________________
કહેવાય. સંસારના ભોગ-ઉપભોગમાં સૌ સાથે રહે છે. વેદનીય કર્મના ઉદયમાં કોઈ સાથે રહેતું નથી. સેવા સુશ્રુષા કરે પણ કોઈ વેદના લઈ શકતું નથી. જીવ આમ તો ઘણી ધર્મક્રિયાઓ કરે છે છતાં મુક્ત થતો નથી આપણું ભાવિ આપણે જાણી ન શકીએ તે આપણા જ્ઞાનનું આવરણ છે, દોષ છે. પુણ્યનો મોહ સૌને વળગ્યો છે, અને સુખ ભોગવવા પાપ કરીએ છીએ. જ્ઞાની પુરૂષોએ પાપપ્રકૃતિનો આત્યંતિક છેદ કર્યો, કાઢી જ મૂકી. પુણ્ય પ્રકૃતિને પણ અનાસકતભાવે પૂર્ણ કરી દાનાદિ ક્રિયા કરી ભોગવી લીધી. આ કાળમાં વરસીદાનનું લોકો અનુકરણ કરે છે. તેનો સાચો મર્મ એ છે ગૃહસ્થે જીવનમાં જે પરિગ્રહ કર્યો હોય તેનો ત્યાગ થાય અને પુણ્યસંચય પૂર્ણ થાય.
ધર્મક્રિયા કરે અને જીવ ધર્મ ન પામે, ત્યારે પોતાના યોગોની શુદ્ધિ અશુદ્ધિને તપાસવી. વાણી હિત-મિત સાથે સત્ય હોવી જોઈએ. જેથી આપણા નિમિત્તે બીજા જીવો પણ વિકલ્પમાં પડીને બંધન ન કરે. કોઈ જીવે આપણું અપમાન કર્યું ત્યારે ધર્મી વિચારે કે એનો ઉદયકાળ એવો છે. તે ખસી જશે. કષાય રસ રેડીને સ્વ-પર અહિત ધર્મી ન કરે. સમતા ધર્મને આચરે તે ધર્મ.
જિન પ્રતિમાના દર્શન કે પૂજનમાં જીવે ભાવ વડે જિનભાવમાં લીન થવાનું છે. આ મારા પરમદેવ છે તેવું સમર્પણ જોઈએ. પરમદેવે પલકમાત્રમાં વિકટ પ્રકૃતિને જીત લીધી છે. મારે પણ તેમ જ કરવું છે તેમ દર્શનમાંથી દર્શન શક્તિ મેળવવાની છે. જો તેવું દર્શન ન પ્રગટે તો શુભભાવનું ફળ મળે પણ આ દેહ છૂટયા પછી ફરી દેહ ધારણ કરવો પડે. શાસ્ત્રના દૃષ્ટાંતોનો એકાંત અર્થ ન કરવો. જેમકે સંપ્રતિ રાજાએ પૂર્વજન્મમાં સંયમ લેવાથી રાજયસુખ મેળવ્યું. તે તો શુભભાવનું ગૌણ પરિણામ હતું. મુખ્ય વાત તો તેણે સદ્ગુરૂના બોધ દ્વારા સત્ પ્રાપ્ત કર્યું હતું તેથી ભવભ્રમણ ટુકું થઈ ગયું.
જિનપૂજામાં ત્યાગનું મહત્વ છે. પરપ્રત્યેના સર્વભાવ ત્યજી સમર્પણ થવાનું છે. તેને બદલે તે સ્થાને પણ જો મન અને ઈદ્રિયોને જ તૃપ્તિ થાય. આંગી દર્શનથી તૃપ્તિ મેળવી ચક્ષુ વિષય સુધી પહોંચે. પણ પોતાના દોષોનું સંશોધન કરી જિનપૂજા વડે હળવો ન થાય તો પ્રકૃતિની સુધારણા
૨૬૦
Jain Education International
For Private & Personal Use Only
સ્વરૂપ અવલોકન
www.jainelibrary.org