________________
થયું તો શક્તિશાળી ક્ષમારૂપ આત્મા પુદ્ગલ સાથે જડતા પામે છે. તેથી જ્ઞાનીઓએ મહાન ક્ષમા ધર્મની દેશના આપી પૌદ્ગલિક સંબંધોમાં ક્ષમા એ આંતરશાંતિ માટે છે. અન્યને ક્ષમા આપવી તે ઉપચાર કથન છે. પ્રથમ આત્માને ક્રોધાદિ વિભાવથી મુક્ત થવાનું છે. પછી ક્ષમાના અદલા-બદલાના ઉપચારની જરૂર રહેતી નથી. દોષો સંવરરૂપ થયા હોય ત્યારે આત્માને આવરણ ટળે છે. અહિંસા વ્રતના સૂક્ષ્મ આચરણથી ક્ષમા અંતર્ગત રહે છે.
દરેક ધર્મમાં અને જગતના વ્યવહારમાં ક્ષમાનું સ્થાન મુખ્ય છે, છતાં વ્યવહાર પ્રમાણે મર્યાદા છે. રાજનીતિમાં ગુનાની સજા તે રાજધર્મ છે, ત્યાં ક્ષમાનો વિકલ્પ મર્યાદિત છે. શક્તિથી મેળવેલી લબ્ધિ પ્રાપ્ત કરનાર સમય આવે અક્ષમ્ય બની તેનો ઉપયોગ વેર બાંધવામાં કરી શ્રાપ જેવા વિભાવમાં પડે છે. જે જીવોમાં વિવેક નથી જન્મ્યો તે તો ‘શઠં પ્રતિ શાઠયમાં માને છે. કદાચ બાહ્યપણે ક્ષમા ધારણ કરે પણ સમયની રાહ જોવામાં વેરને મનમાં સંગ્રહી રાખે, તેને ક્ષમા ગુણરૂપે નથી. ક્ષમાવાન તો વેરને આગળ વધવા દેતો જ નથી. ઉગ્ર તપશ્ચર્યા પછી ક્રોધ પ્રગટ થઈ જાય છે તે માટે પ્રારંભથી જ આંતર અને બાહ્યતપનું બંને પ્રકારે આરાધન બતાવ્યું. આંતરતપ ક્ષમા વડે જ વિકસે છે. ચારિત્રમાં ક્ષમા આવે છે ત્યારે આત્મામાં નિર્દોષતા પ્રગટે છે. પૌદ્ગલિક ક્ષમા પૂર્ણતા સુધી લઈ જતી નથી. જેમ કે વ્યવહારિક સ્વાર્થમય સંબંધોનો પ્રેમ કોઈ પ્રતિકૂળ નિમિત્ત મળતા વેરમાં પરિણમે છે. માટે ક્ષમાને સાધુતાનો ગુણ કહ્યો, તે ગુણસહ તપ ચારિત્રને પ્રગટ કરે છે. તેવા ચારિત્રગુણવાળા ગુરૂ શિષ્યના દોષો સહેજે દૂર કરાવે છે. સાધુજનોના પરિષહ ઉપસર્ગ સહન કરવામાં ક્ષમાગુણની શિક્ષા છે, કસોટી છે.
ક્ષમા ગુણનું ભાજન પ્રાયઃ માનવ છે. એકેન્દ્રિયાદિ જીવમાં અજ્ઞાનરૂપી અંધકાર હોવાથી તેઓ ક્ષમા જેવો ધર્મ આચરી શકતા નથી. ત્યાં એવી વિચાર શક્તિ નથી તેથી વેરભાવે મૃત્યુ પામી તેવા દોષોનું પુનરાવર્તન કરે છે. મનુષ્યમાં સાધુ ઉત્તમ ક્ષમા ધર્મને આરાધી બે ઘડીમાં મુક્ત થયાના દૃષ્ટાંતો છે.
દરેક પદાર્થ સ્વભાવે સમસ્થિત છે. જો પદાર્થ તેનો સ્વભાવ છોડે તો પૃથ્વી ટકી જ ન શકે. ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય, ગતિ-સ્થિતિરૂપ
૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
સ્વરૂપ અવલોકન
*www.jainelibrary.org