________________
126
THE
-Jain
જૈન યોગ-ધ્યાન
(Jain Yoga & Meditation)
સામાન્ય અર્થમાં યોગ એટલે જોડાવવું, બીજા શબ્દોમાં કહીએ તોજે વિખુટુ પડેલું છે, જે જુદા-જુદા સ્વરૂપે ભિન્ન છે તેને એકસૂત્રમાં ગુંથવાનું, સાથે જોડવાનું અને અનેક માંથી એકમા પરિવર્તન કરવાની ભાવના અને ક્રિયા. આ સામાન્ય લૈાક્કિ અર્થ કરી શકાય, પરંતુ જ્યારે આધ્યાત્મિક સંદર્ભે વિચાર કરીએ તો યોગ એટલે નિજ શુધ્ધ આત્મ સ્વરૂપમા જોડાણ અને રમણ. અનિન્ય સંસારની મોહમાયા, થાય વગેરેથી માતાનમાં સ્થિરતા, મિથ્યાત્વથી મુકિત્ત અને ચૈતન્યસ્વરૂપ આત્મા સાથે એકાગ્રતા. વધુમા એમ કહેવાયકે આત્માનું હિત જેમાંથી પુષ્ટ થાય એવો જે પોતાનો આત્મા એવી એકાસનાનો જે ભાવ છે અને જે વીતરાગના પ્રગટ થાય છે અને સચિન લક્ષ્મી સાથે તેડાણ થાય છે તે યોગ છે. આવા યોગી બાહ્યજગતના વલણથી છૂટીને પોતાના આત્મા તરફે દિશા વર્તન કરી સદષ્ટિ બની ઇન્દ્રિય વિજય પ્રાપ્ત કરે છે. યોગસારમાં કહ્યુ છે
જયારે બહિરાત્મા બાહ્ય જગતથી સમ્પર્ક તોડી અંતરાત્મામાં રમણકરે અને ચિત્તની સંપૂર્ણ એકાગ્રતાથી ઇન્દ્રિય સંયમપાળીને ૐના સાથે આ ગિદાનંદસ્વરૂપ આત્મામાં રન બને ત્યારેજ કર્મોની નિર્જરા કરી પરમાત્મા બની શકે. એટલે બહિરાત્માથી અંતરાત્મા સાથે યોગસાધી પરમાત્મા બનવાની ક્ષમતા આ યોગસાધના દ્રારાજ પ્રાપ્ત થઇ શકે છે.
Jain Education International_2010_03
વિશ્વના સર્વે ધર્મોમાં આ ઇશ્વરકે નિજાત્મસરૂપને પામવા માટે ચિત્તની એકાગ્રતાને મહત્ત્વપૂર્ણ ગણીને બાહ્યજગતથી અન્તરજગતમાં પ્રવેશીને માત્ર આત્મ ચિંતવનનો સ્વીકાર કર્યો છે. ચતુર્ગતિમાં ભટકતો આ જીવને અનંતકાળથી કયારેય સુખ મળ્યો નથી જે પણ બાહ્ય સુખ છે તે દેહના છે અને તેના પરિણામમાં અનંત વેદનાઓજ રહેલી છે. શાશ્વત સુખ આ દેહસુખમાં નથી આ જ્ઞાન થતાં જ સાધક બાહ્ય જગતથી વિમુખ બની અંતરજગત એટલે આ નિરાકાર, નિરંજન, નવું, નિષ્કામ, નિશ્ચળ, જ્ઞાતા, દ્રષ્ટા, અનંતવીર્યયુકત આત્મા સાથે તાદાત્મય સાધવા તત્પર બને છે. આ તત્પરતાનો ભાવ જ તેને અત્તરાત્મામાં સ્થિર બનાવે છે. પ્રશ્ન એ થાય કે આ બાહ્ય જગત થી તેને વિમુખ થવાનું કેમ સૂઝયું? આ અંગે સંક્ષેપમાં વિચારીએ તો આ વ અનાદિકાળથી કષાય, તૃષ્ણા, હિંસાદિક પંચપાપ, વિકાર, અસંયમ અને ભ્રમવશે અનેક પાપાચાર આચરતો રયો. મુહૂતાને લીધે આ દુખ આપનાર તત્ત્વોમાં ફસાયેલો રહયો. અને પરિણામે લાખો યોનિયોમાં ભટકીને અનેક વખત જન્મ મરણના દુખોને સહન કરતો રહયો. તે મૃગમરીચિકા પાછળ સુખાભાસને સુખમાની દોડતો રહયો - પાયો અને મરણ પામ્યો. આવા વૈધયુકત જીવનની વેદના સહન કરી. પરંતુ જયારે તેને ગુરૂકૃપાથી બેદિવજ્ઞાન સમજાયું અને તેને ક્ષણિક પણ આત્માનુભૂતિ થઇ ત્યારે તેના જ્ઞાન ચક્ષુ ચડયા. તે સમ શકયોકે જે જીવન તે જીવ્યો છે તે નિરર્થક અને દુખના કારણ હતાં. આ ભાન થવાની સાથેજ તેનાં આત્મપ્રદેશ પર લાગેલી ધૂળ ખરી ગઇ. અને તે આ બાહ્ય જગતમાંથી ક્રમશ: અંતર જગત સાથે જોડાતો ગયો. તેની ઇન્દ્રિયોની ઉર્જીયના સંયમથી દ્રઢ બનતી ગઇ અને જે રાત્રી-કામી હતો તે યોગી બનતો ગયો. આમ દુખનો આત્મ અનુભવ તેની સાથેની વેદનામાંથીજ આત્મયોગ નો બોધ જમે છે.
આ
યોગની સાથે ધ્યાન નિરંતર સહયોગી ક્રિયા છે. એક સિક્કાની
બન્ને બાજુઓ છે. બન્ને એક બીજાના પ્રેરક છે. માટે ‘યોગ-ધ્યાન’કહેવાય છે. હકીકતે તો પ્રથમ ‘યોગ’ (સંયોગ) કરીને પછી ધ્યાન (સ્થિરતા) ઉદભવે છે. એટલે આત્મા સાથે યોગ કરી નિરંતર ાનના માધ્યમથી તેમાં સ્થિર થઈ પરમાત્મપદ સુધીની યાત્રા થાય છે.
ભારતીયદર્શનોમાં સવિશેષ રૂપે હિન્દૂર્ઝનમાં યોગ-ધ્યાન ને ખૂબજ મહત્વ આપવામાં આવેલ છે. પાંતત્ત્વે યોગશાસ્ત્ર દ્વારા યોગની મહત્તા અને પધ્ધતિઓનું સૂક્ષ્મતમ આલેખન કર્યું છે. આ ઉપરાંત કબીર વગેરેએ તેનું પ્રાયોગિક પક્ષ પ્રસ્તુત કરેલ છે. જૈન દર્શનમાં આગમગ્રંથો વિશેષ કરી ઉત્તરાધ્યયનસૂત્ર, તત્વાર્થસૂત્ર, ભગવતીસૂત્ર, જ્ઞાનાર્ણવ જેવા ગ્રંથો ઉપરાંત આ. હેમચંદ્રાચાર્યના
For Private & Personal Use Only
www.jainelibrary.org