Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 268
________________ તો કેવળ નિંદા થઈ પણ સુધાર ન થયો. સાધુ જેવા ગુણીજનોની નિંદા તે દર્શન મોહનીય છે. મોહવશ ગુણ ન હોય અને ગુણનો આરોપ કરવો તે પણ મોહનીય છે. મન એવું ચંચળ છે કે કોઈની નિંદામાં તેને રસ પડે છે. પ્રભુ પાસે આત્મનિંદા કર્યા પછી અવગુણો દૂર થાય તો પ્રભુના ગુણોના અંશો ગ્રહણ થાય. રાત્રીએ એકાંતમાં પોતાના દોષોને જોવા જોઈએ. પ્રભુ સાથે તેમના સ્વરૂપમાં લીનતા આવે સહેજે ગુણો પ્રગટ થાય. દોષો દેખાય ત્યારે હે પ્રભુ હવે મારું શું થશે? તેવી વ્યાકુળતા થાય તો પ્રભુનું થયું તે તારું થાય. પ્રભુ અનાદિકાળના દોષોને દૂર કરી મુક્ત થયા તેમ તું પણ મુક્ત થાય. વાદવિવાદ તે નિંદા છે. માટે એકાંત સાધના એ જ સાચો માર્ગ છે. આંતરતપનો હેતુ કષાયની અનુદયદશા કેળવવી. સોળ પ્રકારના કષાયમાંથી આઠ પ્રકારના કષાય જાય ત્યારે દેશવ્રતમાં જીવ દેઢ થાય છે. બાર કષાય જાય ત્યારે સર્વવિરતિ થાય છે. અપ્રમત્ત દશા પછી બારમે ગુણે પહોંચે ત્યારે સોળ કષાય નષ્ટ થાય છે. તેરમે અનુદ દશા પ્રાપ્ત કરે છે, ત્યાં શુદ્ધ ચારિત્ર વર્તે છે. ક્ષયોપશમભાવવાળો ચઢ ઉતર કરે, ક્ષાયિકભાવવાળો ઉત્તરોત્તર ઉર્વશ્રેણિ માંડે. ક્ષયોપશમદશામાં વ્રતાદિ સંયમનું પરિણામ શાતાવેદનીય છે. સાધક માને કે વ્રત કરું છું તેથી કષાયની નિર્જરા થાય છે, તેથી વિશેષ વ્રતનું મહત્વ તો અપુનબંધક દશા તરફ જવું તે છે. આત્મશક્તિ તે પછી પૂર્ણપણે પ્રગટ થાય છે. પરિગ્રહાદિ છોડવા તે વ્રતનો એક ભાગ છે. પણ નિવૃત્તિભાવ આવે તે અપરિગ્રહ છે સંસાર પ્રયોજન છોડીને જો ઉપાશ્રય કે પુસ્તકનો પરિગ્રહ કરે તો એકાંત આરાધના કયાં થાય? સર્વ વિરતિને સઘળા પરિગ્રહ ત્યાજય છે. ધારણા શક્તિ મેળવી હોય તેને પુસ્તકનો આધાર છૂટી જાય છે. અને જ્ઞાનની શુદ્ધતા થતાં અવધિ, મન:પર્યવ જેવા શુદ્ધ જ્ઞાન પ્રગટે છે. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી ક્ષાયિકભાવ પ્રગટતા વચ્ચેનો કાળ ક્ષયોપશયનો છે. અશુદ્ધ કરતા તે સારા છે. ચોથે, પાંચમે, તેની વધુ સ્થિરતા હોય છે. અસંખ્ય યોગમાં સંયમ એ એક યોગ છે. શુદ્ધ ઉપયોગ એ મુખ્ય યોગ છે. આત્માના અસંખ્ય પ્રદેશો છે. અનંતાઅનંત કાર્મણવર્ગણા ભેગી સ્વરૂપ અવલોકન Jain Education International ૨૬૭ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274