________________
/
પરદેશમાં જૈન ધર્મની પ્રભાવના.
FB (CSFરક 阳阳阳阳阳阳
THEHIણાપબમણા જૈન ધર્મ મુખ્યત્વે તો આચાર પ્રધાન ધર્મ છે, પ્રચાર પ્રધાન ધર્મ નથી તેમ કહેવાય છે. બૌદ્ધ ધર્મના અનુયાયિઓ પરદેશમાં ધર્મ-પ્રચારાર્થે ગયા હતા. જૈન ધર્મના સાધુઓ દરીઓ ઓળંગી દેશાવર જતા નથી તેથી જૈન સાધુઓ જૈન ધર્મના પ્રસારાર્થે દૂર દૂરના દેશોમાં ગયા હોય તેવું ભૂત કાળમાં નહીવત જ બન્યું છે.
સમ્રાટ સિકંદરે ભારત પર ચઢાઇ કરી અને ભારતમાં જય-પરાજય બન્નેનાં ફળો ચાખીને તે પોતાના દેશ યુનાનમાં પાછો ગયો ત્યારે તક્ષશિલાના એક જૈન મુનિ જેમનું નામ કલ્યાણ મુનિ હતું તે તેમની સાથે ગયા હતા. આ કલ્યાણ મુનિ રોલીના મુનિને નામે ઓળખાયા હતા. તેઓ ઘણાં વર્ષો એથેન્સમાં રહેલા અને એથેન્સમાં તેઓએ સલ્લેખના લીધી હતી. કહેવાય છે કે તેમનું સમાધિસ્થાન એથેન્સમાં છે.
બેબિલોનથી એક રાજકુમાર ભારત આવ્યો હતો અને તે જૈન ધર્મ પાળતો હતો. એ રાજકુમાર તે આટૂંકકુમાર, કે જેણે અભયકુમારની પ્રેરણાથી દીક્ષા લીધી હતી. આવા થોડાક સમાચારો સિવાય જૈન ધર્મનું વિદેશગમન કે વિદેશીઓનું જૈન ધર્મ કાજે ભારતમાં આગમન ખાસ બન્યું નથી.
જૈન ધર્મના ચતુર્વિધ સંઘના અત્યારના સ્વરૂપ પહેલા અથવા તો ભગવાન મહાવીર સ્વામીના સમય પૂર્વે ભારતમાં સ્પષ્ટ રૂપે બે ભિન્ન-ભિન્ન પ્રકારની સંસ્કૃતિઓનું અસ્તિત્વ હતું. આ બે સંસ્કૃતિ યા તે બે વિચાર ધારાઓ વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિના નામથી જાણીતી છે. શ્રમણ સંસ્કૃતિ અહિંસાના પાયાપર રચાયેલી હતી અને ત્યાગ માર્ગ તેના મૂળ માર્ગ હતો. સર્વ પ્રકારે અપરિગ્રહને ઉપદેશ આ સંસ્કૃતિ સાથે વણાયેલો હતો.
અહિંસા મૂલક સમાજ-વ્યવસ્થાના નિયમોમાં માનતી અને આ ધર્મને આચરણમાં મુકતી વિવિધ પ્રજા હતી. આમાં પણિ નામની જાતિ વેપારીઓની હતી. તેઓ પણિકાના નામથી પણ ઓળખાતા હતા. બીજી એક જાતિ પ્રાત્ય નામની હતી. વ્રત કરવાવાળા લોકો એટલે પ્રાય એવી માન્યતા હતી. અથર્વવેદમાં
Jain Education Intemational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org