Book Title: Tattvarthadhigam Sutrani
Author(s): Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ १० અમારી વિશાળ યેાજના પ્રમાણે અમે કામ શરૂ કર્યુ, અને ઇષ્ટ સહાયકી આવતા ગયા. પણ તેઓ આવી સ્થિર થાય તે પહેલાં જ એક એક પાછા જુદી જુદી દિશામાં પુખીઓની પેઠે વીખરાઈ ગયા અને છેવટે એ આગ્રાના માળામાં હું એકલે જ રહી ગયા. ' તત્ત્વાર્થ''નું આરંભેલ કાય અને બીજા કાર્યો મારા એકલાથી થવાં શકય જ ન હતાં અને તે ગમે તે રીતે કરવાં એ નિશ્ચય પણ ચૂપ બેસી રહેવા દે તેમ ન હતા. સચાગ અને મિત્રાનું આકર્ષણુ જોઈ હું આગ્રા છેડી અમદાવાદ આવ્યેા. ત્યાં મેં સન્મતિતનુ કામ હાથમાં લીધુ . અને તત્ત્વાનાં છે ચાર સુત્રા ઉપર આગ્રામાં જે લખેલું તે એમ ને એમ પડયું રહ્યું. ' ભાવનગરમાં ઈ સ૦ ૧૯૨૧-૨૨માં સન્મતિતર્કનું કામ કરતા ત્યારે વચ્ચે વચ્ચે તત્ત્વાર્થનું અધૂરું રહેલું કામ મનમાં આવતુ અને મને વ્યાકુલ કરી મૂકતું, માનસિક સામગ્રી છતાં જોઈતા સહાયક મિત્રને અભાવે મે ' તત્ત્વાર્થ' 'ના વિવેચનની પ્રથમ નક્કી કરેલ વિશાળ ચેાજના મનમાંથી દૂર કરી અને તેટલા ભાર આ કી; પણ એ કામના નાદ છૂટયો જ ન હતા. તેથી તબિયતના કારણે જ્યારે વિશ્રાંતિ લેવા ભાવનગરની પાસેના વાલુકડ ગામમા ગયે। ત્યારે પાછુ - તત્ત્વાર્થ'નું કામ હાથમા લીધુ અને તેની વિશાળ ચેાજનાને ટૂંકાવી મધ્યમ માગે કામ શરૂ કર્યું. એ વિશ્રાંતિ દરમિયાન જુદે જુદે સ્થળે રહી કઈક લખ્યું. એ વખતે લખાયું થેઢુ પણ તેની પદ્ધતિ મનમાં નિશ્ચિત થઈ ગઈ અને એકલે હાથે પણ કારેક લખી. શકવાના વિશ્વાસ ઉત્પન્ન થયા.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 588