________________
86
THE
Jain
વિચારણામાં ઘણોજ સમય ગુમાવીએ છીએ. અજૈનોને એક સંદેશ આપી શકતા નથી. તિથીઓ માટે, આપણા પર્વો માટે એક દિવસ નક્કી કરી શકતા નથી. પરિણામે આપણા શિક્ષિત વર્ગની અને બાળકોની સંધ અન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઓછી થતી જાય છે. આ માટે દરેક ગચ્છાધિપતિઓ અને આચાર્ય ભગવંતોને મારી પ્રર્થના છે આ બાબતમાં કંઇક વિચારી અને નિરાકારણ લાવીને ઐકય સાધવા જરૂરી પગલાં શાસનના હિત ખાતર લે. કદાચ એવું પણ કામચલાઉ નિરાકારણે થઇ શકે કે દરેકે દરેક ગચ્છાધિપતિ એક અથવા બે વર્ષ માટે આ સર્વોચ્ચા પદ સ્વાકારી અને શાસનની સેવા કરે, નિષિ માટે પણ જૈન ધર્મનો અનેકાંતવાદના સિધ્દાનનો ઉપયોગ કરીને એક દિવસ નક્કી કરી શકાય. વહેવારની દૃષ્ટિએ પણ એક દિવસ હોવો બહુજ જરૂરી છે અને થોડીક પળો આગળ પાછળ હોય તો પણ ભાવપૂર્વક સાધના બધા એકજ દિવસે કરે તો જરૂર પુણ્ય ઉપાર્જન થાય તે વાત બધાને સમજાવી શકાય તેવી છે.
સંઘનું કાર્ય જિનાલયો બંધાવવાનું પુનરોદ્ધાર કરવાનું અને તેમાં થતી ક્રિયાઓ જ્ઞાન સહિત પદ્ધતિસર થતી રહે તે જોવાનું છે. આપણે દેરાસર બંધાવવા પાછળ, તેના સ્થાપન્ય માટે પુષ્કળ ખર્ચો કરીએ છીએ અને તે અનુમોદનીય છે, પરંતુ આ સુંદર જિનાલયો
શ્રાવકોની ધાર્મિક ક્રિયાઓ માટે ભાવ ઉપજાવવા અને ભકિત કરવા માટે છે. અનુભવે આપણે જોઇ શકીએ કે મોટા ભાગના ભાવિકો આ ક્રિયાઓ જ્ઞાનસહિત પતિસર કરતા નથી અને તેથીજ દરરોજ દેરાસરે જવા છતાંય, ચૈત્યવંદન અને પૂજા કરવા છતાંય, સામાયિક અને પ્રતિક્રમણ કરવા છતાંય જોઇએ તેટલો લાભ અને જવનની આત્મારાધના માટેની પ્રતિ થઇ શકની નથી. આ માટે જિનાલયમાં ખર્ચીએ છીએ તેના અમુક ટકા (૨૫) રકમ આ ક્રિયાઓ કરનારના સાચા શિક્ષણ અને ધાર્મિક સગવડ પાછળ ખેંચીએ તો જૈન શાસનની ઘણીજ ઉન્નતિ થરો. ધર્મ અને શાસન જૈનો માટે અને તેમના ઉત્કર્ષ માટે છે. વહેવારૂ રીતે પણ કોઇક વખત કામ કરવું પડે છે, કારણકે જયાં વહેવાર નથી ત્યાં ધર્મ નથી. ધર્મ ખાલી દેરાસર અને ઉપાશ્રયમાં પાળવા માટનો નથી, પરંતુ આપણા જીવનમાં ઉતારવા માટેનો છે. પુસ્તકાલયો અને જ્ઞાન પાછળ પણ સારો એવો ભોગ આપવો જોઇએ. આપણે આપણા બાળકોને સુદંર ધાર્મિક શિક્ષણ આપવું છે, પરંતુ ધાર્મિક શિક્ષકોના વેનન બહુજ ઓછા રાખવા છે. તેઓ સંસારી છે. તેમને પણ ઘરની, બાળ બચ્ચાંઓની વ્યવસ્થા કરવાની હોય છે. તેમની પાસે સેવાની અપેક્ષા રાખએ છીએ. તે માટે તે સારા શિક્ષકો કોઈના હોય તો તેમને યોગ્ય વેતન સંઘે આપવું જોઇએ. શિક્ષકો માટે પણ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને આપણને શિક્ષણ આપે તે માટે તાલીમ માટેની સંસ્થાની પણ વ્યવસ્થા કરવી જોઇએ. સારા, ભણેલા અને સંસ્કારી શિક્ષકો
Jain Education International2010_03
વિના આપણે શાસનની પ્રભાવના ન કરી શકીએ.
