Book Title: Tattvarthadhigam Sutrani
Author(s): Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ પં. સુખલાલજીનું વક્તવ્ય [પહેલી આવૃત્તિમાંથી] લગભગ બાર વર્ષ પહેલાં હું મારા સહદય મિત્ર શ્રી રમણિકલાલ મગનલાલ મેદી સાથે પૂનામાં હતો તે વખતે બનેએ મળી સાહિત્યનિમીણ વિષે અનેક અમે ના વિચાર દેડાવ્યા પછી ત્રણ ગ્રંથો લખવાની સ્પષ્ટ કલ્પના બાંધી. શ્વેતાંબર, દિગંબર બને સંપ્રદાયમાં દિવસે દિવસે વધતી જતી પાઠશાળાઓ, છાત્રાલય અને વિદ્યાલયમાં જૈનદર્શનના શિક્ષણની જરૂરિયાત જેમ જેમ વધારે સમજાવા લાગી હતી, તેમ તેમ બંને ફિરકાને માન્ય એવાં, નવી ઢબનાં, લોકભાષામાં લખાયેલાં જૈનદર્શનવિષયક પુસ્તકની માગણું પણ ચોમેરથી થવા લાગી હતી. એ જોઈ અમે નક્કી કરેલું કે “તત્વાર્થ' અને “સન્મતિતક' એ બે ગ્રંથનાં તે વિવેચનો કરવાં અને તેને પરિણામે ત્રીજું પુસ્તક “જૈન પારિભાષિક શબ્દકોશ' એ સ્વતંત્ર લખવુ. અમારી આ પ્રથમ કલ્પના પ્રમાણે તત્ત્વાર્થના વિવેચનનું કામ અમે બંનેએ આગ્રામાં આજથી ૧૧ વર્ષ પહેલાં શરૂ કર્યું.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 588