Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 259
________________ કર્તવ્ય પડયું છે. તેને માટે સમય નથી અને સંસારનો સંગ રખડાવનાર છે તે માટે પૂરી જીદંગી દાવમાં મૂકી દે છે. જપ, પૂજા, ભક્તિ માટે સમય નથી. વીતરાગની પૂજા કરતાં વિચારે કે દીપના પ્રકાશની જેમ મારો આત્મા જ્ઞાન પ્રકાશ પામે. દાહકતાથી કર્મને બાળે. ધૂપની જેમ મારું ચારિત્ર સુવાસિત રહે. ફૂલના જેવી મારામાં કોમળતા હોય. જળના જેવી શીતળતા હોય. જો આવા ભાવ ન રહે તો પૂજાના સાધનોના પરમાણુઓ પરમાણુમાં ભળી જશે અને આત્મા કોરો રહી જશે. મનની ચંચળતા ઘટશે નહિ. પ્રભુ દર્શન, પૂજન સમયે જીવ એમ બોલે છે કે મને તારું દર્શન ભવોભવ હજો. એનો અર્થ એવો ન લેવો કે દર્શન મળે અને સંસાર ચાલુ રહે. જયાં સુધી સંસાર રહે ત્યાં સુધી તારું દર્શન મળો જેથી ભવ ઘટવા માંડે, ક્રમે કરી મુક્તિ મળે. કારણ કે સંસારમાં તો ચાર ગતિ છે તેમાં નરક તિર્યંચમાં તો દર્શન આવરણ ગાઢ વર્તે છે. દેવગતિમાં ત્રીજા દેવલોક સુધી દેવપણું છે પણ દિવ્યતા નથી. તેથી ભોગ-તૃષ્ણામાં સમય વેડફાઈ જાય છે. અનુત્તર દેવલોકમાં તો માત્ર મનુષ્યભવ લેવાનું કાર્ય જ બાકી રહ્યું હોય છે. ઈદ્રિય વિષય રમણતાનો અભાવ છે. માનસિકપણે દિવ્ય સુખ ભોગવી મોક્ષાભિલાષાએ કર્મ પૂર્ણ થાય છે. અંતે મનુષ્યપણું પામી મુક્ત થાય છે. પ્રકૃતિના પરિવર્તન માટે રસ ઓછા કરવા. ઉદય સમયે જ્ઞાનદર્શન કાર્યકારી રાખવા. તો બંધ છૂટે જીવ મુકત થાય. કેવળ બાહ્ય ક્રિયા અને બાહ્ય સાધનથી શુદ્ધિ થતી હોય તો અન્ય અવલંબનની શી જરૂર રહે? નિમિત્ત સારા હોય પણ ઉપાદાન શુધ્ધ હોય તો પુરૂષાર્થ સાર્થક થાય. ઉપાદાન જ (આત્મા) વિભાવમાં પડયો હોય અને નિમિત્તને પકડી રાખે તો આવરણ ટળે નહિ. શુદ્ધ નિમિત્ત ગ્રહણ કરીને ઉપાદાનને શુદ્ધ કરવાનું છે. તો પુદ્ગલ સંગ છૂટે. વાસ્તવિક રીતે ગુણોનો વિકાસ તે આત્મ સિદ્ધિ-આત્મ શુદ્ધિ છે. હઠયોગ જેવા સાધનો શુદ્ધ નથી તેથી જીવ ત્યાં અટકીને દેહાધ્યાસી બને છે. પૂજા, પ્રતિક્રમણ, ભક્તિ જેવી ક્રિયાના આગ્રહમાં અટકી જીવ પુલાનંદી બને છે. લબ્ધિઓ પ્રાપ્ત થતાં જીવ લોભમાં પડે છે. માટે ધર્મક્રિયામાં ઉપાદાનની શુદ્ધિ જોઈએ. હાલ આપણે ક્ષયોપશમભાવ સુધી પહોંચી શકીએ માટે જાગૃતિ અને નિરંતર અભ્યાસ કર્તવ્ય છે. તીર્થયાત્રા ૨૫૮ Jain Education International | For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274