________________
મળી જતાં ભવસ્થિતિ પાકે છે, ત્યારે તથા ભવ્યત્વના બળે સમક્તિ પામી દીર્ઘકાળે મુક્તિ પામવાની સંભાવના છે.
કર્મની મૂળ પ્રકૃત્તિ આઠ છે તેના ઉત્તરભેદ એકસો અઠ્ઠાવન છે. જ્ઞાનાવરણીયના-પ, દર્શનાવરણીયના-૯, વેદનીયના-૨, મોહનીયના-૨૮, આયુષ્યના-૪, નામના-૧૦૩, ગોત્રના-૨ અને અંતરાયના-૫, કુલ-૧૫૮.
ચેતના એ આત્માનો ગુણ છે. તે ગુણના પર્યાયને ઉપયોગ કહે છે, અથવા આત્માનું લક્ષણ ઉપયોગ છે. તે જ્ઞાન સાકાર ઉપયોગ અને દર્શન નિરાકાર ઉપયોગ એમ બે પ્રકારે છે. જો ઉપયોગ પદાર્થોના વિશેષ ધર્મોના જાતિ, ગુણ, ક્રિયા વગેરેને ગ્રહણ કરે તો તેને જ્ઞાન કહે છે. અને સ્વરૂપને જાણે છે તેને સ્વજ્ઞાન કહે છે. જે ઉપયોગ પદાર્થોની સત્તાને જ ગ્રહણ કરે છે, તેને દર્શન કહે છે. આત્મસત્તાને ગ્રહણ કરે છે ત્યારે સ્વદર્શન કહે છે. કર્મ પ્રવૃત્તિ :
જે કર્મ આત્માના જ્ઞાન ગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય કર્મ છે. આત્માનું સ્વરૂપ યથાતથ્ય ન જણાય તે જ્ઞાનાવરણીય કર્મ છે.
આત્માના ગુણનો સામાન્ય બોધ પ્રગટ ન થવા દે તે દર્શનાવરણીય કર્મ છે.
શાતા અશાતારૂપે ઉદયમાં આવે તે વેદનીય કર્મ છે.
જે કર્મ સ્વરૂપની સ્થિરતામાં વિદન પહોંચાડે છે, સ્વ-પરનો વિવેક થવા દેતું નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન ન થવા દે. સમ્યકત્વ ગુણના કે ચારિત્રના ગુણને ઘાત કરે તેવું કષાય જનિત મોહનીય કર્મ છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય ચાર કર્મ પ્રકૃતિ આત્મગુણનો ઘાત કરવાવાળી હોઈ ઘાતકર્મ કહેવાય છે. બીજી ચાર પ્રકૃતિ અઘાતી છે જે શુભાશુભ છે.
જે કર્મના ઉદયથી દેહપર્યાયમાં ચેતન અમુક કાળ સુધી અસ્તિત્વ ધરાવે છે તથા તે કર્મના અસ્તિત્વમાં જીવ જીવે છે તે આયુર્ભ છે.
જે કર્મના ઉદયથી જીવ નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ, તીર્થકર આદિ નામ કર્મધારણ કરે છે, તે નામ ર્મ છે.
જે કર્મ આત્માના દેહપર્યાયને ઉચ્ચનીચ ગોત્રમાં ઉત્પન્ન કરાવે છે. પ્રકૃતિ પ્રમાણે ઉચ્ચનીચપણું પામે છે તે ગોત્ર કર્મ છે.
સ્વરૂપ અવલોકન Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org