Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 149
________________ THE - Jain 116 રચિયતામાં મતભેદ છે. કેટલાકને મને થવાચક છે. કેટલાકને મતે દેવવિધ ગણિ ક્ષમાશ્રમણ છે. કેટલાંક બંનેને એક જ માને છે. પરન્તુ દેવા અને દૈવધિષ્ણુના ગચ્છ જુદા જુદા હતા આ ગ્રંથ પર જીનદાસગણુની ચૂણી, ભદ્રબાહુની અને મલયિગિરની ટીકાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં વિરાવલિમાં ભદ્રબાહુ, સ્થૂલભદ્ર, મહાગિરિ, આ શ્યામ, આ સમુદ્ર આ મશુ, આનાગહરિત, દેલાચાય નાગાર્જુન, ભૂતઢિ વિગેરના ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત કાયિક ા અને ઉકાલિક થત નેભેદ પ્રભેદ્ય બતાવ્યા છે. (૨) અનુયાગદ્વાર આ ગ્રંથ આરક્ષિત સૂરિષ્કૃત માનવામાં આવે છે ભાષા અને વિષય શ્વેતા આ ગ્રંથ અર્વાચીન લાગે છે. આના પર અનદાસગણિમહ વની પૃથ્વી, હરિભદ્ર અભથવના શિષ્ય મલધારી મચન્દ્રની ટીકાઓ મળે છે. આની શૈલી પ્રશ્નોત્તરી છે. આામાં પ્રમાણુ - પચાપમ, સાગરાપમ, સખ્યાત, અસંખ્યાત અને અનતના પકારી નથનું સ્વરૂપ બતાવ્યુ છે. નામના દસ પ્રકાર, કાવ્યરસના પ્રકાર, મિથ્યાશાસ્ત્ર સ્વરોના નામ સ્થાન, તેન વાળુ, શામ, મૂળના વિગેરેનું વર્ષોંન મળે છે. આગમલાપ, પ્રકૃતિ અને વિકારનું પ્રતિપાદન કરતા થાકરણ સંબધી ઉદારતા છે. આ ઉપરાંત આમાં આવશ્યક કારકધના નિક્ષેપા, ઉપક્રમાધિકાર, અનુપૃથ્વીર પ્રમાણહાર અધિકાર, નિશ્ચેપ અધિકાર અનુગમ અધિકાર અને નય ને અધિકાર છે. આમાં મહાભારત, રામાયણુ કૌટિશ્ય, ચાઢકમુખ વિ.ના ફ્લેખ મળે છે. શ્રી કકિલા સિ. મ 邂 જૈન શાસ્ત્ર ભંડારો જૈન વાવો ખાસ ભંડારોમાં સાચવીને રાખવાની પ્રથા હતી તેને લઇને હજારો પાથર્યા જળવાઇ રહ્યા છે. દેરાસરોના ભોયરામાં મુખત્વે ગ્રંથો મૂકી રાખવાની પ્રથા હતી અને હર્ષે છે. આ રીતે મુસ્લીમ આક્રમણખોરોથી આપણા ગ્રંથો બચાવી શકાયા છે. આજે આ રીતે ૨ લાખથી પણ વધારે જૈન હસ્તપ્રતો ભારતમાં વિવિધ ભંડારોમાં પડેલી છે. જેસલમેર, પાટણ, ખંભાત, લીંમડી, અમદાવાદના ભંડારો વિશેષ જાણીતા છે. પાટણ, ખંભાત અને જેસલમેરમાં ના પત્ર પરની અનેક હસ્તપ્રતો વિદ્યમાન છે. જેસલમેરમાં કુલ ૧૦ જૈન જ્ઞાન ભંડારો છે. કિલ્લામાં શ્રી સંભવનાથજી ના મંદિરના ભોંયરામાં આવેલો શ્રી જિનભદસૂરિ જ્ઞાન ભંડાર, વેગડગચ્છીય જ્ઞાન ભંડાર, પંચનો જ્ઞાન ભંડાર, Jain Education International_2010_03 આચાર્ય ગચ્છના ઉપાશ્રયનો જ્ઞાન ભંડાર થાણકશાહનો શાન ભંડાર, ડુંગર યુનિનો જ્ઞાન ભંડાર, લોકાગચ્છનો જ્ઞાન ભંડાર, તપાગચ્છનો જ્ઞાન ભંડાર. જેસલમેરમાં અમુક