Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 245
________________ વિરામ પામ્યો. સર્પ મટી દેવ થયો. ક્ષમા ધર્મ કેવળ સંવત્સરી પૂરતો મર્યાદિત નથી. તે ઉત્સવ કે નિમિત્ત ધર્મ નથી. એવું પર્વ ઉજવીને આત્મવિકાસ કેટલો થયો ? પર્યુષણપર્વમાં મહાવીર પ્રભુના પાંચ કલ્યાણક સાંભળીને, ઉજવીને આપણે શું સાધ્ય કર્યું? પવિત્ર પુરૂષોના જીવનના પ્રસંગે પ્રસંગે ગાથા ગૌરવ રહેલું છે, તેને ઉત્સવપ્રિય બનાવી આપણે મોહમાં પડવાનું નથી. પ્રભુ મહાવીરે સંસારવાસ કયા પ્રકારે ગાળ્યો? શાંતિનાથ પ્રભુ ચક્રવર્તીપણું પામ્યા, તે કયા પ્રકારે પૂર્ણ કર્યું? યુધ્ધો કર્યા, સ્વકાળે દીક્ષા ગ્રહણ કરી સાંજે કેવળજ્ઞાન પામ્યા, કેવા મનોજયી હશે? સંસારીને એક સિક્કો છોડવામાં, એક વિચારનો આગ્રહ છોડવામાં, પરિવારના મોહનો અંશ છોડવામાં કેટલું કષ્ટ પડે છે? છૂટતું નથી. અને આવા મહાન સંપત્તિવાન, ઐશ્વર્યવાન આત્માઓ સર્વસંગ પરિત્યાગ એક ક્ષણમાં કરતા હતા. પૂર્વની આરાધાનું બળ કેવું ચાલ્યું આવતું હશે ? જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ભોગકાળનો પશ્ચિમ પૂર્વ જેવો ફરક છે. જ્ઞાની પૂર્વ પ્રારબ્ધને ખપાવે, અજ્ઞાની નવું ગ્રહણ કરતો જાય. ક્ષાયિક સમ્યકત્વનો એ પ્રભાવ છે કે અનંતા કર્મો નિર્જરી જાય. ક્ષમાભાવની ત્યાં ચરમ સીમા છે. પોતાના અને અન્યના કર્મો-દોષો પ્રત્યે ક્ષમાવાન, અવિષમ ભાવની પરાકાષ્ઠા એ જ્ઞાનીનું લક્ષણ છે. તપસ્વી કર્મને નિર્બળ બનાવવા સમભાવે આરાધના કરે તો ક્ષમા પ્રગટે છે. આત્મવૃત્તિ કેળવવી તે ભાવક્ષમા છે. લોકરૂઢિમાં વાણીની ક્ષમા હોય. તેણે ભાવ ક્ષમા સુધી જવું પડે. બાહ્યતપ વડે સૂક્ષ્મ જીવો પ્રત્યે આચારમાં ક્ષમા કેળવાય છે. આંતર તપ વડે આત્મા ક્ષમાવાન થતો જાય છે. તપ સમયે એકાંતમાં ધ્યાન વડે શાંતિ-ક્ષમા વિષે વિચારણા કરે, પોતાની આત્મવૃત્તિને શમાવે, અને ઔદાસીન્યતા કેળવે. આવી સાધના સાધુ પ્રાયઃ કરી શકે. શ્રાવકને સ્થૂલભાવે સરળ છે પણ જેમ પરિગ્રહાદિની મૂછ ઘટે તેમ તેમ સૂક્ષ્મ ક્ષમાભાવમાં પ્રવેશ કરી શકે. ક્ષમાવાન અન્યને સુધારવાનો પ્રયાસ નથી કરતો. પોતે ક્ષમાધારણ કરીને રહે છે, તેમાં 'ઉભયપક્ષને લાભ થાય છે. ક્ષમાસ્વરૂપ થયેલા આત્મા અથાગપણે જગતને ક્ષમાનું સ્વરૂપ બતાવે છે. ૨૪૪ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274