ખૂબજ જરૂરી છે. ભોજન સંયમથી ઇન્દ્રિય-સંયમ થાય અને ઇચ્છાઓ ઉપર કાબુ મેળવી શકાય માટેજ કહ્યું છે “સંસ્કૃતવાક્ય" અર્થાત કાઓનો નિરોધ તે તપ છે. આ સંમ માટે સ્વેચ્છાએ રસના ઇર્ષ (બ) પર સંયમ જરૂરી છે અને તેના માટે ભોજન-સંયમ જરૂરી છે. તેથી ઉપવાસ, એકાસન, પોષા વગેરેની મહત્તા અને જરૂરીઆત સમજી શકાય છે. આ ન-ઉપચારા ઇન્દ્રિયદમન નથી પણ ઇયિોને સંમિન કરી આત્માને દ્રઢ કરવાની પ્રક્રિયા છે. આમ કડી શકાય કે વન એટલે સંયમ પૂર્વક નિયમોનું પાલન કરવુ અને ઇચ્છિત વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય કેળવવો. જૈન દર્શનની દ્રષ્ટિએ પંચ પાપોમાંથી નિવૃત થયું તેનું નામ વ્રત છે. વ્રતની અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી છે. બધાનો સાર સંયમ છે પદાર્થોના સેવનનું અથવા હિંસાદિ અશુભ કર્મોનો નિશ્ચિત સમય માટે કે આજીવન માટે સંકલ્પ પૂર્વક ત્યાગ કરવો તે વ્રત છે. નિશ્ચયની દ્રષ્ટિએ વિશુધ્ધ જ્ઞાનદર્શન રૂપ સ્વભાવ ધારક પોતાના આત્મ તત્વની ભાવનાથી ઉત્પન્ન સુખરૂપી અમૃતના આસ્વાદ વડે તમામ પ્રકારના શુભ અને અશુભ રાગ અને વિકલ્પોથી રહિત બને છે તે વ્રત છે. વ્રતોની આરાધનામાં સમ્યકત્વની સર્વાધિક જરૂર છે. મુનિઓના મહાવ્રત અને શ્રાવકના અણુવ્રત સમ્યગ્દર્શન યુકત હોય તોજ સફળ ગણાય. હકીકતે જે શ્રાવક દેવ-શાસ્ત્ર-ગુરમાં શ્રધ્ધા ધરાવતો હોય તે ગુરૂની સામે પાપમુકિત માટે વ્રત ધારણ કરતા હોય છે અને તે પૂર્વે પરિણામોની શુધ્ધિ જરૂરી છે. આ નારાયના પાછળનો મૂળ હેતુ કર્મોનો ક્ષય કરી મુક્તિ પ્રાપ્તિનો છે. - For Private & Personal Use Only જૈન દર્શનમાં આત્યાંતર અને બાહ્ય કુલ ૧૨ વ્રતોનો સમાવેશ થાય છે જેમા પંચમહાવ્રત, ચાર શિક્ષાવ્રત અને ત્રણ ગુણવ્રત છે. અને તેવીજ રીતે બાર તપ માં છે આભ્યાંતર અને છ બાહ્ય છે. 129 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196