________________
બળ ઘટતાં સમક્તિ શુદ્ધ થાય. તે પછી પૂર્વનાં કર્મો ભોગવાઈ પૂરાં થાય, નવો બંધ અલ્પ હોય તે શુદ્ધતાના બળે નાશ પામે. કષાયનાં બંધન શા માટે તેવો ઊહાપોહ થવો જોઈએ. કર્મ-પ્રકૃતિ બે ઘડીમાં બંધાય છે. તે પછી કર્મ-પ્રકૃતિના પ્રકારોમાં વહેંચાઈ જાય છે. નિમિત્ત બદલાતાં પ્રકૃતિ રૂપાંતર પામે છે. અને કાળ પ્રમાણે અલ્પાઅધિક સમયે ઉદયમાં આવે છે. કર્મ બંધનના બે ઘડીના કાળ દરમ્યાન આત્મા ભાવરસ શિથિલ કરે તો કર્મબંધ શિથિલ પડે છે. અનાદિથી થયેલો કર્મનો સંયોગ આત્મશક્તિ, પૂર્ણજ્ઞાન, પૂર્ણ પવિત્રતા વડે ક્ષય થઈ જીવ સિદ્ધદશા, સ્વરૂપદશાને પામે છે. આવા વિતરાગ વચનનું શ્રવણ, મનન, ચિંતન કરી સ્વરૂપનો આશ્રય કરવાથી સમ્યક્ દર્શનાદિ પ્રાપ્ત થાય છે. પછી જીવનો આધ્યાત્મિક વિકાસ થઈ પૂર્ણતા પ્રગટ થાય છે. આ સ્વાધ્યાયનો સાર આત્મધર્મ, શુદ્ધધર્મ પામવાનો છે.
૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
સ્વરૂપ અવલોકન
www.jainelibrary.org