Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 265
________________ દૂર થશે, અને કર્મની અત્યંત નિર્જરા થશે. અશુભ ત્યજી શુભતરફ જવાનો આશય ગુણભોગી થવાનો છે. આત્મા પોતાના દર્શનાદિ ગુણો સિવાય કશું જ માણી શકતો નથી. બાહ્ય સાધનનો મોહ ત્યજે અંતર સાધન પ્રાપ્ત થાય. અંતરસાધનનું ઉપાર્જન કરવું જોઈએ. શરીર સુખ માટે મેળવીએ છીએ પછી તેમાં દુઃખ ઉભુ થવું ન જોઈએ. અને થાય છે તો સમજવું તે સુખ ન હતું પણ સુખાભાસ હતો. કર્મના સંયોગ આવે અને નિર્બળ થઈ તેમાં ટેવાઈ જઈએ તો કર્મો જ આપણા સ્વામી થઈને વર્તે. કર્મ તેની પ્રકૃતિએ સ્વતંત્ર છે, તેના કરતાં આત્મા અનેકગણો સ્વતંત્ર છે. તે શા માટે કર્મોનો ગુલામ બને છે તે વિચારવું. શ્રાવક થઈને માર્ગાનુસારીના ગુણમાં આવ્યો કે નહીં તે ગુણો ન પ્રગટે તો સાધુતા કયાંથી આવે? દરેક ધર્મક્રિયા તેને સ્થાને ઉપયોગી છે. સાધન સેવતા સેવતા મુક્ત થઈશું તેમ માની સાધનમાં પરાધીન ન થવું. પણ બાહ્ય સાધન ત્યજી આંતર સાધન તરફ વળવું. તે સાધન સમભાવ વિવેક, મધ્યસ્થતા છે. આત્મા પરનો અર્થી થઈ પરોપકાર કે પરદયા કરે તો આંતર ગુણો ન વિકસે. પરંતુ યશ કીર્તિનું લક્ષ થાય. સઘળું મૂકીને જવાનું છે તેમ જાણે છે છતાં આવો વ્યામોહ સતાવે છે. ધર્મમાંથી પણ બાહ્ય લાભમાં લોભાય છે. અને સંતોષ ક્ષણિક રહે છે. વાસનાનું સમાધાન થાય તે આત્મધર્મ નથી. દરેક ધર્મક્રિયામાં કર્તવ્ય-અકર્તવ્ય. કર્તૃત્વ-અકર્તૃત્વનો વિવેક જોઈએ. પોતે આત્મા છે તેવો પ્રથમ નિર્ધાર કરી સર્વ જીવ પોતાના આત્મા સમાન છે તેમ જીવવું જોઈએ તો શ્રાવક સાધુતા પામે. આ પાંચમો આરો છે શું કરીએ? સાધુઓ પણ અધોગતિ પામવાના છે, આવો વિચાર કરી નિરાશ ન થવું. પાંચમાં આરામાં વ્રત, તપ, નિયમ, પૂજા ભક્તિ, અભ્યાસ થાય અને આત્મ અવલોકન ન થાય ? કપાયરસ ઓછા ન થાય? જેમાં બહારની કોઈ વસ્તુની જરૂર નથી. મોહને પરવશ થવાથી આત્મવંચના થાય છે. એક પ્રકૃતિ સાથે બીજી પ્રકૃતિ ઉદયમાં આવે માટે તેના સંબંધોમાં જ જાગૃત રહેવું. જેથી બંધમાં પરિવર્તન થાય. ઉપદેશક ઉપદેશ આપે અને શ્રોતા શ્રવણ કરી પોતાને ધર્મ માને, દાતા દાન ક્રી પોતાને દાની માને, ક્રિયા વિધિ નિષેધક પોતાને ધર્મી માને, તપ ક્રનાર પોતાને ધર્મી માને, અને છતાં ધર્મ તો રહી સ્વરૂપ અવલોકન ૨૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274