હસ્તપ્રતો પાટણથી પણ આવેલ છે. પાટણમાં મહારાજ કુમારપાળના અવસાન બાદ આવેલો રાજા અજયપાળ જૈન તેથી હતો. અજયપાળના ડરથી ત્યાંની અમુલ્ય હસ્તપ્રતો છાનામાના જેસલમેર ખસેડવામાં આવી હતી. હવે વિક્રમ સવંત ૨૦૦૬ માં ફરી પાછી પાટણ લઇ જવામાં આવી છે. પાટણમાં હેમચંદાચાર્યના સમય દરમ્યાન જૈન સાહિત્યમાં અભૂતપૂર્વ પ્રગતિ થઇ. ન્યાય, વ્યાકરણ, યોગ, કાવ્યશાસ્ત્ર, કથાનુયોગ તથા જૈન - સિધ્ધાંત વિષક અનેક ગ્રોનું નિરૂપણ થયું હતું. પાટણનો જ્ઞાન ભંડાર વિશાલ છે. અમદાવાદના જ્ઞાન ભંડારોમાં મોગલકાળથી માંડીને ગઇસદી સુધીના અલભ્ય ગ્રંથો છે. હવે તો આ જ્ઞાનભંડારોની હસ્તપ્રતો ને સારી રીતે સાચવીને રાખવામાં આવેલ છે. દરેક હસ્તપ્રત પર કાગળ મૂકીને તેનો ક્રમાંક તથા નોંધ આપવામાં આવે છે. વસ્ત્રમાં બાંધીને રખાયેલી પ્રતો એલ્યુમીનીય મની નાની પેટીમાં રખાય છે. ચિપત્ર પણ સારી રીતે તૈયાર થયાં છે. કેટલીક અમૂલ્ય હસ્તપ્રતોની માઇક્રોફીલ્મ પણ લેવામાં આવેલી છે. કેટલાંક ગ્રંથોની નકલ અને પ્રસકોપી પણ કરવાનુ કામ ચાલુ જ છે. અત્યારે દિલ્હીમાં પણ આત્મવલ્લભ સ્મારક ભવનમાં વિશાળ જ્ઞાન ભંડારનું આવેજન છે. પરદેશમાં બર્લીન (જર્મન) માં તથા લંડન, ઓકસફર્ડમાં જૈન હસ્તપ્રતોનો નોંધપાત્ર સંગ્રહ છે. આ સિવાય રીસ, વિએના, વોશિંગટન તથા ન્યુયોર્કમાં પણ જૈન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. પરદેશમાં જે હસ્તપ્રતો રખાયેલ છે તેના કેટલોગ બહાર પડેલાં છે. પરંતુ કેટલાક કેટલોગ નો સો વર્ષથી વધારે ના છે. કેટલોગ બહાર પડયાં પછી હસ્તપ્રતો અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. તથા અમૂક નવા કેટલોગ પણ બહાર પાડવામાં આવ્યાં છે. આ રીતે જોતાં પરદેશની હસ્તપ્રતોમાં થોડો થોડો ગૂંચવાડો જરૂર છે. પરંતુ એકંદરે લંડન અને ખાસ કરીને બ્રિટીશ મ્યુઝીયમની લાયઝેરીઓની હસ્તપ્રતો વધારે વ્યવસ્થિન સ્વરૂપમાં છે. આ હસ્તપ્રતોના સંશોધનમાં ઊંડો રસ લઈને નવા કેટલોગ બહાર પાડવાની પૂરી આવશ્યકતા છે. દીગંબર હસ્તપ્રતો મુખ્યત્વે દક્ષિણ-ભારતમાં વધારે પ્રમાણમાં ઉપલબ્ધ છે. દિક્ષણ ભારતનાં મઠોમાં જ્ઞાન ભંડાર પણ છે ત્યાં વિશાળ સંગ્રહ છે. આ હસ્તપ્રતોની ભાષા મુખ્યત્વે કન્નડ છે. જૈન પ્રાચીન સાહિત્ય આપણો અમુલ્ય વારસો છે. તેમાં આપેલું જ્ઞાન માત્ર જૈનોનેજ ઉપયોગી છે તેવું નથી પરંતુ સહુ કોઇને ઉપયોગી થઇ શકે છે. સર્વ ધર્મના વિજ્ઞાનોએ આ બાબતમાં રસ કેળવીને જૈન સાહિતાના નવનીતનો સદુપયોગ કરવો ઘટે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196