આજે પચાસ હજારથી પણ વધુ જૈન કુળમાં જન્મેલ ભાઇબહેનો પરદેશમાં વસે છે. દરેકે દરેકના દિલમાં ધર્મ પ્રત્યે લાગણી અને ભાવ છે. પાશ્ચાત્ય દુનિયામાં અહિંસાની અને આપણી સંસ્કૃતિની બહુજ ભૂખ છે. આ માટે યોગ્ય સેવાભાવી પ્રચારકો અને સેવકો મોકલવાની અને તેમને તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરવી જોઇએ. આપણે ખ્રિસ્તી પાદરીઓનો દાખલો લઇએ તેઓ કેવા જંગલોમાં પણ જઇને લોકોને તેમના ધર્મ વિષે સમજાવે છે. આપણે પણ આ કાર્ય માટે એક વ્યવસ્થા અથવા સંસ્થા ઊભી કરવાની જરૂર છે કે જેથી જૈનો અજૈનો ન બને અને બીજાઓને તેઓ આપણી સંસ્કૃતિ અને ધર્મ વિષે સમજાવી શકે. આ બરોબર ને વ્યવસ્થા પૂર્વક કરવામાં આવે નો પશ્ચિમની દુનિયામાં જૈન ધર્મનો પ્રચાર આપણી કલ્પનામાં પણ ન આવી શકે ને ઝડપે થશે. આપણા સાધુ ભગવંતો એ પંચ મહાવ્રત લીધેલા છે તેથી તેઓ વિહાર કરીને જ શકય હોય તો પરદેશમાં જઇ શકે. ને બીજા કોઇ સાધનનો ઉપયોગ કરીને આ પ્રવાસ કરવો ન જોઇએ. દિક્ષાર્થી ભાઇબહેન અવા ઉચ્ચકોટિના પંડિતો શાસનને અનુરૂપ વેશ ધરાવીને આ પ્રવાસ કરી શકે.
ન
મહાન પરોપકારી પૂજ્ય આચાર્ય ભગવંતો પંચ મહાવ્રતોનો ભંગ કર્યા વિના જિનશાસનની પ્રભાવના માટે સંઘોની સમ્મતિથીઆ ધરતીપર પધારે તો તેનો લાભ જૈન-જૈનેતર ને અ સુલભ બને અને ભ. મદાવીરનો અહિંસાનો સંદેશ સત્ર ફેલાય. અને જૈન ધર્મ વિશ્વધર્મ બની શકે.
ડૉ. નટુભાઈશાદ લેસ્ટર (ઇગલૈંડ)
For Private & Personal Use Only
સાબત તેવી અસર... જ્ઞાનગઢ ગુવાનકી સંગત ધ્યાન બઢ તપસી સંગકીને માઝ અઃ પરિવારની સગત યા ગઢ ધની ચિનીને ક્રાય બઢે નર મૂકી સ`ગત કામ મટે વિષકે સગ કીને બુદ્ધિ વિવેક વિચાર કિવ દીન સુસજ્જન સગ દીને
મઢ
www.jainelibrary.org