Book Title: Tattvarthadhigam Sutrani
Author(s): Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન પંડિત સુખલાલજી સંપાદિત તત્વાર્થસૂત્ર ગ્રંથની બીજી આવૃત્તિ શ્રી પુંજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. પંડિત સુખલાલજીએ પિતાના વિવેચનમાં જૈન સિદ્ધાંતના બધા મુદ્દા એવા વિસ્તારથી તથા તુલનાત્મક રીતે રજૂ કર્યો છે કે, શ્રી પૂંજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ થતા તેમજ થનારા જૈન આગમના અનુવાદ માટે એ પુસ્તક સહેજે પ્રાવેશિક પુસ્તકની ગરજ સારે. એ ગ્રંથની પ્રથમ આવૃત્તિ ગૂજરાત પુરાતત્ત્વ મંદિર ગ્રંથાવલીમાં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રસિદ્ધ થઈ હતી. તેની બીજી આવૃત્તિ શ્રી પૂજાભાઈ જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ કરવાની રજા આપવા માટે ગુજરાત વિદ્યાપીઠને આભાર માનવો ઘટે છે. આ આવૃત્તિ પહેલી આવૃત્તિનું માત્ર પુનર્મુદ્રણ નથી. પંડિત સુખલાલજીએ આ પુસ્તકની હિંદી આવૃત્તિ વખતે શરૂઆતના “પરિચય' નામના લાંબા ઉપોદઘાતમાં કેટલાંક ચર્ચાસ્પદ સ્થળાની બાબતમાં જે સુધારા-વધારા કર્યા છે, તે આ અનુવાદમાં શબ્દશઃ ઉતારી લીધા છે. તે માટેની રજા

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 588