Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 263
________________ રૂપમાં નથી. પરમ ત્યાગસંયમની અવસ્થા છે. તે રૂપે તેમને ભજવાથી તેવા ભાવોની પ્રેરણા મળે. પ્રભુવંદના ત્રિકાળ શા માટે? વિભાવદશાનો અભ્યાસ છોડવા વારંવાર ચારિત્રદશાનો અભ્યાસ કરવા ત્રિકાળ વંદના દર્શાવી. ભાવધર્મ આત્મારૂપ છે વારંવાર અભ્યાસ કરવાથી શુદ્ધભાવની અસર ટકી રહે. આત્મામાં ઉત્તમ ભાવ ન જાગે તો જડતા આવે. જિનેશ્વર દેવો પરમ વૈરાગ્યદશાવાળા છે. કર્તા ભોકતાભાવ રહિત છે. તેમના આવા વિતરાગસ્વરૂપનો મહિમા સમજ્યા વગર જો જીવ એમ વિચારે કે જિનેશ્વર દેવ તો કંઈ આપતા નથી. સદેહે દર્શન દેતા નથી. અને કોઈ કાર્ય કરવાનો ભાવ કરતા નથી. આ હકીકત સાચી છે. વીતરાગદેવોમાં કર્તાભાવ નથી પણ સિદ્ધાલયમાં વિરાજેલા પરમાત્માનું શુદ્ધ તત્વ શુદ્ધ ચૈતન્યરૂપે પ્રગટ છે. તે પ્રગટપણાનો પ્રભાવ ભક્તની નિસ્પૃહ ભક્તિ પર પડે છે, અને ભક્ત તેમના જેવા શુદ્ધ તત્વનો અનુભવ કરવા સમર્થ થાય છે. કરોડો માઈલ દૂર સૂર્યના કિરણો ગરમી આપે છે, પ્રકાશ આપે છે, જીવસૃષ્ટિના જીવનમાં સહાયક થાય છે. આપણે તે મેળવવા બારી બારણા ખુલ્લા રાખવા પડે છે. પરમાત્માનું શુદ્ધ તત્ત્વ વધુ વ્યાપક છે. વધુ પ્રતિભાવંત છે. શુદ્ધ ચિત્તે કરેલી ભક્તિના ભાવને પરમાત્માના સ્વરૂપનો પ્રભાવ સહાયક થાય છે. માટે આ પંચમકાળમાં જિનપૂજા અને જિનવાણી શ્રેષ્ઠ અવલંબન કહ્યા છે. ક્રોધાદિ કષાયો મંદ પડે જીવને આત્મદશા તરફ વળવું સરળ પડે છે. કર્મની કાળપરિણતિ પૂરી થયે તે તો જાય છે. પણ ધર્મની અજ્ઞાનતા તેમાં પુનઃ ગૂંચ ઉભી કરે છે. તીર્થંકરાદિ પવિત્ર આત્માઓને પાપસંબંધો ન હોય કદાચિત ઉપસર્ગ થાય તેમાં દુઃખની લાગણી ન અનુભવે તેથી તે પાપસંબંધો નથી. પુણ્યસંબંધો અતિશય-અનુકૂળતારૂપે હોય છતાં તેમાં પણ તેઓની નિરસતા હોવાથી ફળ આપીને ખસી જાય. પૂર્વના અશુભયોગે પ્રતિકૂળ સંબંધોનો સંયોગ થાય ત્યારે તે સમભાવે ભોગવી લેવા, છતાં અધ્યવસાય વધુ વિકળ થાય તો તે સંયોગોમાંથી દૂર ખસી જવું. પણ તેના વિકલ્પમાં પડીને કર્મને વધુ ને ગૂંચવવું. વળી દૂર રહીને પણ સભાવ રાખવો. જેથી બંનેના ભાવો કોમળ થાય. સ્વરૂપ અવલોકન ૨૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274